News of Friday, 19th September 2025
અગ્રવાલ સમાજ દ્વારા સોમવારે ભવ્ય શોભાયાત્રા
શ્રી અગ્રસેનજી મહારાજની જન્મ જયંતિ નિમિતે આયોજન : હાઉસ ગેઇમ અને દાંડીયા રાસના કાર્યક્રમો

રાજકોટ તા. ૧૯ : ભગવાન શ્રી રામના વંશજ અને અમર પૂર્વજ મહારાજા શ્રી અગ્રસેનજીની જન્મ જયંતિ ધામધૂમથી ઉજવવા અગ્રવાલ સમાજ રાજકોટ દ્વારા આયોજન કરાયુ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા અગ્રવાલ સમાજના આગેવાનોએ જણાવ્યુ હતુ કે અગ્રાસેનજી મહારાજની ૫૧૭૯મી જન્મ જયંતિ નિમિતે તા. ૨૨ ના સોમવારે રાજકોટમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયુ છે. જે સાંજે પ વાગ્યે નક્ષત્ર-૮, સાધુવાસવાણી રોડ ખાતેથી પ્રારંભ થઇ નિરધારીત રૂટ પર ફરશે. બાદમાં છેલ્લે રૈયા રોડ થઇ હોટલ પાસ્તા ખાતે વિરામ લેશે. આ રથયાત્રામાં અગ્રસેન મહારાજનો મુખ્ય રથ ઉપરાંત ધ્વજાજીને મોખરે રાખવામાં આવશે.
અગ્રવાલ સમાજ માટે હાઉસ ગેઇમ કપલ, બાળકો માટે દાંડીયા રાસ સ્પર્ધા સહીતના આયોજનો કરાયા છે.
રાજકોટમાં ૨૦૦ જેટલા અગ્રવાલ પરિવારો છે. જેમના દ્વારા આ ઉજવણી કરવામાં આવે છે. વધુ વિગતો માટે અગ્રવાલ સમાજના પ્રમુખ વિજય ગર્ગ (મો.૭૪૦૫૪ ૫૩૮૬૫), સેક્રેટરી વિકાસ સગતાની (મો.૮૫૨૭૭ ૪૮૬૨૦), અર્જુન અગ્રવાલ (મો.૯૪૨૬૯ ૫૨૯૬૩), અશોક અગ્રવાલ (મો.૮૮૮૮૫ ૧૫૯૨૫)નો સંપર્ક કરવા જણાવાયુ છે.
તસ્વીરમાં ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ સમક્ષ અગ્રસેનજી જન્મ જયંતિ નિમિતે યોજાયેલ રથયાત્રા સહીતના કાર્યક્રમોની વિગતો વર્ણવતા અગ્રવાલ સમાજ રાજકોટના આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:52 PM IST)










