<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

ક્લબ યુવીમાં નવરાત્રી પૂર્વ સંધ્યાઍ ૫ હજાર બહેનોનો ઉમા કળશ સાથે મહારાસ

નવી પરંપરાનું સર્જક કલબ યુવીમાં સંસ્‍કારી, સુરક્ષીત ભકિતસભર નવરાત્રીની તૈયારીઓને આખરી ઓપ પરંપરાગત દક્ષિણ ભારતીય શૈલીનું ૮૦ ફુટનું વિશાળ મા ઉમિયાનું મંદિરઃ ૪૦ ફુટ ના વિશાળ એન્‍ટ્રીમાં આદ્યશકિતના નવ સ્‍વરૂપને ઉજાગર કરતા નવ મંદિરો આકર્ષણ નું કેન્‍દ્ર મહેમાનો, ખેલૈયાઓ, દર્શકો માટે અલગ-અલગ રજવાડી ભવ્‍યાતિભવ્‍ય ગેઇટઃ અદ્યતન સિક્‍યોરીટીઃ ખેલૈયાઓને ઝુમાવવા માટે પ્રથમવાર ગાયક કલાકારો મેઇન સ્‍ટેજ તથા સેન્‍ટર સ્‍ટેજ પરથી પરફોર્મન્‍સ આપશે

રાજકોટઃ શહેરમાં ક્‍લબ યુવી નવરાત્રી મહોત્‍સવનું અલગ અંદાઝથી ભવ્‍યાતિભવ્‍ય, અદભુત આયોજન કરવામાં આવે છે, ૧૬ વર્ષની સફળતા બાદ શ્રી ઉમિયાધામ સિદસર પ્રેરીત ‘ક્‍લબ યુવી નવરાત્રી મહોત્‍સવ -૨૦૨પ' ની તડામાર તૈયારીઓ પૂર્ણતાના આરે છે. ૧૭માં વર્ષે ખેલૈયાઓ ટ્રેડીશ્નલ ડ્રેસમાં નવરાત્રી મહોત્‍સવ માણે તે માટે ઓનલાઈન રજીસ્‍ટ્રેશન શહેરમાં ન્‍યુ ૧૫૦ ફુટ રીંગ રોડ પર શિલ્‍પન સાગાની બાજુમાં, કોકોનેટ પાર્ટી પ્‍લોટની સામે વિશાળ મેદાનમાં સમગ્ર નવરાત્રી મહોત્‍સવ યોજાશે

અર્વાચીન રાસોત્‍સવ ક્ષેત્રે કંઇક નવું કરવાની નેમ સાથે સંપૂર્ણ પારીવારીક માહોલમાં નવરાત્રી રાસોત્‍સવમાં સૌરાષ્ટભરમાં મોખરાનું સ્‍થાન ધરાવતી કલબ યુવી દ્વારા રાજકોટના ન્‍યુ૧૫૦ ફુટ રીંગ રોડ પર કોકોનેટ પાર્ટી પ્‍લોટ સામે તા.૨૨-૦૯ થી ૦૧-૧૦ દરમ્‍યાન રાજકોટના આંગણે પારીવારીક માહોલમાં નવરાત્રી મહોત્‍સવની સમ્રગ પાટીદાર સમાજ દ્વારા એક પર્વ તરીકે ઉજવણી થશે.  સંસ્‍કારી સુરક્ષીત અને ભકિતસભર નવરાત્રી મહોત્‍સવની ભેટ આપનાર કલબ યુવી ખલૈયાઓની સાથો સાથ પરિવારના તમામ સભ્‍યો નવરાત્રી માણી શકે તેવા પારિવારીક માહોલનું સર્જક બન્‍યુ છે.  આધુનીક ટેકનોલોજીનો ઉપયોગ કરાશે સંપૂર્ણ સલામતી સાથે કોઇપણ સમાજની બહેન-દિકરી કલબ યુવીમાં ગરબા રમવા આવે ત્‍યારે માતા-પિતાને તેની ચિંતા રહેતી નથી આધુનીક ટેકનોલોજી ના ઉપયોગ દ્વારા ખૈલૈયાઓ માટે મોબાઈલ એપ દ્વારા રજીસ્‍ટ્રેશન દરમ્‍યાન ફરજીયાત આઇ.ડી. જોડવાનું રહે છે. ગ્રાઉન્‍ડ પર એન્‍ટ્રી સમયે ફેઈસ ડીટેકટર દ્વારા ચકાસણી, બારકોડ એન્‍ટ્રી પાસ બનાવાયા છે. જેના થકી ખેલૈયાઓ ગ્રાઉન્‍ડમાં એન્‍ટ્રી લેતા સમયે તથા ગ્રાઉન્‍ડની બહાર એકઝિટ થતા સમયે વાલીઓને મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે.

