<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th September 2025

મવડી ચોકડી ખાતેની ગરબીમા સળગતી ઈંઢોણી રાસ ત્રીજા, પાંચમાં અને નવમાં નોરતે રજૂ કરાશે

રાજકોટઃ રાજકોટ દ્વારા કારડીયા રાજપૂત સમાજની વાડી, મવડી ચોકડી ખાતે છેલ્લા ૧૭ વર્ષથી ચાલતો માતાજીની આરાધનાનો પ્રાચીન ગરબી મહોત્‍સવ આ વર્ષે ૧૮માં વર્ષમાં પ્રવેશ થઈ રહ્યો છે. શ્રી બજરંગ ગરબી મંડળમાં દર વર્ષે બાળાઓ દ્વારા રજુ કરતાં ડાંડીયા રાસ, ટીપ્‍પણી રાસ, ગાગર રાસ અને ભુવા રાસ જેવા અનેક રાસની સાથે આ વર્ષે પણ સ્‍પેશ્‍યલ રાસ સળગતી ઈંઢોણી રાસ પણ ત્રીજા, પાંચમાં અને નવમાં નોરતે રજૂ કરવામાં આવશે. આ વર્ષે પણ ૩૦ જેટલી બાળાઓ દ્વારા આ દરેક રાસ રજૂ કરવામાં આવશે. આયોજનમાં ધમેન્‍દ્રસિંહ ઝાલા (પિન્‍ટુભાઈ-ખાટડી), યુવરાજસિંહ ઝાલા, ધીરજભાઈ સિંધવ, ધર્મેશભાઈ સખીયા, શૈલેષભાઈ ભડીંગજી, હરેશભાઈ સીયાણી, માલદેવસિંહ ચુડાસમા, દેવેન્‍દ્રસિંહ ઝાલા, વિરલભાઈ રાઠોડ, દિવ્‍યરાજસિંહ જાડેજા (રાવકી) તથા અન્‍ય ૪૨ આયોજકોની ટીમે જહેમત ઉઠાવેલ છે.(તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(3:06 PM IST)