<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th September 2025

રાજકોટના ઇન્દીરા સર્કલ શિલ્પન સ્ક્વેર બિલ્ડીંગ એડવોકેટ વિનોદ જોશીની ઓફિસમાં ધોળે દહાડે લૂંટ : ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો

આરોપીઓએ છરી બતાવી ઓફિસમાં કુરીયાદી તથા સાહેદોના મોબાઈલ ફોન ઝુંટવી તેમજ ઓફિસના એચપી કંપનીનું કોમ્પ્યુટર ઓલઇનવન જેની કિંમત રૂ.૭૫,૦૦૦- તથા લીનોવો કંપનીનું કોમ્પ્યુટર ઓલઇનવન જેની કિંમત રૂ.૨૫,૦૦૦- તથા દશેક ફાઇલો મળી જેની કુલ કિંમત રૂ.૧૦૦૦૦૦ ની લૂંટ કરી નાસી ગયા: એડવોકેટ વિનોદ જોશી ધોરાજી રાજકોટ અને ઉપલેટા ખાતે ઓફિસ ધરાવે છે

ધોરાજી : રાજકોટના ઇન્દીરા સર્કલ શિલ્પન સ્ક્વેર બિલ્ડીંગ એડવોકેટ વિનોદ જોશીની ઓફિસમાં ધોળે દહાડેલૂંટ નો  બનાવ બન્યો
મૂળ ધોરાજીના અને હાલ રાજકોટ ખાતે રહેતા એડવોકેટ વિનોદભાઈ જોશી રાજકોટના ઇન્દીરા સર્કલ શિલ્પન સ્ક્વેર બિલ્ડીંગની ઓફિસમાં ધોળે દહાડે લૂંટનો  બનાવ બન્યો હતો જે બનાવવા અંગે રાજકોટ હાથ ધરવામાં આવી છે
પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટના ઇન્દિરા સર્કલ શિલ્પન સ્ક્વેર બિલ્ડીંગ ખાતે એડવોકેટ વિનોદ જોશીની ઓફિસ આવેલ છે જેમાં ત્રણ શકશો દ્વારા રૂપિયા 10 લાખના કોમ્પ્યુટર લેપટોપ છરી બતાવીને ધ્યાનથી મળી નાખવાની ધમકી સાથે આરોપીઓ લોટ ચલાવીને નાસી ગયા હતા
   આ બાબતે ફરિયાદી એડવોકેટ નિલેશ કિશોરવાઈ બાબરીયા (પટેલ) (ઉવ ૩૩ ) ( ધંધો વકીલાત ) ( રહે ગ્રીન ૧૧૦૧ એપલ એલીગન્સ કાલાવાડ રોડ ઇશ્વરીયા ગામ રાજકોટ )એ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા જણાવેલ કે ઇન્દીરા સર્કલ શિલ્પન સ્ક્વેર બિલ્ડીંગ ઓફિસ નં ૪૦૩ જલારામ ચિકીની બાજુમાં રાજકોટ ખાતે વિનોદભાઈ અરવિંદભાઇ જોશી કે જેઓ પણ વકીલ તરીકે પ્રેક્ટીસ કરતા હોય તેમાં હું જુનીયર વકીલ તરીકે પ્રેક્ટીસ કરુ છુ. તદઉપરાંત આ ઓફિસમાં ઇન્કમટેક્ષ તથા જીએસટી વિગેરેના કામો પણ અમે કરીએ અમારી આ ઓફિસમાં અમારી સાથે ધૂમન કાત્રોડીયા . પ્રણવ સાંગાણી , રાજનભાઈ માંડાલીયા નાઓ કોમ્પ્યુટરમાં ડેટા એન્ટ્રી કરવાનું કામ કરે છે. આજરોજ તા-૧૭/૦૯/૨૦૨૫ ના સવારના કલાક ૦૮/૪૫ વાગ્યે ઉપરોક્ત ઓફિસ ખોલી તેમાં હું તથા ધૂમન કાત્રોડીયા તથા પ્રણવ સાંગાણી  એમ અમો બધા અમારી ઓફિસમાં કામ કરતાં હતાં ત્યારે આશરે નવેક વાગ્યાની આસપાસ આ વિનોદભાઇ જોશીના સગા ભત્રીજા ભાર્ગવભાઇ વિપુલભાઈ જોષી કે જેઓ અવાર નવાર આ વિનોદભાઇ પાસે આવતાં હોય જેથી હું તેને ઓળખુ છુ તે તથા તેની સાથે બે અજાણ્યા વ્યક્તિઓ મોઢા ઉપર માસ્ક પહેરેલ
