<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

નરેન્‍દ્રભાઇના જન્‍મદિવસ નિમિતે રાજકોટ શહેર ભાજપના મહિલા મોરચા દ્વારા મહાઆરતી : તુલસીના રોપાનું વિતરણ

રાજકોટ : વિશ્વમાં ભારતને અનોખુ સ્‍થાન અપાવનારા દીર્ઘદ્રષ્‍ટા અને ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીજીના ૭૫માં જન્‍મ દિવસ અંતર્ગત દેશભરમાં સેવાકીય પખવાડીયું ઉજવાઇ રહ્યુ છે. શહેશ ભાજપ પ્રમુખ ડો. માધવ દવેના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડીયા, મહામંત્રી કિરણબેન હરસોડા, દેવીકાબેન રાવલની આગેવાની હેઠળ પંચનાથ મહાદેવ મંદિર ખાતે મહાઆરતી કરવામાં આવી હતી. તેમજ નરેન્‍દ્રભાઇની સુખાકારી અને દીર્ઘાયુષ માટે પ્રાર્થના કરાઇ હતી. કુમકુમ ગ્રુપના સહયોગથી ભાવિકોને તુલસીના રોપાનું પણ વિતરણ કરાયુ હતુ. આ પ્રસંગે ડો. માધવ દવે, ધારાસભ્‍ય શ્રી ઉદય કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, મેયર નયનાબેન પેઢડીયા, કુમકુમ ગ્રુપના મનોજભાઇ પટેલ, શહેર મહિલા મોરચા પ્રમુખ કિરણબેન માકડીયા, શહેર ઉપપ્રમુખ કાશ્‍મીરાબેન નથવાણી, પૂજાબેન પટેલ, શહેર ભાજપ મંત્રી શિલ્‍પાબેન જાવિયા, ઇલાબેન પડીયા, કોર્પોરેટર જયાબેન ડાંગર, દુર્ગાબા જાડેજા, મીનાબા જાડેજા, દક્ષાબેન વસાણી, દર્શનાબેન પંડયા, પ્રીતિબેન દોશી, કંકુબેન ઉઘરેજા, સોનલબેન સેલારા, જયોત્‍સનાબેન ટીલાળા, મિતલબેન લાઠીયા, રસીલાબેન સાકરીયા, મહિલા મોરચાના મહામંત્રી કિરણબેન હરસોડા, દેવિકાબેન રાવલ, મહિલા મોરચાના વૈશાલીબેન મહેતા, દક્ષાબેન વાઘેલા, દીપાબેન કાચા, સેજલબેન ચૌધરી સહીતના ઉપસ્‍થિત રહ્યા હતા. 

(2:48 PM IST)