<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th September 2025

શહિદ વીરજવાનોના લાભાર્થે નવરાત્રી મહોત્‍સવ

સરદાર પટેલ ગ્રુપ દ્વારા મવડી ખાતે સતત પાંચમાં વર્ષે આયોજનઃ ચકલીના માળા વિતરણ, રક્‍તદાન કેમ્‍પ, રાહતદરે ચોપડા વિતરણ પણ કરવામાં આવશે

રાજકોટઃ સરદાર પટેલ ગ્રુપ સેવા ટ્રસ્‍ટ (એસ.પી.જી.) દ્વારા મવડી વિસ્‍તારના બાપાસીતારામ ચોક ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.૨૨/૦૯ થી તા.૦૨/૧૦ સુધી નવરાત્રીનું જાજરમાન આયોજન કરવામાં આવેલ છે.

નવરાત્રી દરમ્‍યાન જે કાંઈ ફંડ ફાળો આવે તે તમામ ફંડ ફાળાની જમા થયેલ રકમ ભારતીય સેનાના શહીદ સૈનીક ફંડમા સમર્પીત કરી એ નાનુ યોગદાન આપી દેશભક્‍તિ સાથે શહીદોના શૌર્યને ઉજાગર કરતી પાવન નવરાત્રીનુ ધમાકેદાર આયોજન કરતા ખેલૈયાઓ અને દેશપ્રેમી લોકોએ આ આયોજનને ઉત્‍સાહભર આવકારી ઢોલના ધબકારે પરીવાર સાથે ખેલૈયાઓ મન મુકીને ગરબે ઘૂમશે.

ઉલ્લેખનીય છે કે સરદાર પટેલ ગ્રુપ સેવા ટ્રસ્‍ટ (એસ.પી.જી.) દ્વારા નવરાત્રીમા મળેલુ દાન શહીદોના લાભાર્થે સમર્પીત કરવામાં આવે છે. તેની સાથે સાથે સરદાર પટેલ ગ્રુપ સેવા ટ્રસ્‍ટ દ્વારા ગૌશાળામાં ઘાસચારો, ગરીબ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય જેવી પ્રવૃતિઓ કરવામાં આવે છે.

આયોજનમાં જસ્‍મીનભાઈ પીપળીયા એસ.પી.જી. સૌરાષ્‍ટ્ર અધ્‍યક્ષ, મહેન્‍દ્રભાઈ વાછાણી એસ.પસ.જી. સૌરાષ્‍ટ્ર કારોબારી, લાલજીભાઈ ચોવટીયા એસ.પી.જી. જીલ્લા સંગઠન મંત્રી, દિપભાઈ રૈયાણી એસ.પી.જી. રાજકોટ પ્રમુખ, યતીનભાઈ રોકડ એસ.પી.જી. વેસ્‍ટઝોન પ્રમુખ, જહેમત ઉઠાવી રહ્યા છે. એસ.પી.જી. કમીટી દ્વારા કાયદાકીય માગર્દન પુરુ પાડવા લીગલ એડવોકેટ તરીકે રાજકોટના યુવા એડવોકેટ રીપલભાઈ ગેવરીયાની નીયુક્‍તી કરેલ છે. વધુ માહિતી માટે (મો.૭૩૫૯૭ ૮૮૮૭૩) ઉપર સંપર્ક કરી શકાય.

તસ્‍વીરમાં ચંદ્રેશભાઈ ખુંટ, મેહુલભાઈ ઠેસીયા, મનોજભાઈ વસોયા, વિશાલભાઈ નાકરાણી, જયદિપભાઈ વસાણી નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા) 

(3:35 PM IST)