<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th September 2025

જૈનમ રાસોત્‍સવમાં પ્રાચિન-અર્વાચિન, હિન્‍દી-ગુજરાતી ગીતોનો રસથાળ પિરસાશે

અદ્યતન હાઈ-ફાઈ સાઉન્‍ડ સીસ્‍ટમ, વિશ્વ પ્રસિઘ્‍ધ સંગીતકાર પંકજભાઈ ભટ્ટની મ્‍યુઝીકલ ટીમ, ખ્‍યાતનામ ગાયક કલાકારોનાં ત્રિવેણી સંગમના સથવારે ખેલૈયાઓ મન મુકીને રાસોત્‍સવને માણશેઃદરરોજ અવનવી થીમનાં વસ્‍ત્રોમાં સજ્જ થઈ માહોલને રંગબેરંગી બાનાવશેઃ યુ ટયુબ્‌ સહીતનાં સોશ્‍યલ મીડીયા પ્‍લેટફોર્મ અને ખેલૈયાઓની પસંદ એવા ગાયક કલાકારો અનીલ વાંકાણી (ભાવનગર), આદેશ શાહ (મુંબ્‌ાઈ), પ્રદિપ ઠક્કર (રાજકોટ),પરાગી પારેખ, વિદિતા શુકલ (રાજકોટ), નમ્રતા ગોસલીયા (રાજકોટ)નાં કંઠે વહેશે ગીતોનો ધોધઃ દેશભકિતનાં ગીતો સાથે ઉમેરાશે રાષ્ટ્રભકિતનો રંગદુહા-છંદ-હાલરડાને નવું સ્‍વરૂપ આપી કરાશે પ્રસ્‍તુતી

રાજકોટઃ વિશ્વભરમાં એકસકલુઝીવલી માત્ર જૈન સમાજ માટે સતત છેલ્‍લા ૧૦ વર્ષથી એક જ સ્‍થળ ઉપર સંપૂર્ણ નવરાત્રીનું અદકેરું આયોજન એટલે જૈનમ નવરાત્રી મહોત્‍સવ, આ વર્ષનાં આયોજનમાં પણ દર વખત કરતા કંઈક વિશેષ અલગ અને ધ્‍યાનાકર્ષક આકર્ષણો સાથે ફરી થી જૈનમ નવરાત્રી મહોત્‍સવ-૨૦૨૫નું આયોજન થવા જઈ રહયું છે ત્‍યારે નવરાત્રી પર્વમાં  ખેલૈયાઓને રાસે રમાડવા જૈનમ તૈયાર છે ત્‍યારે ખેલૈયાઓને પણ ખૂબ્‌ા જ આનંદ આવે તેવી તમામ વ્‍યવસ્‍થા સાથે જૈનમ ફરી થી માત્ર રાજકોટ જ નહીં આજુબ્‌ાાજુનાં સેન્‍ટરોમાંથી પણ લોકો આ રાસોત્‍સવને માણવા આવતા થયા છે ત્‍યારે ખેલૈયાઓનાં પગમાં નવું જોમ ચડે તે રીતે સુપર થી પણ ઉપર એવું ઉત્‍કૃષ્ટ આયોજન થવા જઈ રહયું છે. એક લાખ વોટની હાઈફાઈ સાઉન્‍ડ સીસ્‍ટમ, વિશ્વ પ્રસિઘ્‍ધ સંગીતકાર પંકજભાઈ ભટ્ટનાં નેતૃત્‍વમાં એમની સાંજીદાઓની ટીમ, એક થી એક ચડીયાતા ગીતોનાં સથવારે ખેલૈયાઓને રમવા મજબ્‌ુાર કરી દે એવા ગાયક કલાકારો, અદ્યતન લાઈટીંગ એરેંજમેન્‍ટ, ત્રણ લાખ સ્‍કે.ફુટનું વિશાળ ગ્રાઉન્‍ડ, ખેલૈયાઓ માટે કારપેટીંગ થી સજ્જ પ્‍લે ગ્રાઉન્‍ડનાં સથવારે આ વર્ષે જૈનમમાં પણ નવરાત્રીની ધુમ મચવાની છે.      

