<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th September 2025

ખેલૈયાઓમાં એક જ સુર, એ હાલો સાધુ વાસવાણી રોડ પર દાંડીયા રમવા જઈએ

‘અકિલા રઘુવંશી બીટસ' નવરાત્રી મહોત્‍સવ થતી તડામાર તૈયારીઃ રઘુવંશી ખેલૈયાઓમાં ભારે તરવરાટઃ પાસ માટે પડાપડીઃ સુમધુર સુરના માલિક, શ્રેષ્ઠ કલાકારોનો સાથ દાંડીયા રાસની દુનીયામાં ધમાલ, મસ્‍તીને દાંડીયાનું ત્રિવેણીરૂપ મિશ્રણ સર્જાશેઃ રેડીયો પાર્ટનર તરીકે ૯૨.૭ બીગ એફએમ રાજકોટ જોડાયા

રાજકોટઃ સતત દસમાં વર્ષે રઘુકુળ યુવા ગ્રુપ દ્વારા લોહાણા સમાજ માટે તા.૨૨/૦૯/૨૦૨૫ થી તા.૦૧/૧૦/૨૦૨૫ સુધી યોજાનાર અકિલા- રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્‍સવ-૨૦૨૫ૅનું સાધુ વાસવાણી રોડ પર ભવ્‍ય આયોજન કરાયુ છે. રેડીયો પાર્ટનર તરીકે ૯૨.૭ બીગએફ એમ રાજકોટ જોડાયા છે.

આ નવરાત્રી મહોત્‍સવમાં સુપ્રસિધ્‍ધ સંગીતકાર, ગીતકાર, કલાકારો પોતાની કલાના કામણ પીરશતા હોય છે. દરરોજ અવનવી કોમ્‍પિટિશન સાથે ગરબાની વેરાઈટી પણ સામેલ કરવામાં આવેલ છે. રોજ બરોજ દરેક ગૃપને અવનવા ઇનામોની વણઝાર સાથે નવાઝવામાં આવશે.

નવરાત્રીનાં પવિત્ર દિવસોમાં માં જગત જનનીની આરાધના માટે દ્વારા સર્વે જ્ઞાતીની બહેનો, માતાઓ, દંપતીઓ માટે યોજાયેલા શાનદાર મહોત્‍સવના દરરોજના ફાઇનલમાં રોજેરોજના વિજેતા પ્રિન્‍સ તથા પ્રિન્‍સેસનો નિર્ણય જાનદાર ખેલૈયાઓ વચ્‍ચેની સ્‍પર્ધા બાદ કરાશે. દરેક નોરતે જય આધારશકિત જાણીતા ભિકતપદથી રાસોત્‍સવનાં મંગલાચરણ કરાયા બાદ સમગ્ર ગુજરાતમાં પોતાના સુર, તાલ અને લયથી જાણીતા બનેલા કલાકારો, સીંગર જીગ્નેશ સોની, દિપ્તી બાલાસરા, મહેલ શીશાંગીયા તેમજ એન્‍કરીંગ આરજે-ચાંદની સહીતનાઓ વૈશ્વીક ખ્‍યાતનામ સંગીતકાર એરેન્‍જરના સથવારે લોકગીતો પર ભજન, રાસ પર આધારીત ભકિતપદોને સથવારે ઓરકેસ્‍ટ્રા રીધમ કિર્તી વિમલ તથા મ્‍યુઝીક ઝીલ એન્‍ટરટેઈનમેન્‍ટ તથા મેનેજમેન્‍ટ સુનીલ પટેલ દ્વારા કરવામાં આવશે.

