News of Thursday, 18th September 2025
વાંકાનેર-કુવાડવાના ધારાસભ્ય જીતુભાઇ સોમાણીને એન્જીયોપ્લાસ્ટીઃસંપૂર્ણ આરામની સલાહ

રાજકોટ :.. વાંકાનેર-કુવાડવા ધારાસભ્ય શ્રી જીતુભાઇ સોમાણીજીની એન્જીયોપ્લાસ્ટી સફળતાપૂર્વક પૂર્ણ થઇ છે. તેમને જલદી સ્વસ્થતા પ્રાપ્ત થાય તે માટે શુભકામનાઓ ‘અકિલા' ના મોભી કિરીટભાઇ ગણાત્રા ‘કાકા' સૌરાષ્ટ્રની સુવિખ્યાત સિનર્જી હોસ્પિટલમાં જાણીતા કાર્ડીયો વાસ્કયુલર સર્જન ડો. વિશાલ પોપટાણીએ સફળ એન્જીયોપ્લાસ્ટી ઓપરેશન કર્યુ હતું.
શ્રી જીતુભાઇની તબિયત હવે ખૂબ જ સારી છે અને ડોકટરની સલાહ મુજબ આરામ લઇ રહ્યા છે. સીનર્જી હોસ્પિટલના જાણીતા ફીઝીશ્યન ડો. જયેશભાઇ ડોબરીયા, ડો. મિલાપભાઇ મશરૂ અને ડોકટરોની ટીમે સતત કાળજી લીધી હતી.
(4:18 PM IST)