શ્રી ઉમિયાધામ સિદસર પ્રેરીત 'કલબ યુવી' નવરાત્રી મહોત્‍સવમાં એડવાઇઝરી ડાયરેકટર્સ તરીકે મૌલેશભાઈ ઉકાણી, સ્‍મિતભાઈ કનેરીયા, એમ.એમ.પટેલ, કાંતીભાઈ ઘેટીયા, કાર્યરત છે. ક્‍લબ યુવી ના બોર્ડ ઓફ ડાયરેકટરો બીપીનભાઈ બેરા, પ્રફુલભાઈ કાથરોટીયા, સુરેશભાઈ ઓગણજા, સંદીપભાઈ માકડીયા, નરેન્‍દ્રભાઈ ઘેટીયા, ડો. કલ્‍પેશભાઈ ઉકાણી, જીજ્ઞેશભાઈ આદ્રોજા, વિજયભાઈ ડઢાણીયા એ જણાવ્‍યુ હતુ કે, કલબ યુવી નવા રંગ રૂપ સાથે ‘‘ ડીઝીટલ યુવી'' બન્‍યુ બન્‍યુ છે. કલબ યુવી હમેંશા કંઇક નવું કરવા અને પરિવર્તનને સ્‍વીકારવા તત્‍પર રહયુ છે. આજના ડીઝટલ ટેકનોલોજીના સમયમાં કલબ યુવી ના નવરાત્રી ગ્રાઉન્‍ડમાં તમામ જગ્‍યાએ ડીજીટલ સ્‍ક્રિન લગાવવામાં આવશે. સ્‍પોન્‍સરોની જાહેરાત બેનર કે હોડીંગ્‍સ ને બદલે ડીજીટલ ક્રિન મારફતે પ્રસારીત કરવામાં આવશે.

વિશાળ ગ્રાઉન્‍ડ ૧,૪૦,૦૦૦ સ્‍કેવર ફુટ મેદાનમાં ૧૨ હજાર ખૈલૈયાઓ રમી શકે અને ૩૦ હજાર દર્શકો ની કેપેસીટી ધરાવતું સમથળ મેદાનમાં ટુ લેયર કારપેટ, મહેમાનો-આમંત્રીતો માટે ગેલેરી, સ્‍પોન્‍સરો માટે પેવોલીયન, આર્કષક લાઈટીંગ ટાવર તથા ગ્રાઉન્‍ડની મધ્‍યમાં પ૦ ફુટની એલ.ઈ.ડી. થી સજજ મિકસર સ્‍પેસ તેમજ સેન્‍ટર સ્‍ટેજની ફરતે પ ફુટનો વોક-વે પ્‍લેટફોર્મ બનાવાયો છે. જેમાં સિંગરો ખૈલૈયાઓ ની વચ્‍ચે રહી સંગીતનો સુર મીલાવશે. આ વોક-વે પ્‍લેટફોર્મમાં ૧૪૦ ફુટ ની હાઇટેક એલ.ઈ.ડી. મુકવામાં આવશે. સમગ્ર ગ્રાાઉન્‍ડમાં એકસમાન સુર-તાલ સંભળાય તેવી હાઇટેક વી ટી એકસ એ ૧૨ લાઇન એરર સાઉન્‍ડ સીસ્‍ટમ ખેલૈયાઓને ઝુમાવશે.

