<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

હૃદય બંધ પડી જતાં ઓમ પાર્કના હેમીબેન જોટાણીયાનું મૃત્‍યુ થયું

ધરમનગરના જીતેન્‍દ્રભાઇ નાગરનું પણ હાર્ટએટેકથી મૃત્‍યુ

રાજકોટ તા. ૧૯: હૃદય રોગના હુમલાથી વધુ બે લોકોના મૃત્‍યુ થયા છે. મવડી ઓમ પાર્ક સંસ્‍કાર સીટી પાસે રહેતાં હેમીબેન નાથાભાઇ જોટાણીયા (ઉ.વ.૫૮) નામના મહિલા રાતે બેભાન થઇ જતાં ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તેમનું મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ મારફત જાણ થતાં તાલુકા પોલીસ મથકના ભોજભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. હેમીબેનના પતિ હયાત નથી. સંતાનમાં બે દિકરી અને એક દિકરો છે. હાર્ટએટેક આવી ગયાનું જણાવાયું હતું.

બીજા બનાવમાં ગાંધીગ્રામ ધરમાનગર ક્‍વાર્ટરમાં રહેતાં જીતેન્‍દ્રભાઇ રસીકભાઇ નાગર (ઉ.વ.૫૪) ઘરે બેભાન થઇ ઢળી પડતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તેમનું મૃત્‍યુ થયું હતું. હાર્ટએટેક આવી ગયાનું ખુલ્‍યું હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે કાર્યવાહી કરી હતી. (૧૪.૬)

(2:20 PM IST)