News of Thursday, 18th September 2025
અપહરણ-પોક્સોમાં ત્રણ વર્ષથી ફરાર મનોજ ઉર્ફ મનીયો બેડી ચોકડીએથી પકડાયો
એલસીબી ઝોન-૧ નાસતા ફરતા સ્ક્વોડના બી. વી. ચુડાસમા, જયપાલસિંહ ઝાલા, ભાવેશભાઇ મકવાણા સહિતની કાર્યવાહી

રાજકોટ તા. ૧૮: અલગ અલગ ગુનામાં ભાગતા ફરતા આરોપીઓને શોધી કાઢવાની ઝુંબેશ અંતર્ગત શહેર એલસીબી ઝોન-૧ ટીમે ભક્તિનગર પોલીસના અપહરણ પોક્સોના ગુનામાં ત્રણ વર્ષથી ફરાર શખ્સને બાતમી પરથી બેડી ચોકડીએથી પકડી લીધો છે.
જાણવા મળ્યા મુજબ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૨માં સગીરાનું અપહરણ થતાં પોક્સો હેઠળ ગુનો દાખલ થયો હતો. આ ગુનામાં મુખ્ય આરોપી પકડાઇ ગયા બાદ મદદગારીમાં મનોજ ઉર્ફ મનીયો સામંતભાઇ માવલા (ઉ.વ.૨૬-રહે. નાની વાવડી જી. મોરબી) સતત ફરાર હતો. આ શખ્સ બેડી ચોકડીએ આવ્યો હોવાની માહિતી મળતાં ડીસીપી ઝોન-૧ હેતલ પટેલની રાહબરીમાં પીએસઆઇ બી. વી. ચુડાસમા, એએસઆઇ જયપાલસિંહ ઝાલા, કોન્સ. ભાવેશભાઇ મકવાણા, વિરેન્દ્રસિંહ જાડેજા, નિખીલભાઇ પીરોજીયા, નિલેષભાઇ જમોડ આ કામગીરી કરી હતી. (૧૪.૧૩)
(3:10 PM IST)










