News of Friday, 19th September 2025
ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા શ્રી વિશ્વકર્મા પ્રાચીન-અર્વાચીન રાસોત્સવ
દિવાનપરા સ્થિત શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિરે ૬૪ બાળાઓ દરરોજ અવનવા રાસ રજૂ કરશેઃ સોનાની લ્હાણી અપાશેઃ અર્વાચીન રાસોત્સવમાં જ્ઞાતિના ૨૫૦૦ ખેલૈયાઓ રાસની રમઝટ બોલાવશેઃ દરેક કેટેગરીમાં ઈનામોની વહાઝાર

રાજકોટઃ શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા જાજરમાન અને પારિવારિક માહોલમાં શ્રી વિશ્વકર્મા અર્વાચીન રાસોત્સવ ૨૦૨૫માં ખેલૈયાઓ રાસની રમઝટ બોલાવશે. ખેલૈયાઓ મુક્ત રીતે રાસોત્સવ ખેલી શકે તે માટે શહેરના હાર્દસમા ગોંડલ રોડ પર માલવિયા કોલેજની સામેના વિશાળ મેદાનમાં એક લાખ ચાલીસ હજાર સ્ક્વેર ફુટમાં ૨૫૦૦ થી વધુ ખેલૈયા રમી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે. નવરાત્રિના દસ દિવસ સુધી દરરોજ બહેનો, ભાઈઓ, નાની બાળાઓ અને કુમારોની અલગ અલગ કેટેગરીમાંથી સારું રમતા ખલૈયાઓને જજ દ્વારા પસંદ કરી બેસ્ટ પ્રિન્સ અને બેસ્ટ પ્રિન્સેસ, વેલ ડ્રેસ જેવા અનેક ઇનામો દાતાઓના સહયોગથી આપવામાં આવશે.
શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા જ્ઞાતિજનો માટે સતત પાંચ વર્ષથી નવરાત્રીના નવ દિવસનું એકમાત્ર આયોજન એટલે શ્રી વિશ્વકર્મા અર્વાચીન રાસોત્સવ ૨૦૨૫ જેમાં એક લાખ વોટની સાઉન્ડ સીસ્ટમ, સીસીટીવી કેમેરા તથા બાઉન્સર સિક્યોરીટી, ફાયરસેફટી સાથે નામાંકિત ગાયક કલાકાર મૌલિક ગજ્જર, દિપ્તી ગજ્જર, લોકગાયક ચંદ્રેશ ગજ્જર, ડોલી નકુમ, કો.સિંગર અમી ખત્રી અને મ્યુજિક અરેંજમેન્ટ દીપક ચાવડા, વિનીત છાનિયારા સાથે મ્યુઝીકલ ગૃપના સુરિલા સ્વરમાં ખેલૈયાઓને ડોલાવશે તેમજ ઓરકેસ્ટ્રામાં જીલ પરમાર, ફાઈવ સ્ટાર સાઉન્ડના સથવારે ધૂમ મચાવી ખેલૈયાઓને જોમ પૂરું પડશે, એન્કર તરીકે નિતિન બદ્રકીયા અને તેમની સાથે મનીષા સાંકડેચા કો.એન્કરીંગ કરી હળવી શૈલીમાં ખૈલેયાની સાથે દર્શકોને મોજ કરાવશે.
શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિનાં ખેલૈયાઓ માટે અવનવા રૂપ રંગ સાથેનું વિશેષ અને આગવું આયોજન જ્ઞાતિ પ્રમુખશ્રી રસિકભાઈ બદ્રકિયા, ઉપપ્રમુખ હર્ષદભાઈ બકરાણીયા, મંત્રી પ્રદિપભાઈ કરગથરા, ખજાનચી મીતેશભાઇ ધ્રાંગધરિયા, અધ્યક્ષ મુકેશભાઈ વડગામા, ઉપાધ્ક્ષ જગદીશભાઈ સોંડાગરની આગેવાનીમાં જુદી જુદી ૮ સમિતિની રચના કરી છે અને ૨૦૦ થી વધુ કાર્યકરો દ્વારા સેવા આપવા જોડાયેલા છે.
અર્વાચીન રાસોત્સવમાં સીઝન પાસ સાથે ડેઈલી પાસની તેમજ જ્ઞાતિજનોને આ રાસ નિહાળવા માટે ફ્રિ એન્ટ્રી પાસ રાખવામાં આવેલ છે, આ પાસ શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિર દીવાનપરા રાજકોટ ખાતેથી તેમજ રાસોત્સવના સ્થળ પરથી દરરોજ જ્ઞાતિજનોને આપવામાં આવશે. રાસોત્સવનું યુ ટ્યુબ ચેનલ પર લાઇવ પ્રસારણ કરવામાં આવશે. ગ્રાઉન્ડ પર બાઉન્સર તેમજ સિક્યોરીટીનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલ છે.