નવ નોરતાના નવ સ્‍વરૂપને ઉજાગર કરતા મંદિરોથી સજજ વિશાળ એન્‍ટ્રી

અર્વાચીન રાસોત્‍સવ ક્ષેત્રે કંઈક નોખુ અનોખું કરવાની નેમ ધરાવતા કલબ યુવી દ્વારા ગુજરાતમાં સૌપ્રથમ વાર રાસોત્‍સવના મેદાનમાં પ્રવેશ કરતા પહેલા આકર્ષક એન્‍ટ્રી ગેઈટ અને વિશાળ ૪૦ ફુટના એન્‍ટ્રી એરીયામાં આદ્યશક્‍તિ નવદુર્ગાના નવ સ્‍વરૂપોને ઉજાગર કરતા ભવ્‍ય મંદિરો ના નિર્માણ કરાયા છે. જેને જોતા જ દર્શકો ખલૈયાઓ આધ્‍યાત્‍મીક ઉર્જા અને ચેતનાનો આભાસ થશે. આદ્યશકિત મા ઉમિયાના નવ નોરતાના નવ સ્‍વરૂપો જેવા કે માતા શૈલપુત્રી, બ્રહમચારીણી, ચંદ્રધન્‍ટા, કૃષ્‍માણ્‍ડા, સ્‍કન્‍દમાતા, કાત્‍યાયની, કાલરાત્રી, મહાગૌરી, સિધ્‍ધીદાત્રી સ્‍વરૂપોની ઝાંખી કરાવતા મંદિરો એક અલૌકીક આધ્‍યાત્‍મીકતાનો અનુભવ કરાવશે. કલબ યુવીના નવરાત્રી ગ્રાઉન્‍ડ તથા આકર્ષક એન્‍ટ્રી તથા અન્‍ય થીમની સજાવટ ક્‍લબ યુવીના બીપીનભાઈ બેરાના માર્ગદર્શન હેઠળ ઝેડ ઇવેન્‍ટના ધર્મેશ મકાતી ની ટીમ દ્વારા થઇ રહયુ છે. કલબ યુવીની પરંપરા મુજબ હર વર્ષે રાસોત્‍સવના મેદાનમાં કડવા પાટીદાર કુળદેવી મા ઉમિયાનું ભવ્‍ય મંદિર બનાવાય છે. જેમાં દરરોજ આરતી પ્રજન-અર્ચન બાદ જ રાસોત્‍સવનો કરાય છે. કલબ યુવી દ્વારા આ વર્ષે દક્ષિણ ભારતીય મંદિર સ્‍થાપત્‍ય શૈલીમાં ૮૦ ફુટના વિશાળ પટ્ટાંગણ માં જગત જનની મા ઉમિયાનું ભવ્‍યાતિભવ્‍ય મંદિર બનાવાયું છે.

નવરાત્રીની પૂર્વ સંધ્‍યાએ ઉમા કળશ પૂજન, મહારાસ, મહાઆરતી

શ્રી ઉમિયાધામ સિદસર પ્રેરીત 'કલબ યુવી નવરાત્રી મહોત્‍સવ -૨૦૨પ' ના શુભારંભ માં નવરાત્રીની પૂર્વ સંધ્‍યાએ તા.૨૧ ને રવિવારે ઉમિયાધામ સિદસર મહિલા સંગઠન સમિતિ (સૌરાષ્ટ્ર ઝોન) ના સંયુકત ઉપક્રમે મા ઉમિયાની ભક્‍તિના પાવન પ્રસંગે સાથ-સહકારની અભિવ્‍યકિત રૂપે કલબ યુવીના ગ્રાઉન્‍ડમાં ઉમા કળશ મહારાસ, મહાઆરતી નું ભવ્‍ય-દિવ્‍ય આયોજન કરવામાં આવ્‍યુ છે. જેમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ૫ હજાર જેટલી બહેનો શિર પર કળશ લઇ મા ના સાનીધ્‍યમાં રાસની રમઝટ બોલાવશે આ પવિત્ર અવસરે રાજકોટ શહેરમાંથી ર૫૦૦, રાજકોટ જીલ્‍લામાંથી ૧૦૦૦, મોરબીના ૫૦૦ બહેનો ભાગ લેશે આ ઉપરાંત ગામેગામથી બહેનો જોડાશે.

