તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 19th September 2025
રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયાએ વૃધ્ધ વિપ્રદંપતીને માતા-પિતા તરીકે દતક લીધાઃ જીવનભર પુત્ર બની સેવાનો સંકલ્પ કર્યો :જુઓ વિડીયો
હું એક સમયે મજુરી કરતો હતો, મારાં માતા પિતાનાં આશિર્વાદથી આ સ્થાને પહોંચ્યો છું, બ્રાહ્મણ સ્વરુપા નવા માતા પિતા મેળવ્યાં છે ત્યારે મારાં જીવનને ધન્ય માનું છેઃ અલ્પેશ ઢોલરીયા

ગોંડલ તા.૧૯: માનવીય અભિગમ અને ઉદારતા માટે જાણીતા ગોંડલ યાર્ડ નાં ચેરમેન તથા જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયાએ ગોંડલ માં રહેતા અને આર્થિક નબળી પરિસ્થિતિ વચ્ચે સંઘર્ષ કરતા વળધ્ધ બ્રાહ્મ ણ દંપતિ ને માતાપિતા તરીકે દતક લઇ શાષાોકત પુજન સાથે પુત્ર તરીકે આજીવન ફરજ બજાવવા સંકલ્પ કરી સરાહનીય કાર્ય કર્યુ હતું.
ગોંડલનાં ખોડીયાર નગરમાં રહેતા બ્રાહ્મ ણ જનકભાઇ જોશી ખાનગી હોસ્પિટલમાં કામ કરે છે. તેમના પત્નિ પ્રતિભાબેન પારકા કામ કરી પતિને મદદરૂપ બને છે.આ વળધ્ધ દંપતિ નાં જીવન ની કરુણતા એ હતી કે તેમનો એકનો એક યુવાન પુત્ર કિડનીની બીમારીમાં મળત્યુ પામ્યો. આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં દિકરાની તમામ સારવાર કરી પણ કારગત ના નિવડી. આધારસ્તંભ સમો પુત્ર છીનવાઇ જતા વળધ્ધ દંપતિ હતપ્રત બની ગયા હતા. દર્દ ને દિલમાં છુપાવી જીંદગી જીવવી પડતી હોય છે. આ દંપતિ પણ વળદ્ધાવસ્થામાં પેટનો ખાડો પુરવા સંઘર્ષ કરી રહ્યુ હતું. વળધ્ધ બ્રાહ્મણ દંપતિનાં સંઘર્ષની જાણ અલ્પેશભાઈ ઢોલરીયાને થતા તેમણે બ્રહ્મ સમાજનાં પ્રમુખ જીતુભાઇ આચાર્યનો સંપર્ક કરી આ વળધ્ધ દંપતિ ને દતક લેવાની ભાવના વ્યક્ત કરતા જીતુભાઇ આચાર્ય એ તેમની લાગણી બીરદાવી વળધ્ધ દંપતીને રુબરુ મળી તમે ગુમાવેલો પુત્ર તમને અલ્પેશભાઈ સ્વરુપે પાછો મળી રહ્યો છે. તેવુ કહી ખોડીયાર નગર સ્થિત દંપતિ નાં નિવાસસ્થાને બધાને એકઠા કર્યા હતા.
આ વેળા ભુવનેશ્વરી પીઠનાં અધ્યક્ષ રવિદર્શનજી, જીતુભાઇ આચાર્ય, ગીરીશભાઈ રાવલ, કલ્પેશભાઈ વ્યાસ, યોગેન્દ્રભાઇ જોશી, જીતુભાઇ પંડ્યા, પારસભાઇ જોશી, દિલીપભાઈ વ્યાસ, વીક્કીભાઇ મહેતા સહિત બ્રહ્મ અગ્રણીઓ ની હાજરી વચ્ચે શાષાી નિખિલભાઈ જોષી એ વેદોક્ત મંત્રોચ્ચાર અને શાષાોકત વિધિ સાથે અલ્પેશભાઈ ઢોલરીયા નાં હસ્તે વળધ્ધ દંપતિ જનકભાઇ તથા પ્રતિભાબેન નું પુજન કરાવી બન્નેની આરતી ઉતારી સંકલ્પ કરાવતા અલ્પેશભાઈ એ પુત્ર બની આશિર્વાદ મેળવ્યાં હતા. અલ્પેશભાઈ ઢોલરીયાએ ભાવવિભોર બની કહ્યુ કે આજીવન હું આ માતાપિતા ની દેખભાળ સાથે સેવા કરીશ. હું એક સમયે મજુરી કરતો હતો.મારાં માતા પિતાનાં આશિર્વાદથી આ સ્થાને પહોચ્યો છુ. આજે જ્યારે બ્રાહ્મણ સ્વરુપા નવા માતા પિતા મેળવ્યાં છે. ત્યારે મારાં જીવનને ધન્ય માનું છે.આજે પવિત્ર એકાદશી છે.અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મ દિવસ છે. ત્યારે માતા પિતા તથા બ્રહ્મ સમાજ દ્વારા મળેલા આશિર્વાદ હું નરેન્દ્રભાઈ મોદીનાં સ્વાસ્થ્ય અને દિર્ઘઆયુ માટે અર્પણ કરુ છુ.
અલ્પેશભાઈ ઢોલરીયા ની બ્રહ્મ સમાજ પ્રત્યેની લાગણી તથા કર્તવ્યને લઇને રવિદર્શનજી આભાર વ્યક્ત કર્યો હતો. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)
(11:52 AM IST)










