News of Friday, 19th September 2025
કપાસીયા તેલ, મંચુરીયન, પનીર બટર મસાલા,પનીર તથા ગાયના દુધના નમુના લેવાયા
શહેરના ૮૦ ફુટ રોડ, કાલાવાડ રોડ, સોરઠીયા વાડી તથા કુવાડવા રોડ ખાતે ફુડ શાખા ત્રાટકી : રૈયા રોડ, કોઠારીયા રોડ તથા પુષ્કરધામ મેઇન રોડ વિસ્તારના ૨૬ ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્યાં ચેકીંગઃ ૬ ને લાઇસન્સ અંગે સૂચના

રાજકોટ તા.૧૯: મનપાની ફુડ શાખા દ્વારા શહેરભરમાં ખાદ્ય પદાર્થ ઉત્પાદકો- વિક્રેતાઓને ત્યાં ચેકીંગના ભાગરૂપે રૈયા રોડ, કોઠારીયા રોડ તથા પુષ્કરધામ મેઇન રોડ વિસ્તારના ૨૬ ધંધાર્થીઓનું ચેકીંગ કરી ૬ ને લાઇસન્સ અંગે સૂચના આપવામાં આવી હતી. જયારે પ સ્થળોએથી કપાસીયા તેલ, મંચુરીયન, પનીર બટર મસાલા, પનીર તથા ગાયના દુધના નમુના લેવામાં આવ્યા હતા.
મનપાની સતાવાર યાદી મુજબ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ગિરિરાજનગર મેઇન રોડ, આશિયાના આર્કેડ, રૈયા રોડ, રાજકોટ મુકામે આવેલ ‘બજરંગ વડાપાઉં' પેઢીની તપાસ કરતા સ્થળ પર યોગ્ય સ્ટોરેજ, હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવેલ.
જયારે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન વિવેકાનંદનગર-૦૯ મેઇન રોડ, કોઠારીયા રોડ, મુકામે આવેલ ‘‘શ્યામ ડેરી પ્રોડક્ટસ'' પેઢીની તપાસ કરતા સ્થળ પર યોગ્ય સ્ટોરેજ જાળવવા તથા લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવેલ.
ઉપરાંત ફૂડ વિભાગની ટીમ દ્વારા FSW વાન સાથે શહેરના પુષ્કરધામ મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાધ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ ૨૪ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૦૪ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ ૨૪ નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ.
ચકાસણી કરેલ ધંધાર્થીઓમાં માનવ મેડીસીન્સ, રિયલ સોડા પોઈન્ટ, ઓમપ્રકાશ પકોડી સેન્ટર તથા ગાંધી સોડા શોપને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.
પ નમુના લેવાયા
ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ -૨૦૦૬ હેઠળ કુલ ૦૫ નમૂના લેવામાં આવેલ. જેમાં અનમોલ સુપર રિફાઇન્ડ કપાસીયા તેલ (ફ્રોમ ૧૫ કેજી પેકટ ટીન) ગાયત્રી મદ્રાસ કાફે, તીર્થ એપાર્ટમેન્ટ. ગ્રા.ફ શોપ નં.૦૧ થી ૦૪, કાર્તિક પાર્ટી પ્લોટ, ૮૦ ફૂટ રોડ, જૂના મોરબી રોડ પાસે,મંચુરિયન (પ્રિપેર્ડ-લુઝ) તથા પનીર બટર મસાલા (પ્રિપેર્ડ સબ્જી- લુઝ) સ્થળ -જીલ પીઝા બફેટ રાજકોટ LLP., ગ્રીનફીલ્ડ રોડ, સરીતા વિહાર પાસે, કાલાવડ રોડ,પનીર (લુઝ) અજેન્દ્ર ડેરી ફાર્મ, ૮ સોરઠિયાવાડી, મહેશ સેલ્સની બાજુમાં તથા ગાયનું દૂધ (લુઝ) સ્થળ -ગોવિંદમ ડેરી ફાર્મ, શોપ નં.૦૫, શ્રી હરિદર્શન હાઇટ્સ, ૫૦ ફૂટ રોડ, ડી-માર્ટ પાછળ, કુવાડવા રોડ, ખાતેથી નમુના લેવાની કાર્યવાહી કરવામાં આવી હતી.(૨.૨૧)
(2:53 PM IST)










