તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th September 2025
આખો સમાજ સરદાર પટેલના આદર્શો પ્રમાણે ચાલે તેવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ,રાજકીય માણસોનો પોતપોતાનો ઇન્ટરેસ્ટ હોય છે તેઓ પોતાની રીતે સપોર્ટ લેતા હોય છે. રાજકીય રીતે કોઈ ઇન્વોલ્વ થતું હોય તો તેનો અર્થ છે તેને અને સમાજને આપણે ભેગા ન કરીએ તો સારી વસ્તુ છે : નરેશ પટેલના દીકરા શિવરાજ પટેલનુ નિવેદન
દેશની અખંડ એકતાના પ્રતીક તેમજ જેમને લોંખડી પુરુષનું બિરુદ મળ્યું છે તેવા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી અનુલક્ષીને કર્મભૂમિ બારડોલીથી લઈ ધર્મસ્થાન સોમનાથ સુધી સરદાર સન્માન યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ગઈકાલે યાત્રાનુ રાજકોટમા આગમન થયું હતું

રાજકોટ તા.૧૮
દેશની અખંડ એકતાના પ્રતીક તેમજ જેમને લોંખડી પુરુષનું બિરુદ મળ્યું છે તેવા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી અનુલક્ષીને કર્મભૂમિ બારડોલીથી લઈ ધર્મસ્થાન સોમનાથ સુધી સરદાર સન્માન યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલે યાત્રા રાજકોટ પહોંચી હતી, જ્યાં નરેશ પટેલના દીકરાએ એવું નિવેદન આપ્યું કે ચર્ચાનો વિષય બન્યું છે.
રાજકોટમાં સરદાર સન્માન યાત્રા બુધવારે સાંજના સમયે પહોંચી હતી. ગ્રીનલેન્ડ ચોકડીથી શરુ થઈને શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરીને બહુમાળી ભવન ખાતે પહોંચી હતી. જ્યાં આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે ભાજપના સાંસદ અને ધારાસભ્યો તેમજ પાટીદાર સમાજના આગેવાનો અને નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ દરમિયાન ખોડલધાન ચેરમેન નરેશ પટેલના દીકરા શિવરાજ પટેલને આ યાત્રામાં રાજકીય માણસો જોડાયા છે તેવો સવાલ પુછતા તેમણે મીડિયા સમક્ષ એવું નિવેદન આપ્યું હતું કે ચર્ચાનો વિષય બન્યો છે. શિવરાજ પટેલે સમાજના કાર્યક્રમમાં રાજકીય નેતાઓને લઈને વાત કરી હતી, જેને લઈને અનેક તર્ક વિતર્ક શરુ થયા છે.
શિવરાજ પટેલે મીડિયા સમક્ષ વાત કરતા કહ્યું હતું કે, 'આજે સરદાર સન્માન યાત્રા રાજકોટ પહોંચી છે તેને અમે આવકારીએ છીએ. આખો સમાજ સરદાર પટેલના આદર્શો પ્રમાણે ચાલે તેવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. રાજકીય માણસોનો પોતપોતાનો ઇન્ટરેસ્ટ હોય છે. તેઓ પોતાની રીતે સપોર્ટ લેતા હોય છે. રાજકીય રીતે કોઈ ઇન્વોલ્વ થતું હોય તો તેનો અર્થ છે. તેને અને સમાજને આપણે ભેગા ન કરીએ તો સારી વસ્તુ છે.'
નોંધનીય છે કે, સરદાર સન્માન યાત્રા 2025 નામની આ યાત્રાનો પ્રારંભ 11 સપ્ટેમ્બર, 2025ના રોજ બારડોલીના સ્વરાજ આશ્રમથી કરવામાં આવી છે જે ગુજરાતમાં 12 દિવસમાં 18 જિલ્લા, 62 તાલુકા અને 355 ગામોમાં ફરીને 22 સપ્ટેમ્બરના રોજ સોમનાથ પહોંચશે.
(4:39 PM IST)










