<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

રવિવારે અકિલા રઘુવંશી બીટસ દ્વારા વેલકમ નવરાત્રિ

સીઝન પાસ લેનારને વેલકમ નવરાત્રિનો પાસ અપાશેઃ સાધુ વાસવાણી રોડ ખાતે રઘુકુળ યુવા ગ્રુપ દ્વારા રાસોત્‍સવની અપાતો આખરી ઓપઃ ડેઇલી પાસની વ્‍યવસ્‍થા

રાજકોટઃ સતત દસમાં વર્ષે રઘુકુળ યુવા ગ્રુપ દ્વારા લોહાણા સમાજ માટે તા.૨૨/૦૯ થી તા.૦૧/૧૦ સુધી અકિલા- રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્‍સવ-૨૦૨૫નું સાધુ વાસવાણી રોડ પર ભવ્‍ય આયોજન કરાયુ છે. રેડીયો પાર્ટનર તરીકે રાજકોટ જોડાયા છે. સીઝન પાસ લેનારને વેલકમ નવરાત્રિ નો પાસ ફ્રી આપવામાં આવશે

રવિવારે રઘુકુળ યુવા ગ્રુપ દ્વારા પેલેસ સામે, સાધુ વાસવાણી રોડ, ખાતે વેલકમ નવરાત્રિનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે.

 સ્‍થળઃ સાધુ વાસવાણી રોડ, સ્‍થાનમાં નંબર-૧ ના સરતાજ સાથે શહેરની મધ્‍યમાં, વિશાળ ગ્રાઉન્‍ડમાં, અનોખા અંદાજ સાથે ધૂમ મચાવશે રાસ-રસીયાંઓ ગરબે ઝૂમવવા.  સુપ્રસિધ્‍ધ ગાયક કલાકારો તથા તેમની ટીમ, જાણીતા ઓરકેસ્‍ટ્રાના સથવારે ખૈલેયાઓને મનમૂકીને ઝૂમવા મજબુર કરશે. આ મહોત્‍સવની ખેલૈયાઓ કાગડોળે રાહ જોઈ રહયાં છે તેવા રાસોત્‍સવમાં આ વર્ષે વિવિધ આર્કષણો સાથે પારીવારીક માહોલમાં ખૈલૈયાઓ મનમૂકીને ઝુમશે. વક્રતુંડ મહાકાય સુર્યકોટી સમપ્રભ શુભમ કરોતું કલ્‍યાણમની પ્રાર્થના સાથે આ રાસોત્‍સવની શરૂઆત થશે.(૩૮.૩૯)

(3:47 PM IST)