ક્‍લબ યુવીના સમગ્ર આયોજનને સફળ બનાવવા કલબ યુવીની કમિટીના દિનેશભાઈ ચાપાણી, રજનીભાઈ ગોલ, રેનીસભાઈ માકડીયા, દિનેશભાઇ વિરમગામા, ચંદ્રેશભાઈ શીરા, જય કડીવાર, યોગેશભાઈ કાલરીયા, કિશન સીણોજીયા, રીકેન વાછાણી, કેવલ ખીરસરીયા, ધવલ ખાનપરા, ગોપીભાઈ ત્રાંબડીયા, અતુલભાઈ ભૂત, હર્પિતભાઈ કાવર, હસુભાઈ નાર, હરીભાઈ કલોલા, ચેતનભાઈ ભુત, વસંતભાઈ કનેરીયા, રવિભાઈ ચાંગેલા, મનીષ વાછાણી, ચંદુ ગોવાણી, પૂજન ઘોડાસરા, શૈલેષ ફળદુ, હર્ષિલ ખાચર, પરેશ ઉકાણી, પીયુષ સીતાપરા, રાજુ ધુલેશીયા, ગીરીશ વાછાણી, મનીષ ચનીયારા, નવિન કોરડીયા, ખુશાલ ઝાલાવડીયા, કેતન વડાલીયા, સંદીપ કાલરીયા, જય ઓગણજા, પ્રફુલ ખાનપરા, મિતુલ કોઠડીયા, હિતેન્‍દ્ર ઘેટીયા, વિમલ લાલાણી, રાકેશ દેસાઈ, ભરત ભલાણી, મનીષ સાપરીયા, મિલન સારણીયા, પ્રહલાદ વાછાણી, અશ્વિન બરોચીયા, રાજુ જીવાણી, સુરેશ બેરા, અશોક કણસાગરા, નીરવ ડેડકીયા, પાર્થ મકાતી, હિમાંશુ ઉજીયા, યોગેશ ભુવા, પારસ મકવાણા, રવિ અમૃતીયા, રાજુ ત્રાંબડીયા, કેતન પબાણી, વાસુ બેરા, વિકાસ વાછાણી, વિજેશ રોકડ, જીજ્ઞેશ કલોલા, ચીરાગ માકડીયા, રાજુ મારડીયા, કિર્તી સાવલીયા, રાજેશ હાંસલીયા, પીનલ ટીલવા, ભુપત જીવાણી, પ્રિતુલ ઉકાણી, વૈભવ ભુવા, મહેન્‍દ્ર હદવાણી, સુભાષ નવાપરીયા, રામ માટલીયા, પારસ ડેડકીયા, રજની ધમસાણીયા, કનક મેંદપરા, નિતીન મેંદપરા, કપિલ કાવર, હાર્દિક ઉજીયા, જય સામાણી, યુગ કણસાગરા, કેવીન ગામી, કુલદિપ સુતરીયા, હિરેન પાચાણી, રવિ દેસાઇ, વિસ્‍તૃત માકાસણા, પ્રફુલ દેત્રોજા, મનીષ કાલરીયા, જસ્‍મીન દેત્રોજા, દર્શન મોરી, પાર્થ કોરીંગા, ભરત દેત્રોજા, કલ્‍પેશ વાછાણી, જેકી પનારા, નીમીત હીંગરાજીયા, વિશાલ કાલરીયા, રસિક ખીરસરીયા, અશ્વિન ભાલોડીયા, કિશન વિરપરીયા, આંનદ માકડીયા, જીતેન્‍દ્ર ચનીયારા, રસીક દેથલીયા, હિતેન્‍દ્ર ચનીયારા, તુષાર વાછાણી, હર્ષ માકડીયા, રોનક ગડારા, જહેમત ઉઠાવી રહયા છે. તેમ કલબ યુવીના મિડીયા કોર્ડીનેટર રજની ગોલે જણાવ્‍યુ છે.(૪૦.૨૯)

 નવરાત્રી મહોત્‍સવમાં રાસોત્‍સવની સાથે ભકિતનું સમન્‍વય એટલે કલબ યુવીઃ મૌલેશભાઈ ઉકાણી

રાજકોટ તા.૧૯ અર્વાચીન રાસોત્‍સવ ક્ષેત્રે કલબ યુવી નવરાત્રી મહોત્‍સવનું નામ સતત ગુંજતુ રહે છે. સંસ્‍કારી સુરક્ષીત અને ભકિતસભર વાતાવરણ વચ્‍ચે કડવા પાટીદાર સમાજના ભાઈઓ બહેનો સમગ્ર પારીવારીક વાતાવરણ વચ્‍ચે મન મુકી નવરાત્રી મહોત્‍સવને માણી શકે તે માટે હર વર્ષે કંઇક નવું કરવાની પરંપરા એ કલબ યુવીની આગવી ઓળખ છે. કલબ યુવીના એડવાઇઝરી ડાયરેકટર અને ઉમિયાધામના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણીએ જણાવ્‍યુ હતુ કે અર્વાચીન રાસોત્‍સવની સાથોસાથ આપણા પ્રાચીન સંસ્‍કારો, પ્રાચીન ગરબાઓ, માતાજીના પૂજન અર્ચન માટે કલબ યુવીના પ્રારંભ થી જ રાસોત્‍સવના ગ્રાઉન્‍ડ પર કડવા પાટીદાર કુળદેવી મા ઉમિયાનું મંદિર બનાવાય છે. સમ્રગ નવરાત્રી મહોત્‍સવને ધર્મ સાથે જોડીને મહાઆરતી જેવા કાર્યકમો થકી નવરાત્રીની ઉજવણી કરાય છે. જેમાં દરરોજ પૂજન આરતી બાદ જ રાસોત્‍સવનો પ્રારંભ કરાય છે. ખેલૈયાઓ માટે ટ્રેડીશ્નલ પારંપારીક વષો તેમજ ટાઇટ સીકયોરીટીનું આયોજન અમલી બનવાય છે.

(2:51 PM IST)