<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th September 2025

જૈનમ નવરાત્રી મહોત્‍સવઃ ૯ દિ' નવરત્‍નો માટે અલાયદા પેવેલીયન

ફીઝીકલ સિઝન પાસના બદલે ડીજીટલ સ્‍વરૂપે પાસ ઉપલબ્‍ધ, દરરોજ નવી થીમ, નવા આકર્ષણો

રાજકોટઃ જૈનમ રાસોત્‍સવની વિશેષતા એ છે કે પારીજાત પાર્ટી પ્‍લોટનાં ૩ લાખ સ્‍કેવરર ફુટનાં વિશાળ ગ્રાઉન્‍ડમાં ખેલૈયા માટે લેવલીંગ સાથે કારપેટ થી સજ્જ ગ્રાઉન્‍ડ, પાર્કિંગ સહીતની સુવિધાઓ એક જ ગ્રાઉન્‍ડમાં મળી જતી હોય છે. આ નવરાત્રી મહોત્‍સવને ચાર ચાંદ લગાવવા સંગીતકાર પંકજભાઈ ભટ્ટ તેમજ તેમની ટીમના સાંજીદાઓ તથા યુટયુબ તેમજ દેશ-વિદેશમાં અનેક કાર્યક્રમો આપી ચુકેલા ગાયક કલાકારોનાં કંઠે આ વર્ષે પણ ખેલૈયાઓ સંગીતના તાલે ડોલવા મજબુર બનશે.

ગરબે રમીને માં ની આરાધના કરતા યુવા હૈયાઓને ડોલાવવા ૧ લાખ વોટ્‍સ આર.સી.એફ. થ્રી વે સાઉન્‍ડ સીસ્‍ટમ્‍સ આ નવરાત્રીનું જમાપાસું છે. જેમાં સરાઉન્‍ડીંગ સાઉન્‍ડનો પ્રયોગ ગત નવરાત્રી મહોત્‍સવની જેમ કરશે. સતત ૩ કલાક થી વધુ સમય સંગીતનાં તાલે ઝુમવા ખેલૈયાઓ કટીબધ્‍ધ છે. સાથે દર વખતે ફયુઝન કે જેમાં ડી.જે.નો પણ ઉપયોગ કરીને પ્રાચિન અર્વાચિનનું સુંદર સંયોજન કરી અવનવા ગીતો રજુ કરવામાં આવે છે. જેમાં ઉપસ્‍થિત તમામ લોકો થરકી ઉઠે છે. ભારે ઉત્‍સાહનાં સંચાર સાથે વાતાવરણ એનેર્જેટીક બની જતુ હોય છે. આ રાસોત્‍સવમાં નવેય દિવસ અલગ અલગ થીમ થકી ખેલૈયાઓમાં વિવિધતાપૂર્ણ વેશભુષા તથા નવિનતમ સરપ્રાઈઝ પણ આયોજીત કરવામાં આવશે. નવેય દિવસનાં વિજેતા થનાર અલગ અલગ કેટેગરીનાં બેસ્‍ટ પ્રિન્‍સ અને બેસ્‍ટ પ્રિન્‍સેસ, વેલડ્રેસ જેવા અનેક ઈનામો અપાશે. આ વર્ષે નવરરાત્રી મહોત્‍સવનો મેગા ફાઈનલ દશેરાના દિવસે યોજાશે. જેમાં નવ દિવસનાં વિજેતા બનેલા ખેલૈયાઓ વચ્‍ચે તંદુરસ્‍ત હરીફાઈ યોજાશે.

જૈનમ નવરાત્રી મહોત્‍સવ૨૦૨૫ના સીઝન પાસ હોલ્‍ડર માટે એક નવિનતમ પ્રયાસનાં ભાગરૂપે ફીઝીકલ સીઝન પાસને બદલે કોમ્‍પ્‍યુટરાઈઝ ડીઝીટલ પાસનું હાઈટેક જનરેશન મુજબ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. જેથી ખેલૈયાઓને પાસ લગાડવાની કે પાસ ખોવાઈ જવાની ઝંઝટમાંથી મુક્‍તિ મળશે અને તમને ડીઝીટલી પાસ સરળતાથી મળી અને ઉપયોગ કરી શકાશે. યુવા ધનને ધ્‍યાનમાં રાખી ગ્રાઉન્‍ડ ઉપર ખાસ અતિ આકર્ષક સેલ્‍ફી ઝોન પણ તૈયાર કરશે.

આ નવરાત્રી મહોત્‍સવમાં જૈન સોશ્‍યલ  ગ્રુપ રાજકોટ મેઈન, વેસ્‍ટઘ મીડટાઉન, ડાઉનટાઉન, રોયલ એલીટ, યુવા સેન્‍ટ્રલ, જેમ, જૈન યુવમ જુનિયર, જૈન જાગૃતિ સેન્‍ટર, જૈન યુવા ગ્રુપ, દિગંબર સોશ્‍યલ ગ્રુપ, મીડટાઉન સંગીની, ડાઉનટાઉન સંગીની તથા એલીટ સંગીનીનાં સભ્‍યો જોડાવવાના છે.

સિઝન પાસ મેળવવા ઈચછતા ખેલૈયાઓએ તાત્‍કાલીક બુકીંગ સ્‍પોટ અથવા તો જૈનમનાં મધ્‍યસ્‍થ કાર્યાલય- કેમ્‍પેઈન કોર્પોરેટ હાઉસ, ૨૭/૩૮ ન્‍યુ જાગનાથ પ્‍લોટ, જસ્‍મીન ડ્રાઈવીંગ સ્‍કુલ પાછળ, રાજકોટ ખાતે સંપર્ક કરવો.

તસ્‍વીરમાં જૈનમ પરિવારમાં જુગલભાઈ દોશી, હર્ષિલભાઈ માઉં, કિર્તીભાઈ દોશી, ચંદ્રેશભાઈ મહેતા, કૌશીકભાઈ કોઠારી, ચિરાગભાઈ સંઘવી, હિંમાશુભાઈ દેસાઈ, અતુલભાઈ મહેતા, પારસભાઈ શેઠ નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(3:06 PM IST)