તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th September 2025
વિઝયુઅલ આર્ટીસ્ટ સોસાયટી દ્વારા શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરીમાં શનિ-રવિ કલા કૃતિઓનું પ્રદર્શન

રાજકોટ તા. ૧૮ : રાજકોટ વિઝયુઅલ આર્ટીસ્ટ સોસાયટી દ્વારા તા. ૨૦ અને ૨૧ ના શનિ-રવિ બે દિવસ શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરી ખાતે સાંપ્રત કલાકૃતિઓનું કલા પ્રદર્શન ગોઠવવામાં આવ્યુ છે.
બન્ને દિવસ સવારે ૧૦ થી રાત્રીના ૯ વાગ્યા સુધી મુલાકાતીઓ લાભ લઇ શકશે. આ કલા પ્રદર્શનમાં નામાંકિત આર્ટીસ્ટો દ્વારા તૈયાર કરાયેલ ઓઇલ કલર, વોટર કલર, પેન્સીલ, ઇન્ક અને ડીજિટલ માધ્યમો દ્વારા તૈયાર કરાયેલ કૃતિઓ પ્રદર્શિત કરાશે. નેશનલ ઇન્ટરનેશનલ લેવલે સન્માતિન કૃતિઓ પણ આમા સામેલ હશે. અંદાજીત ૩૦ કલાકારોના ૮૦ થી વધુ ચિત્રો રજુ થશે.
રાજકોટ વિઝયુઅલ આર્ટ સોસાયટી સમગ્ર ગુજરાતના કલાકારોને મંચ પુરૂ પાડવાનું કામ કરે છે. દશ વર્ષથી લાઇવ પોટ્રેઇટ, લાઇવ લેન્ડસ્કેપ જેવી પ્રવૃતિ કરે છે. કલાપ્રેમીઓએ આ કલાપ્રદર્શન અચુક નિહાળવા સંસ્થાના પ્રેસીડેન્ટ સંજય કોરીયા અને વાઇસ પ્રેસીડેન્ટ તુષાર પટેલે અનુરોધ કર્યો છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા બટુક વિરડીયા, વિજયભાઇ ભટ્ટ, નિખિલ ભાવસાર , તુષાર પટેલ, સંજય કોરીયા નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:38 PM IST)










