<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

લાઇફ લેડીઝ કલબ અને જલારામ સત્‍સંગ મંડળ દ્વારા મંગળવારે નવદુર્ગા સમાન દીકરીઓનો સન્‍માન સમારોહ

 

રાજકોટ તા. ૧૯ : લાઇફ લેડીઝ કલબ અને જલારામ સત્‍સંગ મંડળ દ્વારા તા. ૨૩ ના નવદુર્ગા સન્‍માન સમારોહનું આયોજન કરાયુ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા લાઇફ લેડીઝ કલબના બહેનોએ જણાવ્‍યુ હતુ કે તા. ૨૩ ના ભારત સેવક સમાજ હોલ, બાલભવન ગેઇટ નં. ૫ ખાતે આયોજીત આ સન્‍માન સમારોહ દરમિયાન ૧૩ નવદુર્ગા સમાન દીકરીઓનું અદકેરૂ સન્‍માન કરાશે.

આ સન્‍માન માટે ૧૮થી ૨૦ વર્ષની વયની એવી દીકરીઓની પસંદગી ઉતરાવમાં આવી છે. જેઓ અભ્‍યાસ કરવા સાથે સાથે કઇક નાના મોટા ટેલેન્‍ટવાળા કામો કરીને ઘર પરિવારને આર્થિક મદદરૂપ પણ બને છે. માતા પિતાને ઘર ચલાવવામાં મદદરૂપ બનતી આવી દીકરીઓને આ સંસ્‍થા દ્વારા કરીયાવરમાં ઉપયોગી થઇ શકે તેવી ૨૫ થી વધુ વસ્‍તુઓ આપી સન્‍માન કરાશે.

સન્‍માન સમારોહમાં મહેમાન તરીકે મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્‍ય ડો. દર્શિતાબેન શાહ, બોલબાલા ટ્રસ્‍ટના જયેશભાઇ ઉપાધ્‍યાય, સમાજ સેવા કેન્‍દ્રના સોનલબેન ડાંગરીયા, ભાજપ અગ્રણી કાશ્‍મીરાબેન નથવાણી ઉપસ્‍થિત રહેશે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા લાઇફ લેડીઝ કલબના સંચાલક જયોતિબેન સેતા (મો.૯૮૨૫૮ ૮૪૧૯૪), સહયોગી કમીટીના મિતલબેન ચગ (મો.૯૪૦૮૭ ૫૧૧૯૫), ઇલાબેન પંડયા, જાનવીબેન જાગી નજરે પડે છે.  (તસ્‍વીર : અભિજીત બથગરીયા)

(3:00 PM IST)