રાસોત્‍સવમાં રામદુત સાઉન્‍ડના વિપુલભાઈ પટેલની અત્‍યાધુનીક ડીઝીટલ સાઉન્‍ડ સીસ્‍ટમ રાખવામા આવી છે. મોહીતભાઈ ખાખરીયાના પાર્વતી ટ્રસ ની રોશનીથી સમગ્ર ગ્રાઉન્‍ડ ઝળહળી ઉઠશે. શ્રી બુટભવાની મંડપના રાકેશભાઈ વ્‍યાસ દ્વારા  મંડપ ડેકોરેટ કરવામાં આવશે. ગ્રાઉન્‍ડમાં ખેલૈયાઓ તથા મહેમાનો માટેની એલ.ઈ.ડી. સ્‍ક્રીન પર ઓમ ટેલી લીંકના વિકકીભાઈ મોદી તથા ટીમ તથા સમગ્ર પરીસરને ભવાની સીકયુરીટીના અભિમન્‍યુસિંહ જાડેજા અને તેમના બાઉન્‍સરો સુરક્ષા કવચ પુરું પાડવામાં આવશે.

‘અકિલા- રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્‍સવ-૨૦૨૫'ના ફોર્મ જમા કરાવવા માટે મુખ્‍ય કાર્યાલય જાનકી પ્રોપટીઝ, જગન્નાથ ચોક, સાંઈનગર કોમ્‍યુનીટી હોલની સામે (મો.૯૭૨૭૭ ૦૬૭૦૭) કાર્યાલયે જ સંપર્ક કરવો. (૧) જાનકી પ્રોપોર્ટીઝ, જગન્નાથ ચોક, કાલાવડ રોડ (૨) રઘુવંશી વડાપાંઉ, કરણસિંહજી રોડ, બાલાજી મંદિર સામે (૩) રાધે કેન્‍ડી, રાજપેલેસની સામે, સાધુ વાસવાણી રોડ, (૪) શ્રી ગણેશ આરો સીસ્‍ટમ, શિવમ પાર્ક-૧, અમૃતા હોસ્‍પિટલ પાછળ, રૈયા ચોકડી (૫) એકતા પ્રકાશન, યુનિવર્સિટી રોડ, રાજકોટ. (૬) એરટેલ શોપી, જાસલ કોમ્‍પલેક્ષ, નાણાવટી ચોક (૭) અરૂણા સીલેકશન, નિર્મળા રોડ (૮) એલીઝા બ્‍યુટી સલુન, સવન સકેશ કોમર્શીયલ, રૈયા રોડ (૯) જલારામ ખમણ, ગાંધીગ્રામ મેઈન રોડ, સત્‍યનારાયણ પાર્ક, ગાંધીગ્રામ (૧૦) ઉમાવંશી દાબેલી,ગુણાતીતનગર ચોક, રૈયા ટેલીફોન એક્ષચેન્‍જ પાછળ (૧૧) નુપુર શૃંગાર, મીલપરા મેઈન રોડ, આદર્શ મંડપ સામે, (૧૨) ગીરીરાજ સોડા સેન્‍ટર, કલ્‍યાણ સ્‍કૂલની બાજુની રોરી, રૈયા રોડ, (૧૩) જલારામ હોઝીયરી, યોગેશ્વર પાર્ક મેઈન રોડ, પાટીદાર ચોક, (૧૪) આઈ ફોસ્‍ટર ચરમાઘર, રૈયા રોડ, નક્ષત્ર બીલ્‍ડીંગ, બાપા સીતારામ ચોક પાસે, (૧૫) રાજહંસ સોડા, ત્રિકોણબાગ, (૧૬) મુંબઈ મહારાજ વડાપાંઉ, શોપ નં. ૩, રોયલ એન્‍કલેવ, શીવાલય ચોક, રેલનગર, (૧૭) રાયચુરા ટ્રેડીંગ એ-૯૯, સંદીપભાઈ ગંદા, બેડી માર્કેટીંગ યાર્ડ, (૧૮) બાલકૃષ્‍ણ હોઝીયરી, ભીડ ભંજન સોસાયટી મેઈન રોડ, શ્રીમદ એપા. ની સામે, ગોપાલ ચોક, સાધુ વાસવાણી રોડ, રાજકોટ ખાતેથી મળશે. ફોર્મ માટે મોઃ ૯૫૭૪૩૩૯૩૩૯ તથા મો. ૮૭૫૮૫૮૫૮૪૮ પર સંપર્ક કરવા તથા સમગ્ર આયોજન અંગેની વિશેષ માહિતી માટે મો. ૯૩૨૭૭ ૦૬૭૦૭ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે. 

(4:02 PM IST)