<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th September 2025

જંગલેશ્વર વિસ્‍તારના રસ્‍તાઓની દુર્દશા !!!

આસપાસની સોસાયટીઓના રોડ પણ ધોવાઇ ગયેલાઃ શેરીઓના રસ્‍તા ઉપર તો સાયકલ પણ ચાલે તેમ નથી : રપ વર્ષ થયા નવા રસ્‍તા નહીં બન્‍યાનો સામાજીક અગ્રણી સોરાનો રોષ : તંત્ર-જવાબદારો તુર્ત યોગ્‍ય કરે તેવી પ્રજાની લાગણી

રાજકોટ, તા., ૧૮ : વોર્ડ નં.-૧૬ના જંગલેશ્વરમાં રોડ રસ્‍તા, ડામર  પાથરવાની માંગ કરેલ છેર્.ં

સામાજીક  અગ્રણી ઇબ્રાહીમભાઇ સોરાએ એક નિવેદનમાં જણાવેલ છે કે, જંગલેશ્વર વિસ્‍તારમાં છેલ્લા ૨૫ વર્ષ થયા. ડામર પાથરવામાં આવેલ નથી. સ્‍માર્ટ સિટીની વાતો કરતા તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવે છે. હકીકત કંઈક જુદી    દર્શાવે છે. તેમાં પણ જંગલેશ્વર વિસ્‍તારની એકતા કોલોનીથી માંડી જંગલેશ્વરની  શેરી નં. એક થી ૩૬ શેરીમાં રોડ રસ્‍તા ખૂબ ખરાબ હાલતમાં જોવા મળેલા છે.

લોકમુખે એક જ ચર્ચા ચાલી રહી છે કે જંગલેશ્વર જાણે રાજકોટમાં આવતું ન હોય તેવી પરિસ્‍થિતિનું નિર્માણ કરેલ છે. વોર્ડ નં. ૧૬માં બાપુનગરથી  લઈને  રીંગરોડ સુધી નદી કાંઠાની શેરીઓમાં ૨૫ વર્ષ થયા નવા રોડ બનાવેલા નથી કે ડામર પાથરવામાં આવેલો નથી. કોઈ નવી ગટર બનાવવામાં આવેલ નથી. ગંદકીના ગંજ ના ગંજ ખડકાયેલ છે. વોર્ડ નં. ૧૬ ની અનેક સોસાયટીઓમાં રોડ રસ્‍તા ખરાબ હોવા છતાં નવા ડામર પાથરવામાં જવાબદારો ધ્‍યાન સુધા આપવામાં નિષ્‍ફળ ગયેલા છે.

અહીંની શિયાણી સોસાયટી, અંકુર સોસાયટી, મહેશ્વરી સોસાયટી, પટેલ નગર સોસાયટી, ભરતવન સોસાયટી, તક્ષશીલા સોસાયટી, ગોકુલ નગર સોસાયટી, હસનશાપીર  પીરની દરગાહ પાસેના રોડમાં ગાબડા પડેલા છે.

આ તકે રાજકોટ શહેરના કોંગ્રેસ માઈનોરીટી ડિપાર્ટમેન્‍ટના આગેવાન ઇબ્રાહીમભાઇ સોરાએ પ્રજાની પરેશાનીને ઉજાગર કરેલ છે. વોર્ડ નં.૧૬ના લોકો આ ખરાબ પરિસ્‍થિતિમાં પસાર થઈ રહ્યા છે,. આજુબાજુની સોસાયટીના લોકોની વેદનાને વાચા આપવા માટે અને તંત્રની હકીકત બતાવવા માટે ઉજાગર કરેલ છે.

વોર્ડ નં. ૧૬ની જંગલેશ્વરથી લઇને તમામ સોસાયટીમાંના બિસ્‍માર રોડમા ડામર પાથરીને સ્‍માર્ટ સિટી ના થાય તો કાંઇ નહી. જંગલેશ્વરની તમામ શેરીઓમાં ડામર પાથરવામાં આવે અને જંગલેશ્વરને રાજકોટ સિટીમાં સમાવેશ કરીને  થોડા અંશે રોડ સુધારો થાય એવી માગણી કરેલ છે. ખાસ કરીને જંગલેશ્વરમાં હુસેની ચોકથી દરગાહ સીુધીનો રસ્‍તો અતિ બિસ્‍માર છે જયાં ટુ-વ્‍હીલર પણ ચાલી શકે તેમ નથી એ ઉપરાંત તવક્કલ ચોકથી લઇ સોસાયટીના ખુણા સુધી તથા અંકુર સોસાયટીનો મેઇન રોડ અતિ બિસ્‍માર થઇ ગયેલ છે. પ્રણામી ચોકથી ખ્‍વાજા ચોક સુધી રસ્‍તો બિસ્‍માર બની જતા ત્‍યાં પાણી પણ ભરાયેલ રહે છે. એ જ રીતે શિયાણીનગર મેઇન રોડ અને દેવપરા મેઇન રોડ પણ ધોવાઇ જવા પામ્‍યા છે. જો જવાબદારો નજરે જુએ તો ખરેખર આ રસ્‍તાઓની અવદશા થઇ છે તે જોવા જેવી છે. અને તુર્ત જ ખાસ કિસ્‍સામાં મ્‍યુનિ. કોર્પોરેશન દ્વારા અહીંની વસ્‍તીને રાહત આપવા તુર્ત જ યોગ્‍ય કરવામાં આવે તેવી આ નિવેદનમાં શ્રી સોરાએ માંગણી કરી છે. 

(2:33 PM IST)