<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th September 2025

મશીન ટુલ્‍સ મેન્‍યુફેકચરર્સ એસોસીએશનના સભ્‍ય પરિવારજનો માટે કાલે વેલકમ નવરાત્રી રાસોત્‍સવ

કીડઝ, જુનિયર, સિનિયર સહિતના ખેલૈયાઓને ઇનામોથી નવાજાશે, ત્રીજા વર્ષે આયોજનઃ યોગીન છનીયારા

રાજકોટઃ મશીન ટુલ્‍સ મેન્‍યુફેકચરર્સ એસોસીએશન-રાજકોટ દ્વારા વેલકમ નવરાત્રી રાસોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું છે.

રાજકોટ  મશીન ટુલ્‍સ ઉદ્યોગ સમગ્ર ભારતભરમાં પ્રખ્‍યાત છે. અને રાજકોટમાં મશીનો બનાવતા રર૦૦ થી વધુ ઉત્‍પાદકો દ્વારા ૮૦ થી વધુ જાતના મશીનો બનાવી રહેલ છે. મશીન ટુલ્‍સ મેન્‍યુફેકચરર્સ એસોસીએશન રાજકોટ દ્વારા સભ્‍યએકમો માટે છેલ્લા ૩પ વર્ષથી કાર્યરત છે.

મશીન ટુલ્‍સ મેન્‍યુફેકચરર્સ એસોસીએશન રાજકોટ દ્વારા આવતી કાલે ત. ૧૯ શુક્રવારના રોજ એસોસીએશનના સભ્‍યપરિવાર માટે ત્રીજીવખત જાજરમાન ‘વેલકમ નવરાત્રી રાસોત્‍સવ ર૦રપ' નું ભવ્‍ય આયોજન કરવામાં આવેલ છે.

આ રાસોત્‍સવમાં ખેલૈયાઓને વિવિધ ઇનામો દ્વારા સન્‍માનિત કરવામાં આવશે. જેમાં કીડઝ, જુનીયર, સિનીયર અને સીનીયર સીટીઝન માટે પ્રિન્‍સ તથા પ્રિન્‍સેસ વેલ ડ્રેસ તથા અન્‍ય આશ્‍વાસન ઇનામોની વણજાર પાથરવામાં આવશે.

રાસોત્‍સવનું સ્‍થળઃ કલ્‍યાણ પાર્ટી પ્‍લોટ, સિનર્જી હોસ્‍પિટલ સામે, અયોધ્‍યા ચોક પાસે, ૧પ૦ ફુટ રીંગ રોડ, રાજકોટ સમયઃ સાંજે ૯ થી ૧૧

આ આયોજનને સફળ બનાવવા એસોસીએશનના પ્રમુખ યોગીન છનીયારા, ઉપ પ્રમુખ હરેશ પટેલ, સેક્રેટરી તેજસ દુદકીયા, જો. સેક્રેટરી દેવલ ધોરેચા, ખજાનચી કનકસિંહ ગોહિલ, ડાયરેકટર તરીકે સચીન નગેવાડીયા, બ્રીજેશ સાપરીયા, કરણ પરમાર, અશ્વીન કવા, કેતન ગજેરા અને બીપીન સિધ્‍ધપુરા તથા કો.ઓપ્‍ટ ડાયરેકટર તરીકે ધનશ્‍યામ પરમાર, હરેશ ડોડીયા, રવિ મારૂ અને વિમલ કંટારીયા જહેમત ઉઠાવી રહયા છે. (  

(3:47 PM IST)