તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 19th September 2025
તાલાલા હુમલા કેસમાં દેવાયત ખવડ અને તેના સાગ્રીતોને જામીન પર છોડવા અદાલતનો આદેશ

રાજકોટ, તા.૧૯: રાજકોટ દેશ-વિદેશમાં વિખ્યાત એવા યુવા લોક સાહિત્યકાર અને ‘મોરે-મોરો' ફેઈસ પ્રસિધ્ધ પામેલ દેવાયત ખવડ અને તેમના સાથીદારો દ્વારા કાર અથડાવી માર મારી સોનાના ચેનની લુંટ અને રીવોલ્વર બતાવી મારી નાખવાની ધમકીમાં દેવાયત ખવડ અને તેના સાથેના અન્યની છ વ્યકિતની ધરપકડ બાદ કોર્ટમાં રીમાન્ડની માંગ સાથે રજુ કરાયા હતા. જો કે આરોપી તરફેના વકીલોની દલીલોને ધ્યાને લઈ અદાલતે તમામના જામીન મંજુર કરી રીમાન્ડની માંગણી ફગાવી હતી.
ગત તા. ૧૨/૦૮/૨૦૨૫ ના રોજ અમદાવાદના રહીશ ફરીયાદી ધ્રુવરાજસિંહ રામચંદ્રસિંહ ચૌહાણે તાલાળા પો.સ્ટે.મા આરોપી દેવાયત ખવડ અને તેના સાગરીતો દ્વારા પોતાની કાર સામે તેમની કાર અથડાવી મારી નાખવાની કોશીષ, માર મારી ગંભીર ઈજાઓ તથા ફેકચર કર્યાની તેમજ સોનાની ચેન અને લોકેટ ઝુંટવી લુંટ કર્યાની તેમજ દેવાયત ખવડે પોતાની રીવોલ્વર તાકી ફરીયાદ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવી હતી.
ફરીયાદ અનુસંધાને તાલાલા પો.સ્ટે.ના અધીકારીએ ગત તા. ૧૭/૦૮/૨૦૨૫ ના રોજ આરોપી તથા તેમના અન્ય સાથીદારોની ધરપકડ કરી હતી અને તા. ૧૮/૦૮/૨૦૨૫ ના રોજ તેમને તાલાળા પો. સ્ટે.માં રજુ કરાયા હતા. પોલીસે વધુ તપાસ અર્થે રીમાન્ડની માંગણી કરેલ હતી જે રીમાન્ડ અરજી નામ.કોર્ટે ના મંજુર કરી આરોપીઓને જામીન મુકત કરાયા હતા.
તપાસનીશ મારફતની રીમાન્ડ અરજી ના મંજુર થયેલ હતી જેથી તા. ૧૯/૮/૨૦૨૫ ના રોજ તપાસનીષે કોર્ટ સમક્ષ રીવીઝન અરજી દાખલ કરેલ હતી તથા અરજદારોના જામીન રદ કરવાની અરજી કરેલ હતી.
ત્યારબાદ ૭ દિવસના રીમાન્ડ પુરા થતા આ કામના આરોપી જેલ હવાલે થતા આ કામના આરોપીના એડવોકેટ મારફત કોર્ટમાં જામીન અરજી દાખલ કરતા જામીન અરજીમાં સરકારશ્રી તરફે તથા મુળ ફરીયાદના વકીલ મારફત સખત વાંધો ઉઠાવેલ હોય પરંતુ આરોપીના વકીલોની દલીલ કરેલ કે, આ કેસ તદન ખોટો હોય, આરોપી પાસેથી કોઈ જ હથીયાર કે પુરાવા કબ્જે થયેલ ન હોય, ફરીયાદીને થયેલ ઈજા ગંભીર ન હોય, જેથી આરોપી પર કરવામાં આવેલ હત્યાની મન્સા સાબીત થતી નથી અને વધુમાં જામીનનો હેતુ સજા નહી પરંતુ આરોપીની હાજરી સુનિશ્ચિત કરવાની હોય જે તમામ દલીલો ધ્યાન રાખી જામીન મંજુર કરવામાં આવેલ છે.
આ કામમાં આરોપીઓ વતી લોયર્સ ડેસ્કના યુવા વકિલ હિતેષ એચ.વિરડા, ભાવેશ આર. બાંભવા, વિરમ ધ્રાંગીયા, દિવ્યેશ.ડી. કલોલા, સિધ્ધરાજ ચાવડા, પ્રકાશ ચાવડા, તથા રાજદિપ દાસાણી તેમજ મદદનીશ તરીકે રવિરાજ ચાવડા, પરેશ અજાણા અને કિરણ જોગહવા રોકાયેલા હતા.(૨૩.૧૮)
(2:23 PM IST)










