તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 18th September 2025
કલેકટર કચેરીમાં ગાંધીનગરથી RIC ટીમના ત્રણ દિવસથી ધામાઃ ૭ થી ૮ વિભાગોની ફાઈલોનું ચેકીંગ
ગાંધીનગરની અધીકારી રીચાર્ડની આગેવાની હેઠળ ટીમ દ્વારા ઓડીટ પારાની પૂર્તતા પણ જોવાઈ

રાજકોટ, તા.૧૮: જિલ્લા કલેકટર કચેરીમાં ખાતે છેલ્લા ત્રણ દિવસથી રેવન્યું ઇન્સ્પેકશન કમિશનરની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આરઆઈસીની ટીમે મહેસુલ-અપીલના ચુકાદા, બિનશરત ભંગના કેસો, એસ્ટા, હિસાબી શાખા, હાજરી પત્રક તેમજ અન્ય ઓડિટ પારાઓની ચકાસણી શરૂ કરી છે. આ તપાસમાં વિવિધ પ્રકારની ફાઈલો અને કામગીરીને લગતા દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.આરઆઈસીની ટીમ દ્વારા ખાસ કરીને બિનખેતીની જમીન સંબંધિત પ્રક્રિયાઓ અને તેમાં થયેલા ફાયદાઓ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, અન્ય કેટલાક વિભાગોની કામગીરી અને નિયમોનું પાલન થઈ રહ્યું છે કે કેમ તે અંગે પણ માહિતી મેળવવામાં આવી રહી છે.સૂત્રોના જણાવ્યા મુજબ આ એક નિયમિત પ્રક્રિયાનો ભાગ છે. છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલી આ તપાસ કયારે પૂર્ણ થશે તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા નથી.
રેવન્યું ઇન્સ્પેકશન ટીમ ગાંધીનગરના અધીકારીશ્રી રિચાર્ડના અધ્યક્ષસ્થાને તપાસ કરી રહી છે.
(4:19 PM IST)










