<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th September 2025

કોઠારીયા રોડ નવદુર્ગા ગરબી મંડળની બાળાઓ અકિલાના આંગણે

મહીસાસુર રાસ, મા ખોડીયારનો પ્રાગટય રાસ ભારે વિખ્‍યાતઃ બાળાઓને ચણીયાચોલી નીશુલ્‍ક અપાય છે

રાજકોટઃ જય મા મોગલ... જય સોનલ મા.. નવદુર્ગા ગરબી મંડળ (કોઠારીયા રોડ, વિનોદનગર, જડેશ્‍વર મહાદેવ)ની બાળાઓએ અકિલાના આંગણે પગલા કર્યા હતા. અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાને તિલક કર્યુ હતું.

વિનોદનગરના ઓબીસીના ચેરમેન એવા નરેશભાઈ ગઢવી કે જેઓ આજ ૪૦ વર્ષથી નવદુર્ગા ગરબી મંડળમાં નિસ્‍વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે. બાળાઓની કોઈ જ ફી લેવામાં આવતી નથી તથા બાળાઓને નવે નવ દીવસના ચણીયાચોળી-ર્આોમેન્‍ટ્‍સ પણ ફ્રી માં આપવામાં આવે છે. બાળાઓને અવનવી લાણી પણ આપવામાં આવે છે. અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાનો ગરબી મંડળ ખુબ જ મહત્‍વનો ફાળો રહેલ છે. આ ગરબી મંડ/માં અવનવા પ્રાચીન ગરબાઓ રજુ કરવામાં આવે છે. એમાંય ખાસ કરીને મોગલ છેડતા કાળો નાગ, મહીસાસુર રાસ, માં ખોડીયારમા નો પ્રાગટય રાસ આવા અવનવા રાસ રજુ કરવામાં આવે છે. આ ગરબી મંડળમાં યુટયુબના ફેમસ કલાકાર રૂપલબેન સોની કે જેઓ કોમેડી આર્ટીસ્‍ટ તથા સિંગર છે. તેઓ પણ અહીંયા બાળાઓને પ્રેકટિસ આપી રહ્યા છે. તથા કૈલાશબેન વ્‍યાસ, કાવ્‍યા રાજપરા, ઓરગન પ્‍લેયર, ભરતભાઈ પટેલ તથા પેડ માસ્‍ટર દેવભાઈ, સિંગર શાદુલભાઈ ભરવાડ, રૂપલબેન સોની જગેરેનો અમુલ્‍ય ફાળો તથા કોરીયોગ્રાફર ટીચર એવા લીનાબેન શાહનો પણ ફાળો રહેલ હોવાનું જણાવાયું છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(2:01 PM IST)