સાંસદ પરસોતમભાઈ રૂપાલા, રાજય સભાના સાંસદ રામભાઇ મોકરિયા, કેબીનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, ડો.ભરતભાઈ બોઘરા ઉપાધ્યક્ષ પ્રદેશ ભાજપ ગુજરાત, માધવભાઈ દવે પ્રમુખ રાજકોટ શહેર ભાજપ, શ્રીમતી નયનાબેન પેઢડીયા, મેયર રાજકોટ, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ધારાસભ્ય દર્શીતાબેન શાહ, વિરેન્દ્રસીહ ઝાલા અને અશ્વિનભાઈ મોલિયા મહામંત્રી રાજકોટ શહેર ભાજપ, નરેન્દ્રસિંહ જાડેજા ડેપ્યુટી મેયર, જૈમીનભાઈ ઠાકર, ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી, રાજકોટ મહાનગર પાલિકા, લીલુબેન જાદવ, નેતા રાજકોટ મહાનગર પાલિકા, મનીષભાઈ રાડિયા, દંડક વિક્રમભાઈ પુજારા ચેરમેન શિક્ષણ સમિતિ રાજકોટ, કોર્પોરેટરો નીલેશભાઈ જલુ, જયાબેન ડાંગર, સોનલબેન સેલારા, મુકેશભાઈ દોશી પૂર્વ પ્રમુખ રાજકોટ શહેર કમલેશભાઈ મીરાણી પૂર્વ પ્રમુખ, રાજકોટ શહેર ભાજપ, ગોવિંદભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય ડો.પ્રવીણભાઈ નિમાવત વાઈસ ચેરમન ઉપસ્થિત રહેશે.
મુખ્ય મહેમાનોમાં વિજયભાઈ પ્રભુદાસભાઈ ધ્રાંગધરિયા, પુર્વેશભાઈ પ્રવીણભાઈ સંચાણીયા, ધર્મેશભાઈ રામચંદ્રભાઈ સંચાણીયા, રીતેશભાઈ તથા નીમેશભાઈ ધ્રાંગધરિયા, સુનીલભાઈ સીનરોજા, જીગ્નેશભાઈ સચાણીયા, છગનભાઈ ભુરાભાઈ ખારેચા પરિવાર, પ્રદિપભાઈ રતિભાઈ વાલ્મ્ભીયા, મહેશભાઈ કુંવરજીભાઈ ભાડેશીયા, રજનીભાઈ નાનજીભાઈ વડગામા, અશ્વિનભાઈ નાનજીભાઈ વડગામા, શંકરભાઈ/વિપુલભાઈ, શોમેશભાઈ મલિક હાજર રહેશે તેમજ તેઓના સહયોગથી ખેલૈયાઓને ઇનામો આપવામાં આવશે.
રાસોત્સવના સ્થળે દસ દિવસ એમ્બ્યુલન્સ અને જ્ઞાતિના ડોકટર્સની ટીમ પણ સ્થળ પર હાજર રહશે. મેડીકલ ઈમરજન્સી ઉભી થાય ત્યારે પ્રાથમિક સારવારના તમામ સાધનો સાથે ડો.અમિત ખંભાયતા, ડો. હિતેષ ચંદવાણીયા, ડો. દેવેન સંચાણીયા, ડો. આશિષ ખંભાયતા, ડો. અમિત ઉછડિયા, ડો. પૂનમ ઉછડિયા વિગેરે ડોકટર્સ સાથે મુકેશભાઈ પંચાસરા પોતાની સેવા આપશે, ઉપરાંત મહિલા સુરક્ષા માટે સરકારશ્રીની પોલીસ વિભાગની ‘‘શી'' ટીમ અને અભયમ ટીમ પણ મોનીટરીંગ કરનાર છે.
સાથે સાથે દિવાનપરામાં આવેલ શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિરમાં બાવન વર્ષથી પણ વધુ સમયથી યોજાતી પ્રાચીન ગરબીમાં ૬૪ નાની બાળાઓ અવનવા રાસ ગરબા રજુ કરી એક ઔલોકિક અને ભવ્ય આકર્ષણ જમાવે છે. શ્રી વિશ્વકર્મા મંદિરે પ્રાચીન ગરબીમાં રાસ ગરબા રમતી બાળાઓને છેલ્લા થોડા વર્ષોથી મુખ્ય લહાણીમાં સોનાની લહાણી (સોનાની બુટી) આપવામાં આવે છે.
આયોજનને સફળ બનાવવા માટે પ્રમુખ રસિકભાઈ ડી.બદ્રકિયા, અધ્યક્ષ મુકેશભાઈ વડગામા, શ્રી રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળના ઉપાધ્ક્ષ ભરતભાઈ ખારેચા, ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના ઉપપ્રમુખ હર્ષદભાઈ બકરાણીયા મંત્રી પ્રદિપભાઈ કરગથરા, ખજાનચી મીતેશભાઇ ધ્રાંગધરિયા સહમંત્રી કિશોરભાઈ બકરાણીયા તેમજ કારોબારી સભ્ય કિશોરભાઈ અંબાસણા, દિલીપભાઈ પંચાસરા, શાંતિલાલ સાંકડેચા, હરીલાલ સીનરોજા, જનકભાઈ વડગામા, કિશોરભાઈ બોરાણીયા, કેતનભાઈ મહીધરીયા, ઘનશ્યામભાઈ દુદકિયા, પ્રકાશભાઈ દુદકિયા, અરવિંદભાઈ ત્રેટીયા ઉપાધ્યક્ષ જગદીશભાઈ સોંડાગર, ટ્રસ્ટી દિનેશભાઈ ખંભાયતા, વિનયભાઈ તલસાણીયા, મુકેશભાઈ ભાડેશીયા જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્વીશઃ અભિજીત બગથરીયા)
(2:48 PM IST)










