News of Friday, 19th September 2025
સહિયર સિલ્વર જ્યુબીલિઃ અદ્ભુત, અભૂતપૂર્વ સેટ અપ સાથે સહિયરના નવા સ્વરૂપ રાજકોટને યાદગાર નવરાત્રી આપતા સુરેન્દ્રસિંહ વાળા વચનબધ્ધ
ખેલૈયાઓને થીરકવા મજબૂર કરી દયે તવી હાઈટેક સાઉન્ડ સિસ્ટમ્સઃ હાઈટેક સ્ટેજ આકાર લઈ રહ્યું છે

રાજકોટઃ શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ પર વર્ષ ૨૦૨૫ને યાદગાર બનાવવા સહિયર રાસોત્સવ નવા રંગ રૂપ સાથે સજ્જ થઈ રહ્યું છે.
સહિયરના પ્રાંગણમાં પ્રવેશ કરતા જ એક અલૌકિક વાતાવરણમાં પ્રવેશનો અનુભવ થશે. તેવા આગમન દ્વાર થી શરૂ કરી વિશાળ પ્લે ગ્રાઉન્ડ પર આ વર્ષે ખેલૈયાઓ મન મુકીને રમી શકે તેવી વ્યવસ્થા સજ્જ થઈ રહી છે.
દિવસના અજવાળા જેવી ફલડ લાઈટીંગ સાથે ફૂલ ફીનીશ્ડ ફલોરીંગ માત્ર સહિયર મા જ જોવા મળે છે.
ખેલૈયાઓને થીરકવા માટે મજબુર કરી દે તેવી હાઈટેક સાઉન્ડ સીસ્ટમ ગણેશ સાઉન્ડ આખુ ગ્રાઉન્ડ ગજવશે. તાલ થી જમાવટ દર વર્ષે કરા વિખ્યાત ડ્રમર હિતેશ ઢાકેચા તથા દર્શન ઢાકેચા ફરી એક વાર ‘‘ઉડે તોજ હા'' મોજ ની સાથે ગરબે રમાડશે. રવિ ઢાકેચા-સાગર-રવિના સથવારે સુમધુર સંગીત પીરસાશે.
ખેલૈયાઓની વર્ષોથી પહેલી પસંદ જેવા ગરબા કિંગ રાહુલ મહેતા- લોકગાયીકા અપેક્ષા પંડયા તથા બોલીવુડ સીકવન્સમાં તેજસ શિશાંગીયા જીલ એન્ટરટેનમેન્ટ સંગીત ગ્રુપ સાથે જમાવટ કરશે.
સમગ્ર રાજકોટના આકર્ષણનું કેન્દ્ર બને તેવુ હાઈટેક સ્ટેજ સહિયર આકાર લઈ રહ્યું છે. સહિયરનું ૨૫મું વર્ષ સમગ્ર રાજકોટને યાદગાર બની રહે તે માટે ચેરમેન શ્રી સુરેન્દ્રસિંહ વાળા તથા આયોજકોની ટીમ સહિયરના વાઈસ પ્રેસિડેન્ટ શ્રી ચંદુભા પરમાર, સેકેટરી શ્રી યશપાલસિંહ જાડેજા, કૃષ્ણસિંહ જાડેજા, વિજયસિંહ ઝાલા, પ્રકાશ કણસાગરા, જયદીપ રેણુકા, ધૈર્ય પારેખ, સમ્રાટ ઉદેશી, કૃણાલ મણિયાર પિયુષ રૈયાણી રવિરાજસિંહ જાડેજા કરણ આડતિયા અભિષેક અઢિયા પ્રતિક જટાણિયા હિરેન ચંદારાણા ધવલ નથવાણી રાજવીરસિંહ ઝાલા દિપકસિંહ જાડેજા નીરવ પોપટ દિવ્યરાજસિંહ જાડેજા આકાશ કથરાણિ અનીશ સોની અભિષેક શુક્લા મામા સરકાર રૂપેશ દત્તાણિ નરેન્દ્રસિંહ જાડેજા વજુભાઇ ઠુમ્મર જતીન અડેસરા યુવરાજસિંહ ચુડાસમા શૈલેષ ખખ્ખર નિલેશ તુરખીયા ધર્મેશ રામાણી મીત વેડિયા મનસુખ ડોડીયા સુનિલ પટેલ અહેમદ સાંધ શૈલેષ પંડ્યા રવિભાઈ આડેસરા તિર્થરાજસિંહ ગોહિલ ઇન્દ્રવિજયસિંહ રાણા જહેમત ઉઠાવી રહ્યા છે.
પાસ માટે સંપર્કઃ સહિયર ક્લબ, ૩૧૨, સિલ્વર ચેમ્બર, ટાગોર રોડ, અતુલ મોટર્સની સામે, રાજકોટ. (મો.૮૯૮૦૦ ૨૧૩૨૧)
પાસ માટે
સહિયર ક્લબ, ૩૧૨, સિલ્વર ચેમ્બર, ટાગોર રોડ, અતુલ મોટર્સની સામે, રાજકોટ. (મો.૮૯૮૦૦ ૨૧૩૨૧)
(3:53 PM IST)










