તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 20th September 2025
નરેન્દ્રભાઈ વર્ચ્યુઅલ માધ્યમથી રાજકોટ જીલ્લાના ૨૦૦ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે

રાજકોટ, તા.૨૦: દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી આજ રોજ ભાવનગર જિલ્લાની મુલાકાતે છે ત્યારે તેમના હસ્તે રાજકોટ જિલ્લાને રૂ.૨૦૦ કરોડથી વધુ રકમના વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ મળવા જઇ રહી છે. પીજીવીસીએલ અંતર્ગત પી.એમ. કુસુમ કમ્પોનન્ટ-સી ફીડર લેવલ સોલરાઈઝેશન યોજના હેઠળ ૩૨૩ મેગાવોટ ક્ષમતાના કુલ ૧૧૯ પ્લાન્ટ કાર્યવિન્ત કરેલ છે, જેનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત વડાપ્રધાન શ્રીના હસ્તે થશે.
રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના ખજૂરડા ગામે સબ સ્ટેશન ૬૬ કે.વી. ખજૂરડા સબ સ્ટેશન એસ પી.જી. દ્વારા ૩ મેગાવોટનો પ્લાન્ટ સ્થાપવામાં આવશે. રાજકોટ ગ્રામ્ય વર્તુળ કચેરી હેઠળ કુલ ૨૦ પ્લાન્ટ્સ કમિશન થયેલ છે જેની કુલ ક્ષમતા ૫૧ મેગાવોટ અને આ પ્રોજેકટનો અંદાજિત ખર્ચ ૨૦૦ કરોડ છે.
(11:38 AM IST)










