News of Thursday, 18th September 2025
રાજકોટની ૭ વર્ષની પ્રિશા કેશરિયાએ કિકબોક્સિંગમાં અદ્દભૂત કમાલ સર્જી
નેશનલ ચેમ્પિયનશિપમાં ૧ સિલ્વર અને ૨ બ્રોન્ઝ મેડલ જીતી ગુજરાતનું નામ રોશન કર્ર્યું

રાજકોટ : ચેન્નઈ ખાતે યોજાયેલી ૬મી નેશનલ કિકબોક્સિંગ ચેમ્પિયનશિપ૨૦૨૫માં રાજકોટની ૭ વર્ષની પ્રિશા કેશરિયા (પ્રિશા જયભાઇ કેશરીપા)એ શાનદાર પ્રદર્શન કરી ૧ સિલ્વર અને ૨ બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. આ સફળતા સાથે તેણીએ અકિલા પરિવારના મોભી તથા લોહાણા સમાજના જ્ઞાતિ શ્રેષ્ઠી શ્રી કીરીટભાઈ ગણાત્રાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. માત્ર ૩ વર્ષની ઉમરે મલ્ટી માર્શલ આર્ટ્સનું શિક્ષણ શરૂ કરનાર પ્રિશા હાલ ૧૮ કિગ્રા કેટેગરીમાં ખેલાડી તરીકે પોતાની પ્રતિભા દર્શાવી રહી છે. તે ધોરણ ૧માં નિર્મલા કોન્વેન્ટ સ્કૂલમાં અભ્યાસ કરે છે અને સાથે જ ટેક્રોફાઈટ માર્શલ આર્ટ્સમાં શ્રી રોબિન કસુંદ્રા સર અને ધ્રુવ સાગઠિયા સરના માર્ગદર્શન હેઠળ તાલીમ મેળવે છે. ગુજરાત રાજ્ય કિકબોક્સિંગ ચેમ્પિયનશિપ૨૦૨૫માં (રાજકોટ, ૪ મે) પ્રિશાએ પોઈન્ટ ફાઈટ અને લાઈટ કોન્ટેક્ટ બન્ને કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવી ૨ ગોલ્ડ મેડલ જીત્યા હતા. ત્યારબાદ નેશનલ કિકબોક્સિંગ ચેમ્પિયનશિપ૨૦૨૫ (ચેન્નઈ, ૨૭થી ૩૧ ઓગસ્ટ)માં તેણીએ લાઈટ કોન્ટેક્ટમાં બીજો રેન્ક મેળવી સિલ્વર મેડલ, ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ અને પોઈન્ટ ફાઈટમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા. પ્રિશાએ પોતાના માતાપિતા અને સમગ્ર લોહાણા સમાજનું નામ રોશન કર્યું છે. વિવિધ સ્થળોથી અભિનંદન વરસી રહ્યા છે. આ નાની ઉમરમાં મેળવેલી સફળતા અન્ય યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ છે.
(3:39 PM IST)