હાઈફાઈ સાઉન્‍ડ સીસ્‍ટમ, બ્‌ાહેતરીન લાઈટીંગ વ્‍યવસ્‍થા થી ઝળહળતુ કારપેટથી સજ્જ ગ્રાઉન્‍ડ, સાથે વિશ્વ વિખ્‍યાત સંગીતકાર પંકજભાઈ ભટ્ટનાં સાંજીદાઓની ટીમ કે જે વિવિધ વાદ્ય ઉપર સંગીતની મહેફીલ માંડશે. ગાયક કલાકારો દ્વારા સંગીતનાં સથવારે પ્રાચિન-અર્વાચિન, હિન્‍દી-ગુજરાતી, ભાતીગણ ગીતો, હાલરડા, દુહા છંદનાં વિશેષ સમન્‍વય દ્વારા ખેલૈયાઓને જોમ ચડે તેવું ઉત્‍સાહસભર ગીત-સંગીત પ્રસ્‍તુત કરશે. આ વર્ષે ગાયક કલાકારોમાં દેશ-વિદેશમાં અનેક કાર્યક્રમો આપી ચુકેલા ગાયક કલાકારો  સિંગર અનીલ વાંકાણી (ભાવનગર), આદેશ શાહ (મુંબ્‌ાઈ), ફયુઝન સિંગર પ્રદિપ ઠક્કર (રાજકોટ), ફોક સિંગર પરાગી પારેખ, વર્સેટાઈલ સીંગર વિદીતા શુકલા (રાજકોટ), ફયુઝન સીંગર નમ્રતા ગોસલીયા (રાજકોટ)નાં કંઠે આ વર્ષે પણ ખેલૈયાઓ સંગીતનાં તાલે ડોલવા મજબ્‌ુાર બ્‌ાનશે.    રોજે રોજ અવનવા દેશભકિતનાં ગીતોથી રાષ્ટ્રભકિતની ભાવનાને ઉજાગર કરવામાં આવશે. સમગ્ર મેદાનમાં તિરંગા છવાઈ જશે અને લોકો માં જગદંબ્‌ાાની આરાધના સાથે માં ભારતીની આરાધનામાં પણ લીન થઈ જશે. સ્‍ટેજ ઉપરથી રાસ ગરબ્‌ાા ઉપરાંત ફયુઝન ગરબ્‌ાા, ફાયર ડ્રમ, આફ્રીકન નગારા, રોલીંગ પીપ જેવા નવીનત્તમ નજરાણા સમી પ્રસ્‍તુતી પણ કરવામાં આવશે. આપણી ભાતીગણ સંસ્‍કૃતિનાં વારસાને અકબ્‌ાંધ રાખીને ગરબ્‌ાાને અર્બ્‌ાન ટચ સાથે પિરસવામાં આવશે. દરરોજ અવનવા ગીતોનો રસથાળ ગાયક કલાકારો દ્વારા પિરસવામાં આવશે. જેમાં મેલ ફીમેલ વોઈસ ઉપરાંત ડયુએટ પણ રજુ કરવામાં આવશે. 

 સંગીતકાર તથા ગાયકોનો પરીચય જોઈએ તો... સંગીતકાર પંકજભાઈ ભટ્ટ : ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશની શાન સમા સુપ્રસિઘ્‍ધ સંગીતકાર શ્રી પંકજભાઈ ભટ્ટ ને ૧૫થી પણ વધુ સુપ્રસિઘ્‍ધ એવોર્ડથી નવાઝવામાં આવેલ છે, છેલ્‍લા પાંચ દાયકાથી ગુજરાતી સંગીતમાં પોતાની પ્રતિભાથી એક નવી ઉંચાઈ પ્રાપ્ત કરનાર શ્રી પંકજભાઈ ભટ્ટએ ૮૦૦૦ થી વધુ મ્‍યુઝીક આલ્‍બ્‌ામ, ૧૫૦ થી પણ વધારે ગુજરાતી ફીલ્‍મ અને ૧૦ થી વધારે હીન્‍દી ફીલ્‍મમાં પોતાનું મ્‍યુઝીક આપેલ છે, તેઓએ ગુજરાતી ઉપરાંત વિવિધ ભાષામાં અંદાજે ૫૦,૦૦૦ થી પણ વધારે ગીમ કમ્‍પોઝ કરેલ, આ ઉપરાંત વિશ્વનાં વિવિધ દેશોમાં પોતાની સંગીતકલાનાં માધ્‍યમથી ગુજરાતી સંગીતને લોકપ્રિય બ્‌ાનાવનાર શ્રી પંકજભાઈ ભટ્ટ સંગીત ક્ષેત્રે સમગ્ર ગુજરાતનું આભુષણ છે. તેમના નેજા હેઠળ સાંજીદાઓની ટીમ જૈનમ કામદાર નવરાત્રી મહોત્‍સવનાં ખેલૈયાઓને ડોલાવવા સજ્જ બ્‌ાની છે.

