<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th September 2025

‘અબતક-સુરભી' મીરચી રોક એન્‍ડ ઢોલનું રિહર્સલમાં ખેલૈયાઓનો જબ્‍બર ઉત્‍સાહ

ગરબાની ધૂમ સાથે પરંપરા, આધુનિકતા અને સુરક્ષાનો અજોડ મેળાપ : મ્રિદુલ ઘોષ અને માર્ગી પટેલના સુરીલા સ્‍વરથી ગુંજયુ ઇન્‍ટરનેશનલ માધવરાવ સિંધિયા સ્‍ટેડિયમઃ વિશાળ મેદાન, હાઇ-ફાઇ સાઉન્‍ડ અને ધમાકેદાર લાઇટિંગ સાથે રંગીન શરૂઆત

રાજકોટઃ અબતક સુરભી રાસોત્‍સવ'' માં ગઈકાલે સ્‍ટેડિયમ જબ્‍બર ઉત્‍સાહ અને રંગીનતાથી ઝૂમ્‍યું, જ્‍યારે ખેલૈયાઓએ નિશુલ્‍ક વન-ડે ડેમોમાં મન મુકીને ગરબા રમ્‍યો. ૧૮ વર્ષથી રેસકોર્સ ગ્રાઉન્‍ડમાં આયોજિત આ મહોત્‍સવ હવે માધવરાવ સિંધિયા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્‍ટેડિયમમાં આયોજિત થયો છે, જે ખેલૈયાઓ માટે પહેલું એવો અનુભવ છે કે મોટા મેદાનમાં પરંપરા અને આધુનિકતાનું અદ્દભુત સંગમ જોવા મળશે.

અદ્યતન હાઇ-ફાઇ સાઉન્‍ડ સિસ્‍ટમ, ધમાકેદાર લાઇટિંગ, અલ્‍ટ્રા-મોડર્ન ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ્‍સ અને વિશ્વસ્‍તરીય ઓર્કેસ્‍ટ્રા સાથે ખેલૈયાઓ સંગીત અને નૃત્‍યનો મોજમસ્‍તીભર્યો અનુભવ માણતા રહ્યા. પ્રખ્‍યાત ગાયિકા મ્રિદુલ ઘોષ અને માર્ગી પટેલની જોડી છલડા, ડાકલા, ભક્‍તિગીતો અને આધુનિક ગરબાના તાલે સ્‍ટેજ અને મેદાન ઝૂમ્‍યા.

વિશાળ અને સમતળ ગાલીચા જેવું ગ્રાઉન્‍ડમેદાન, પાર્કિંગ, શુદ્ધ પાણી, સુવિધાસભરિત બેઠક વ્‍યવસ્‍થા અને જડબેસલાક સુરક્ષા વ્‍યવસ્‍થા સાથે દરેક ખેલૈયા માટે સુખાકારી સુનિヘતિ કરવામાં આવી હતી. પાન-માવા-ફાંકી પર પ્રતિબંધ અને કડક સુરક્ષા વ્‍યવસ્‍થા સાથે મહોત્‍સવ  માટે સંપૂર્ણ સુરક્ષિત રીતે આયોજિત છે. આ  માત્ર રિહર્સલ નથી, પણ મુખ્‍ય મહોત્‍સવ માટે એક ઝલક છે, જ્‍યાં ખેલૈયાઓના ઉત્‍સાહ, તેમના તાળમેળ અને જબરો પ્રતિસાદે સ્‍ટેડિયમ ધૂમધામથી જીવંત બની ગયું. ખેલૈયાઓએ પરંપરા અને આધુનિકતાનું અનોખું સંગમ માણી, ગરબા રમતા ગૌરવ અને આનંદ અનુભવ્‍યો.

આ મહોત્‍સવ આયોજક અબ તકના મેનેજિંગ તંત્રી સતીશકુમાર મહેતા, વિજયભાઈ વાળા, પંકજભાઈ સખીયા અને ટીમ દ્વારા રાત-દિવસ મહેનત કરીને સફળ બનાવવામાં આવ્‍યો છે. ‘‘અબતક સુરભી રાસોત્‍સવ'' માત્ર ગરબા નથી, પરંતુ રાજકોટની સાંસ્‍કૃતિક વારસો અને વૈશ્વિક સ્‍તરના આધુનિકતા સાથેનો મેળાપ છે, અબતક સુરભી રાસોત્‍સવ દરેક લોકોની પ્રથમ પસંદગી બની છે

ખેલૈયાસાથે વાતચીતમાં જણાવ્‍યું હતું કે છેલ્‍લા ચાર વર્ષથી અમે રમવા માટે આવીએ છીએ. અબતક સુરભી મિર્ચી રોક એન્‍ડ ઢોલ રાસોત્‍સવનું ખૂબ સારું આયોજન કરવામાં આવ્‍યું  છે. નવરાત્રી પહેલા માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્‍ડ ખાતે રિહર્સલનું ખૂબ જ સારું આયોજન કરાયું છે. ખેલૈયાઓ માટેની તમામ વ્‍યવસ્‍થાઓ ખૂબ સારી કરવામાં આવી છે. આવું આયોજન બીજે ક્‍યાંય જોવા મળતું નથી. અલગ અંદાજનું આયોજન આ વર્ષે ખેલૈયાઓને ગરબાની મોજ કરાવશે.

(3:13 PM IST)