<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

કાલે મનપાનું જનરલ બોર્ડઃ તંદુરસ્‍ત ચર્ચા થશે કે હો...હા...દેકારો...

ભાજપે હંમેશાની જેમ પ્રજાહિતની ચિંતાના બદલે ચીલાચાલુ પ્રશ્નો પુછયાઃ જયારે કોંગ્રેસે રોડ-રસ્‍તા,કૌભાંડની માહિતી સહિતના પ્રશ્ન રજુ કર્યા : નગરસેવકોના ર૦ તથા કોંગ્રેસના ૪ કોર્પોરેટરોએ ૧ર સહિત કુલ ૩ર પ્રશ્નો રજુ કર્યાઃ ભાજપના કોર્પોરેટર વર્ષાબેન રાણપરાના પ્રથમ પ્રશ્નથી ચર્ચાનો થશે પ્રારંભ

 

રાજકોટ, તા. ,૧૯ : મ્‍યુનિ. કોર્પોરેશનની દ્વિમાસીક સામાન્‍ય સભા આવતીકાલે તા. ૨૦ના શનીવારે સવારે ૧૧ કલાકે બોલાવવા મેયર નયનાબેન પેઢડિયાએ ગત સપ્તાહે એજન્‍ડા બહાર પાડયો હતો. આ બોર્ડમાં કોંગ્રેસના સભ્‍યાએ રોડ,રસ્‍તા,સહિતના પ્રશ્રો પુછયા છે. જયારે ભાજપના નગરસેવકોએ રાબેતા મુજબના વેરાની આવક, નવા ભળેલા વિસ્‍તારોમાં કામગીરી,  વગેરે સામાન્‍ય પ્રશ્ર રજુ કર્યા છે.

આવતીકાલે ૨૦મીએ મળનાર સભામાં ભાજપ અને કોંગ્રેસના ૧૭ નગરસેવકો દ્વારા ૩૨ પ્રશ્ર રજૂ કરવામાં આવ્‍યા છે.  જેમાં પ્રથમ ભાજપના વોર્ડ નં. ૧૪ ના કોર્પોરેટર  વર્ષાબેનના રાજકોટ મહાનગર પાલીકાને છેલ્લા ર વર્ષમાં સ્‍વચ્‍છ ભારત મીશન અંતર્ગત કેટલી ગ્રાંટ મળેલ છે અને આ ગ્રાંટમાંથી કયા કયા કામો હાથ ધરવામાં આવેલ છે?

શહેરમાં નિયમીત પાણી વિતરણ માટે વોટર વર્કસ પ્રોજેકટ શાખા દ્વારા ચાલુ વર્ષ દરમ્‍યાન કયા કયા પ્રોજેકટસના કામો હાથ ધરવામાં આવનાર છે? સહીતના પ્રશ્નથી ચર્ચાનો પ્રારંભ થશે.

જયારે બીજો પ્રશ્નો વોર્ડ નં. ૬ ના ભાજપના કોર્પોરેટર પરેશ પીપળીયા દ્વારા  રાજકોટ મહાનગર પાલીકા પ્રોજેકટ શાખા દ્વારા કેન્‍દ્ર સરકાર તથા રાજય સરકારની કઇ કઇ યોજનાઓની અમલવારી કરવાની કામગીરી કરે છે?

મહાનગરપાલીકા વેરા વસુલાત શાખાને ચાલુ વર્ષ દરમ્‍યાન અમલમાં મુકેલ અલી બર્ડ ડિસ્‍કાઉન્‍ટ સ્‍કીમ હેઠળ વોર્ડ વાઇઝ કેટલા કરદાતાઓએ મિલ્‍કત વેરો ભરપાઇ કરેલ છે અને કેટલી આવક થયેલ છે? સહીતના પ્રશ્નો રજુ કરવામાં આવ્‍યા છે.

૧૬ દરખાસ્‍તોનો થશે નિર્ણય

આવતીકાલના જનરલ બોર્ડમાં શહેરના વિવિધ વિસ્‍તારના ૧ર રસ્‍તા, ચોકના રતન તાતા, સીંદુર ચોક વગેરે નવા નામકરણ કરવા, મહાનગરપાલિકાની મિલકતવેરા તથા પાણી ચાર્જ પેટેની લેણી નીકળતી રકમ સહેલાઇથી મળી રહે તેમજ વધુમાં વધુ મિલકતધારકો સમયાંતરે એડવાન્‍સમાં વેરો ભરવા પ્રોત્‍સાહિત થાય તે માટે One Time Installment scheme  વિશેષ લંબાવવા,રાજકોટ મહાનગરપાણિકાના સંકલ કરવાના માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્‍ડ કોમર્શિયલ હેતુ માટે ભાડે આપવા  સહિતની ૧૬  દરખાસ્‍તો અંગે નિર્ણય કરવામાં આવશે.(૨.૨૦)

(3:04 PM IST)