<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th September 2025

મોડીરાત્રે રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર ગંભીર અકસ્માત : ટેન્કર પલ્ટી જતા બે લોકોના દબાઈ જવાથી ઘટના સ્થળે મોત

ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ

રાજકોટના ૧૫૦ ફૂટ રિંગ રોડ પર એક ગંભીર અકસ્માત સર્જાયો છે. અહીં એક ટેન્કર પલટી જતાં ટેન્કરની અંદર સવાર બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. આ ઉપરાંત, ત્રણ લોકોને બહાર કાઢીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ ટેન્કર નીચે અન્ય બે લોકો પણ ફસાયા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી શરૂ કરી છે. આ અકસ્માતને કારણે રિંગ રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે

(12:40 AM IST)