<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th September 2025

શ્રી૧ા ગ્રુપ દ્વારા રવિવારે સોની સમાજ માટે વેલકમ નવરાત્રી

ખેલૈયાઓ પ્રાચીન-અર્વાચીન રાસ ગરબાની રમઝટ બોલાવશેઃ ૧૦૧ થી વધુ ઇનામોની વણઝાર

શ્રી૧ા ગ્રુપ રાજકોટઃ આયોજીત સમસ્‍ત સોની સમાજ ઓપન ગુજરાત રાસ-ગરબાનું આયોજન તા.૨૧ના રવિવારે સાંજે ૬ થી ૧૦૦ સહિયર કલબ, રેસકોર્ષના મેદાનમાં કરવામાં આવેલ છે. નવરાત્રીમાં માઁ ની શકિતના ગુણગાન તો ગવાય જ અને તેમાં આપણા સમસ્‍ત જ્ઞાતીજનો, બાળકો-બાળાઓ તેમજ ભાઈઓ-બહેનો ડાંડીયા કિંગ રાહુલ મહેતા, ચાર્મી રાઠોઠ, તેજસ શીંશાગીયાના મ્‍યુઝીક ના સંગાથે તાલીઓના તાલે અને ઝાંઝરના ઝણકારે પ્રાચીન -અર્વાચીન રાસ-ગરબા ની રમઝટ  બોલાવશે.

પ્રિન્‍સ, પ્રિન્‍સેસ, વેલડ્રેસ બાળકો-બાળાઓ તેમજ ભાઈઓ-બહેનો બંન્ને ગ્રુપમાંથી કરવામાં આવશે અને તેને લાખેણા ઇનામો જેમ કે સીનીયર લકકી કીંગ અને લકકી કવીન બન્ને ને ઈ-બાઇક તથા જુનીયર કિંગ-કવીનને કેશ પ્રાઇઝ થી સન્‍માનીત કરવામાં આવશે. તેમજ (૧૦૧) ઇનામોની વણઝાર તો ખરી જ... અને ગરબા-આરતી-દાંડીયા ડેકોરેશન સ્‍પર્ધામાં જે બહેનોએ ભાગ લીધો હશે, તેમને ઇનામ આપવામાં આવશે, રમવાના પાસ સાથે એક ફુડ કુપન આપશે. ‘‘શ્રી૧& ગૃપ'' ના મિલન (ક્રિષ્‍ના) પાટડીયા, કલ્‍પેશ પાટડીયા, મોનીક માંડલીયા, મોહીત રાણપરા, ચેતનભાઈ પાટડીયા, હાર્દિક રાણપરા જહેમત ઉઠાવી રહયા છે.

પાસ મેળવવાનું ૧. સ્‍થળઃ મુખ્‍ય કાર્યાલય શ્રી સ્‍વામિનારાયણ બિલ્‍ડીંગ ઇગલ કોમપ્‍લેકક્ષની સામે, દિવાનપરાપોલીસ ચોકી, ભુપેન્‍દ્ર રોડ, રાજકોટ. મો. ૮૦૦૦૬ ૨૬૨૪૭. ૨. ખોડીયાર પ્રિન્‍ટર્સ-વિશાાલભાઇ ૧૦૧, નવલખી ચેમ્‍બર્સ, માધવ આંગડીયા વાળી શેરી, રૈયા રોડ, સોની બજાર, રાજકોટ. મો. ૭૦૪૩૨ ૮૬૧૬૬ ૩.આડેસરા રોડીયમ-પાર્થ આડેસરા સવજીભાઇની શેરી, જે.પી.સી.વિંગ, ગ્રાઉન્‍ડ ફલોર, રાજકોટ. મો. ૯૮૨૪૫ ૦૧૨૫૧ ૪.પાટડીયા જવેલર્સ-ચેતનભાઇ પાટડીયા (ચક્ષુવાળા) મીનાગલી, માંડવી ચોક, રાજકોટ. મો. ૯૭૩૭૦ ૬૭૮૯૬. ૫.મધુરમ જવેલર્સ -મયુરભાઇ રાજપરા ૯ પન્ના કોમ્‍પલેક્ષ, આશાપુરા મંદિરની સામેની શેરી, મો. ૮૧૪૦૬ ૫૧૧૦૦.

(3:34 PM IST)