સિંગર - અનિલ વંકાણી : જેઓ મુળ ભાવનગર શહેરના વતની છે, પરંતુ પોતાની આગવી ગાયીકી અને ફોક ટચમાં બ્‌ોનમુન ગાયનથી સમગ્ર ગુજરાત ઉપરાંત મુંબ્‌ાઈ સુધી ખ્‍યાતી પ્રાપ્ત કરેલ છે,  આ વખતે પણ તેઓ ફોક સિંગીંગમાં કંઈક નવીનતા સાથે અવનવા ગીતો લલકારીને યુવાનોને ઘેલુ લગાડશે.

સિંગર - આદેશ શાહ - મુંબ્‌ાઇ : મુંબ્‌ાઈ નિવાસી આદેશ શાહ નવરાત્રી મહોત્‍સવમાં મહારાષ્ટ્રનો ખૂબ્‌ા જ જાણીતો ચહેરો છે,  પોતે સ્‍ટેજ શોમાં લાઈવ પરફોર્મન્‍સ માટે ખૂબ્‌ા જ જાણીતા છે આજે તેઓ યુવા વર્ગની પહેલી પસંદ બ્‌ાની ચુકેલ છે. ગયા વર્ષે થાણેમાં યોજાયેલ મેગા ઈવેન્‍ટ કે જેના આયોજક હાલનાં મુખ્‍યમંત્રીશ્રી એકનાથ સિંદે હતા તે ઈવેન્‍ટ મુખ્‍ય ગાયક તરીકે આદેશ શાહ એ પોતાની ગાયીકી થકી કાર્યક્રમને ચાર ચાંદ લગાડી ખૂબ્‌ા જ સરાહના મેળવેલ હતી.

સિંગર - પ્રદિપ ઠક્કર : છેલ્‍લા ૨૫ વર્ષથી ગાયીકી ક્ષેત્રે કાર્યરત છે, તેઓ ખાસ કરીને રાસ-ગરબ્‌ાા, લગ્નગીત, હિન્‍દી ફીલ્‍મ જગતનાં નવા-જુના ગીતો  આ ઉ૫રાંત ગુજરાતી ગીતો અને ભકિતગીતો બ્‌ાહોળો અનુભવ ધરાવે છે. મુકેશજી ઓપન ગુજરાત સીગીંગ કોમ્‍પીટીશનમાં કુલ ૧૫૬ સ્‍પર્ધકોમાંથી તેઓ પ્રથમ નંબ્‌ારે વિજેતા થયેલ છે. 

વર્સેટાઈલ સિંગર - વિદીતા શુકલા : રાજકોટ જ જેની કર્મભુમી છે તેવા આ સિંગર પ્રથમ વાર જૈનમ રાસોત્‍સવમાં કલાનાં કામણ પાથરશે, પ્રથમ વાર જેને માણવાનો અવસર જૈનમ રાસોત્‍સવનાં ખેલૈયાઓને મળવા જઈ રહયો છે ત્‍યારે ખેલૈયાઓને આનંદ કરાવવા માટે અપેક્ષાથી પણ વધારે પિરસશે તેવો આશાવાદ આયોજકો દ્વારા વ્‍યકત કરવામાં આવ્‍યો છે. સિંગર - નમ્રતા ગોસલીયા  : હાલ રાજકોટમાં વસવાટ કરતા વર્સેટાઈલ સીંગર એવા નમ્રતા ગોસલીયા ખૂબ્‌ા સુંદર અવાજનાં માલીક છે, વોકલ, એમ.પી.એ., એમ.એ. જેવી વોકલ્‍સમાં ડીગ્રી ધરાવતા ગાયક કલાકાર અને કરાઓકે સ્‍પર્ધામાં વિજેતા બ્‌ાની ચુકેલ છે, સુગમ સંગીતની સ્‍ટેટ લેવલની અનેક સ્‍પર્ધામાં તેઓ વિજેતા બ્‌ાની ચુકયા છે.

તસ્‍વીરમાં હકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે સંગીતકાર પંકજભાઈ ભટ્ટ સાથે ગાયક કલાકાર આદેશ શાહ, પ્રદિપ ઠક્કર, વિદીતા શુકલા, નમ્રતા ગોસલીયા સાથે રિધમ સંચાલક અઝીઝ હાજી, કી બ્‌ાોર્ડ પ્‍લેયર જય ત્રિવેદી ઉપરાંત જૈનમ્‍પરિવારનાં જીતુભાઈ લાખાણી, નિપુણભાઈ દોશી, જીનેશ મહેતા, ધવલ શાહ, જયદત્ત સંઘાણી, કેવીન ઉદાણી, બ્‌ાકુલેશ મહેતા, શૈલેન શાહ નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(2:44 PM IST)