News of Wednesday, 17th September 2025
૭૫માં જન્મદિવસે મોદીના દીર્ઘાયુ માટે ભાજપ પરિવારે કરી પૂજા-અર્ચના
ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, કોર્પોરેટર અલ્પાબેન દવે અને કુસુમબેન ટેકવાણી ખાસ ઉપસ્થિત રહ્યા

રાજકોટઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૫માં જન્મદિવસ નિમિત્તે ભાજપ પરિવાર દ્વારા ઠેર ઠેર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજકોટના વોર્ડ નંબર ૩ દ્વારા પણ એક વિશેષ પૂજા અને અર્ચના કાર્યક્રમ યોજાયો હતો.
અમર રામેશ્વર મહાદેવ ગાયકવાડી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘાયુ અને નિરોગી જીવન માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ પૂજામાં વોર્ડ નંબર ૩ના ડેપ્યુટી મેયર અને કોર્પોરેટર શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, કોર્પોરેટર શ્રી અલ્પાબેન દવે, કોર્પોરેટર શ્રી કુસુમબેન ટેકવાણી ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.આ ઉપરાંત, વોર્ડના પ્રમુખ શ્રી રણધીરભાઈ સોનારા, મહામંત્રી શ્રી કપિલભાઈ નથવાણી, મહામંત્રી શ્રી રાજુભાઈ જોષી, મંત્રીશ્રી ધનેશભાઈ જીવરાજાની, રાજકોટ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ડીબી ખીમસુરીયા, અભયભાઈ નાંઢા અને ડો. અમૃતિયા સહિતના ભાજપના અગ્રણી કાર્યકરો અને હોદ્દેદારો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ ધાર્મિક કાર્યક્રમમાં જોડાયા હતા. આ તમામ આગેવાનોએ સાથે મળીને નરેન્દ્રભાઈ મોદીના સફળ અને નિરોગી જીવન માટે ભગવાન શિવ પાસે પ્રાર્થના કરી હતી.
(4:03 PM IST)