હાય તે ત્યા આફિસમાં આવલ અને આ ભાગભાઇઅ મન પૂછલ ક વિનાદ કાકા કયા છ મ તન કહલ ક ત હમણા આવશ તેમ કહેતાં આ ભાર્ગવભાઇએ પોતાના નેફામાંથી એક છરી કાઢી મને બતાવી કહેલ કે મારે કોઈની રાહ નથી જોવી તમે બધાય તમારા મોબાઇલ ફોન આપી દો તેમ કહેતાં હું ગભરાઇ ગયેલ અને મેં તથા મારી સાથે ના પ્રણવભાઇ તથા ધુમનભાઈના મોબાઇલ ફોન ભાર્ગવે લઇ લીધેલ અને ત્યારબાદ આ ભાર્ગવ કહેવા લાગેલ કે આ બધા કોમ્પ્યુટર મારે લઇ જાવા છે જેથી મેં તેને કહેલ કે આ કોમ્પ્યુટર સર્વર સાથે જોડેલા છે તેના વાયર ન કાપતાં હું તમને વાયર છોડાવી આપું છું તેમ કહી મેં તેને એક કોમ્પ્યુટર જે એચપી કંપનીનું ઓલ ઇન વન ના વાયર છોડાવી આપેલ અને બીજુ લીનોવો કંપનીનું ઓલ ઇન વન કોમ્પ્યુટર ભાર્ગવે પોતાની જાતે વાયર છોડી અને પોતાની સાથે આવેલ અજાણ્યા વ્યક્તિઓને આપી દીધેલ અને ત્યારબાદ અમારી ઓફિસમાં સોફા ઉપર પડેલ ઓફિસની આશરે ૧૦ જેટલી ફાઇલો પણ પોતાની સાથે લઇ અને મને કહેલ કે તમે નીચે આવો હું તમને તમારા ફોન આપી દવ છુ જેથી હું તેની પાછળ પાછળ ઓફિસની બહાર નીકળેલ અને ત્યારે મને આ ભાર્ગવે અમારા ફોન આપી દીધેલ હતા અને આ ભાર્ગવભાઇ તથા તેની સાથેના બે અજાણ્યા પુરૂષ વ્યક્તિઓ જેની ઉવ આશરે ૨૦ વાળા હશે જેમાં એક વ્યક્તિએ કાળા કલર જેવો શર્ટ તથા બીજાએ લીલા કલર જેવો શર્ટ પહેરેલ જેઓ ત્યાંથી લીફ્ટમાં બેસી નીચે ઉતરી જતાં રહેલ બાદ હું નીચે ઉતરી જોતાં આ ત્રણેય જતાં રહેલા હોય નીચે યુકો બેંક આવેલ હોય ત્યાં આખા એપાર્ટમેન્ટના કામ કરતાં મોહનભાઈએ જણાવેલ કે કોફી જેવા કલરની સ્વીફ્ટ ડીઝાઇર કારમાં ત્રણ છોકરાઓ ફાઇલો અને કોમ્પ્યુટર મૂકી કાર લઈ જતાં રહેલ છે. જેથી મેં તુરંત જ મારા મોબાઇલ ફોનથી વિનોદ અરવિંદભાઇ જોષીને કોલ કરેલ અને બનાવની વાત કરતાં તેઓ તુરંત જ તેમની કાર લઇને ઓફિસે પહોંચેલ અને તેઓએ ૧૧૨માં કોલ કરતાં જે આવી ગયેલ અને હું તથા વિનોદભાઇ એમ બંને અહીં પોલીસ સ્ટેશન ફરીયાદ કરવાં આવેલ છીએ આ બંને કોમ્યુટર પૈકી એચપી કંપનીનું ઓલ ઇન વન કોમ્પ્યુટર જે ૭ વર્ષ જૂનું છે જેની કિંમત રૂ.૭૫,૦૦૦/-તથા લીનોવો કંપનીનું ઓલ ઇન વન કોમ્પ્યુટર જે દશેક વર્ષ જૂનુ છે, જેની આશરે કિંમત રૂ. ૨૫,૦૦૦/- ગણી શકાય દશેક ફાઇલો છે. તે જુદા જુદા અસીલો આઇટી રીટર્ન તથા જીએસટી ની હતી અને વિનોદભાઇએ મને કહેલ કે ભાર્ગવનો મો નું ૯૧૦૪૪ ૨૬૬૫૯ ઉપરથી ફોન આવેલ અને વિનોદભાઈને કહેલ કે તમારે જે ફરીયાદ કરવી હોય તે કરી લો હું તમને શાંતિથી નહીં રહેવા દવ અને જાનથી મારી નાખીશ અગાઉ ફરીયાદ કરેલ છે તેમાં સમાધાન થઇ ગયેલ હોય તેમ છતાં મને કેમ કોર્ટમાં કેમ બોલાવે છે તમારાથી થાય તે કરી લેજો તેમ મને વાત કરેલ તો આ ભાર્ગવ વિપુલભાઈ જોષી  જે રાજકોટમાં રૈયા રોડ ઉપર ક્યાંક રહે છે તે અને તેની સાથેના બે અજાણ્યા વ્યક્તિઓ અમારી ઉપરોક્ત ઓફિસમાં આવી અને ભાર્ગવે મને છરી બતાવી ઓફિસના ત્રણેય માણસોના મોબાઇલ ફોન પડાવી લઇ તથા ઓફિસની અંદર બે કોમ્પ્યુટર તથા દશેક ફાઇલોની લૂંટ કરી તથા મોબાઈલ ફોનો પરત આપી દઇ નાશી ગયેલ હોય તેઓ સામે ધોરણસર થવા મારી કરીયાદ છે અમારી ઓફિસમાં સીસીટીવી કેમેરા છે. જે બાબતે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૩૦૯(૪),૩૫૧(૩),૩૩૨(સી) ૩(૫) તથા જીપી એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે( તસવીર કિશોરભાઈ રાઠોડ) 

(9:37 PM IST)