હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મવડી ચોકડીએ એટીએમમાં પટ્ટી ચોંટાડી ગઠીયો છેતરપીંડી કરી રૂપિયા ઉપાડી ગયો
પૈસા નીકળે એ જગ્યાએ પટ્ટી લગાડી હોઇ મહિલાએ પ્રોસેસ કરતાં તેમને પૈસા ન મળતાં તે નીકળી ગયાઃ પછી ગઠીયાએ આવી પટ્ટી હટાવી રોકડ લઇ લીધીઃ માલવીયાનગર પોલીસે સીસીટીવીને આધારે સકંજામાં લેવા તજવીજ કરી

રાજકોટ તા. ૨૦: શહેરમાં મવડી ચોકડી પાસે આવેલી ઉજ્જીવન સ્મોલ ફાયનાન્સ બેંકના બહારના ભાગે આવેલા એટીએમમાં એક ગઠીયો મશીનમાં રૂપિયા જ્યાંથી નીકળે છે તે જગ્યાએ પટ્ટી લગાવી ઠગાઇ કરી રૂપિયા ઉપાડી લેતો સીસીટીવી કેમેરામાં કેદ થતાં પોલીસે તેને સકંજામાં લેવા તજવીજ આદરી છે.
માલવીયાનગર પોલીસે આ અંગે યુનિવર્સિટી રોડ જલારામ-૧ સંગાથ એપાર્ટમેન્ટ ફલેટ નં. ૭૦૧માં રહેતાં શરદભાઇ કિશોરભાઇ ભટ્ટ (ઉ.વ.૪૦)ની ફરિયાદ પરથી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.શરદભાઇ ભટ્ટ મવડી ચોકડી ઇન્દ્રપ્રસ્થ હોલ પાસે આવેલા ઉજ્જીવન સ્મોલ ફાયનાન્સ બેંકમાં ત્રણ મહિનાથી નોકરી કરે છે. તેણે જણાવ્યું છે કે બેંકમાં પચાસ કર્મચારીઓ નોકરી કરે છે. બાજુમાં જ અમારી બેંકનું એટીએમ આવેલુ છે. અમારા કસ્ટમર કેરમાં કોઇ ગ્રાહક ફરિયાદ કરે તો તે પુણે જાય છે અને ત્યાંથી બેંકના જે તે વિભાગને ઇ-મેઇલથી આ ફરિયાદની જાણ કરવામાં આવે છે. ગત ૯/૯ના રોજ હું બેંક ખાતે હતો ત્યારે બેંકના વિજીલન્સ વિભાગના તરૂણ ભાઇએ આવીને કહેલુ કે આપણા એટીએમમાં ફ્રોડની ફરિયાદ આવી છે.
જેથી મેં અને તરૂણભાઇએ સીસીટીવી કેમેરા ચેક કરતાં તા. ૫/૯ના સાંજે ૮:૨૦ મિનીટે એક શખ્સ એટીએમમાં આવી પેન્ટના ખિસ્સામાંથી એક પટ્ટી કાઢી એટીએમ મશીનમાં રૂપિયા બહાર આવે છે તે જગ્યાએ ચોંટાડતો દેખાયો હતો. એ પછી તે નીકળી ગયો હતો અને એક બહેન આવ્યા હતાં. તેણે એટીએમમાં પ્રોસેસ કરેલુ પણ તેમને પૈસા મળ્યા નહોતાં. આથી તે જતાં રહ્યા હતાં. બાદમાં પટ્ટી લગાડનારો શખ્સ બીજા દિવસે સવારે ૫:૪૪ કલાકે ફરીથી આવી પટ્ટી હટાવી તેમાંથી રૂા. ૧૫૦૦ કાઢીને જતો રહેતો દેખાયો હતો. આ બાબતે અમે અધિકારીને જાણ કર્યા બાદ ફરિયાદ નોંધાવી હતી. પીએસઆઇ ડી. એસ. ગજેરાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે










