News of Thursday, 18th September 2025
પોલીસ કામગીરીની કદર

રાજકોટઃ તાજેતરમાં જ પંચનાથ પ્લોટમાં એક એડ એજન્સીના ઘરમાં સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ સાથે મળીને લગભગ પોણા કરોડ રૂપિયાની ચોરી થઇ હતી. જે ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં જ ડીસીપી રાકેશ દેસાઇ, એસપી રાધિકા ભારાઇની રાહબરીમાં પોલીસે ઉકેલી નાખ્યો હતો અને એ ડિવીઝનના પી.આઇ.બી.વી. બોરીસાગર, પી.એસ. આઇ. રાણા તથા તેમની ટીમે. ચોરીને અંજામ આપનાર શખ્સોને મુદ્દામાલ સાથે રાજસ્થાનથી કબજે કરીને વાહવાહ મેળવી છે. પોલીસ વિભાગની આ પ્રશંસનીય કામગીરીની નોંધ લઇને રાજકોટની જુદી જુદી સંસ્થાઓ યુથ ફોર ડેમોક્રેસી, રાજકોટ શહેર જિલ્લા વાલી મહામંડળ, સૌરાષ્ટ્ર વિકાસ પરિષદ તથા ગ્રાહક સુરક્ષા મંડળના આગેવાનોએ શાલ ઓઢાડી અને અભિનંદન આપીને પોલીસ વિભાગની આ પ્રશંસનીય કામગીરીની નોંધ લીધી હતી. તસ્વીરમાં એ ડિવિઝનના પી.આઇ.બી.વી. બોરીસાગરને શાલ ઓઢાડીને બહુમાન કરતા સંસ્થાઓના આગેવાનો એડવોકેટ હિંમતભાઇ લાબડીયા, એલઅઇસીના પુર્વ ડીઓ એડવોકેટ એ.વી. જોષી, બેંક ઓફ બરોડાના નિવૃત અધિકારી ભાવેશભાઇ આચાર્યતથા પ્રકાશભાઇ મોરી વગેરે દ્રષ્ટિગોચર થાય છે.
(2:57 PM IST)










