News of Saturday, 20th September 2025
નવરાત્રી પૂર્વે ગરબા અને શણગાર આર્ટીકલોની પૂરજોશમાં ખરીદી

રાજકોટ : સોમવારથી આસો નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે ગરબી મંડળો ઉપરાંત ઘરે ઘરે ગરબાની પધરામણી કરી શક્તિ આરાધના કરવામાં આવશે. આ માટે કલાત્મક સુશોભિત ગરબા તેમજ માતાજીના સ્થાપન સ્થળને પણ શણગારવા વિવિધ આર્ટીકલોની ખરીદી બજારમાં ચાલુ થઇ ગઇ છે. આર્ટીફીશ્યલ ફુલોના હાર તેમજ ચુંદડીની અવનવી આઇટેમો ઉપલબ્ધ બની છે. તસ્વીરમાં હોંશે હોંશે ખરીદી કરતા ભાવિકજનો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(3:14 PM IST)










