News of Thursday, 18th September 2025
‘સ્વચ્છોત્સ્વ' અંતર્ગત બસ સ્ટેશન, જયુબેલી ગાર્ડન સહિતના સ્થળો ચોખ્ખા ચણાંક કરાયા

‘સ્વચ્છ ભારત મિશન'ના ૧૧ મી વર્ષગાંઠની ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૫' ને તા.૧૭ મી સપ્ટેમ્બર,૨૦૨૫ થી તા.૩૧ મી ઓક્ટોબર, ૨૦૨૫ સુધી ‘સ્વચ્છોત્સ્વ' તરીકે ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવેલ છે. જો અન્વયે મહાનગરપાલિકા દ્વારા તા.૧૭ સપ્ટેમ્બર થી તા.રર સપ્ટેમ્બર સુધી શહેરના બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, રીક્ષા સ્ટેન્ડ, રાજ્ય ધોરી માર્ગ તથા રાષ્ટ્રીય ધોરી માર્ગની સફાઈ, શહેરના મુખ્ય માર્ગની સફાઈ, બજાર અને વાણિજ્ય વિસ્તારની સફાઈ, પબ્લિક ટોયલેટ તથા કોમ્યુનિટી ટોયલેટની સફાઈ માટે સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે. જે અંતર્ગત આજ તા.૧૭ ના રોજ શહેરના ઢેબરભાઈ રોડ પર આવેલ સેન્ટ્રલ એસ.ટી. બસ સ્ટેશન આસપાસ તથા શહેરના જ્યુબિલી ગાર્ડન આસપાસ શ્રમદાન અને સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી. શ્રમદાન ઝુંબેશ પહેલા મહાનુભાવો દ્વારા પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલી કરવામાં આવી. આ શ્રમદાન અને સઘન સફાઈ ઝુંબેશમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ડો.દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, રાજકોટ શહેર મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા, સેનિટેશન કમિટી ચેરમેન નિલેશભાઇ જલુ, કાયદો અને નિયમોની સમિતિ ચેરમેન કંકુબેન ઉઘરેજા, કુસુમબેન ટેકવાણી, કોર્પોરેટર જયશ્રીબેન ચાવડા, વર્ષાબેન પાંધી, નાયબ અલ્પાબેન દવે, દેવાંગભાઈ માંકડ, કમિશનર સી.કે.નંદાણી, એચ.આર.પટેલ, પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી, નાયબ પર્યાવરણ ઈજનેર દિગ્વિજયસિંહ તુવર, વલ્લભભાઈ જીંજાળા, વી.આર.ચાવડા તેમજ સ્થાનિક આગેવાનો તથા મહાનુભાવો ઉપસ્થિત રહેલ હતા અને શ્રમદાન કરવામાં આવ્યું હતુ. આ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વોર્ડ નં.૧ થી ૧૮ વોર્ડમાં પણ શ્રમદાન અને સઘન સફાઈ ઝુબેશ હાથ ધરવામાં આવેલ. આ ઝુંબેશમાં વોર્ડ નં.૧ થી ૧૮ વોર્ડમાં લગત વોર્ડના કોર્પોરેટરો સ્થાનિક આગેવાનો, અધિકારીઓ-કર્મચારીઓ જોડાયા હતા.
(2:59 PM IST)










