News of Friday, 19th September 2025
વાવડી વિસ્તારમાં આરોગ્ય કેન્દ્ર વોર્ડ ઓફીસનું નિર્માણ થશેઃ કામનો પ્રારંભ
રૂા. ૬.૯ર કરોડનો ખર્ચ : મંત્રી બાબરીયાના હસ્તે ખાતમુહુર્ત

રાજકોટ, તા., ૧૯ : મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૧૨માં ટી.પી.સ્કીમ નં.૧૪ (વાવડી), એફ.પી.નં.૩૧(એચ.)માં કુલ રૂ.૬.૯૨ કરોડના ખર્ચે વોર્ડ ઓફીસ તથા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવાના કામનું ખાતમુહૂર્ત શ્રીમતી ભાનુબેન બાબરીયા હસ્તે કરવામાં આવ્યું. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેલ.
આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ડો. દર્શિતાબેન શાહ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવભાઈ દવે, શહેર ભાજપ ઉપપ્રમુખ રાજદિપસિંહ જાડેજા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ,શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયા, પૂર્વ મેયર ડો.પ્રદીપભાઈ ડવ, એસ્ટેટ મેનેજમેન્ટ સમિતિ ચેરમેન અને કોર્પોરેટર મગનભાઈ સોરઠીયા, મિત્તલબેન લાઠીયા, વોર્ડ પ્રભારી નરશીભાઈ કાકડિયા, પ્રમુખ જયેશભાઈ પંડ્યા, મહામંત્રી ધીરજભાઈ મૂંગરા, મહેશભાઈ ભરડવા, કિશનભાઈ ટીલવા, મહામંત્રી મહિલા મોરચા રાજકોટ કિરણબેન હરસોડા,દશુભા જાડેજા, યોગરાજસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, રાજભા જાડેજા, સિદ્ધરાજસિંહ જાડેજા, ચેતનભાઈ હીરપરા, પરસોતમભાઈ રાઠોડ, પ્રતાપભાઈ વ્યાસ, ગીતાબેન શિશાંગીયા, મહેશભાઈ અવાડીયા, આશિફભાઈ, અલ્પાબેન જાદવ, રશ્મીબેન પટેલ, કનકબા ડાભી, જય રાઠોડ, અલ્પેશભાઈ રવૈયા, મૌલિકભાઈ દેલવાડીયા, વિમલ રાદડીયા, તુષારભાઈ ઉદેશી, પરેશ રાદડીયા, વિરલ રાઠોડ, શોભનાબેન અકબરી, સંગીતાબેન ડોબરીયા, હિમાંશુભાઈ વડાલિયા, રાજકોટ મહાનગરપાલિકાના સહાયક કમિશનર દિપેન ડોડીયા, સિટી એન્જી. કુંતેશ મહેતા, મેનેજર અને પી.એસ.ટુ મેયર વિપુલ ધોણીયા, મેનેજર મનીષ વોરા, મયુર ખીમસુરીયા, અનિરુધ્ધ સિસોદીયા વગેરે ઉપસ્થિત રહેલ હતા.
આ કાર્યક્રમ દરમ્યાન રાજ્યના કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા અને ઉપસ્થિત સૌ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવેલ. ઉપસ્થિત સૌ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર દ્વારા કરવામાં આવેલ. ઉપસ્થિત સૌ મહાનુભાવોનું પુષ્પ ગુચ્છથી સ્વાગત કોર્પોરેટર મિતલબેન લાઠીયા અને મગનભાઇ સોરઠીયા દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમના અંતે એસ્ટેટ મેનેજમેન્ટ સમિતિ ચેરમેન મગનભાઈ સોરઠીયા દ્વારા આભાર વિધિ કરવામાં આવેલ.
(3:24 PM IST)










