હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કોંગ્રેસના સભ્યો સાહિત્ય સાથે ધૂસતા હોબાળોઃ સુરક્ષા સ્ટાફ સાથે ઝપાઝપી
મનપાના જનરલ બોર્ડમાં ભ્રષ્ટાચાર હાય...હાય... અને ભાગ રે કોંગ્રેસ હાય...હાયના નારા ગુંજયા : રોડ-રસ્તા, વોટ ચોર,મહિલાનું અપમાનના પ્લે કાર્ડ સાથે વિપક્ષે ચર્ચાની કરી માંગઃ વોક આઉટઃ આજે ફરી ૬૦ મીનીટમાં એક જ પ્રશ્નની ચર્ચામાં બોર્ડ પુર્ણ

કોર્પોરેશનમાં વોટ ચોર... ગાદી છોડો : જનરલ બોર્ડમાં વિપક્ષ વિફર્યુ
રાજકોટ : વોટ ચોરીના મુદ્દે કોંગ્રેસે છેડેલા વોટ ચોરી અભિયાનના પડઘા મનપાના જનરલ બોર્ડમાં પણ પડયા છે. આજની સામાન્ય સભામાં કોંગ્રેસ કોર્પોરેટરો દ્વારા વોટ ચોર... ગાદી છોડોના પ્લે કાર્ડ દર્શાવી હોબાળો મચાવ્યો હતો. આ ધબધબાટીથી થોડીવાર માટે બોર્ડની કાર્યવાહી પણ થંભી ગઇ હતી. ઉપરોકત તસ્વીરોમાં જનરલ બોર્ડના અધ્યક્ષ મેયર નયનાબેન પેઢડીયા, ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, ડે. કમિશનર મહેશ જાની, સેક્રેટરી ધવલ જેસડીયા, મેયર ટુ પીએ વિપુલ ધોણીયા બોર્ડની કાર્યવાહી કરતા દર્શાય છે. વચ્ચેની તસ્વીરમાં વિરોક્ષ પક્ષ નેતા વશરામભાઇ સાગઠીયાએ વોટ ચોર, મહિલાઓનું અપમાન, રોડ-રસ્તા કૌભાંડ સહિતના મુદ્દે ગૃહને ગજાવ્યું હતુ, જયારે પૂર્વ મેયર પ્રદીપ ડવ, શાસક પક્ષ દંડક મનીષ રાડીયા, સ્ટેન્ડીંગ ચેરમેન જયમીન ઠાકર, કોર્પોરેટર વિનુભાઇ ધવા આક્ષેપોનો જવાબ આપતા દર્શાય છે. જયારે નીચેની તસ્વીરમાં વિરોક્ષ પક્ષ દ્વારા પ્લે કાર્ડ દ્વારા વિરોધ કરવામાં આવેલ તે જોઇ શકાય છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
રાજકોટ, તા. ર૦ : આજે મળેલ મ્યુનિ.કોર્પોરેશનની બેઠક તડાફડીવાળી રહી હતી. જેમાં બેઠકના પ્રારંભે જ કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠીયા અને કોમનબેન ભારાઇએ મહિલાઓનું અપમાન બંધ કરો અને રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર બંધ કરોના બેનરો બતાવી નારા લગાવ્યા હતા. જો કે સુરક્ષા કર્મીઓને કાગળો કબજે કરી લીધા હતા. બાદમાં ચાલુ બેઠકે મહાનગરપાલિકાના ભાજપના કોર્પોરેટરના ગાર્બેજ કલેકશનના પ્રશ્ન દરમિયાન વશરામ સાગઠીયાએ આંગળી ઉંચી કરી મેયર સમક્ષ બોલવા માટે સહમતિ માંગી હતી. આ દરમિયાન સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે કાયદાની વિરૂદ્ધ જનરલ બોર્ડમાં બેનરો બતાવતા કોંગ્રેસના કોર્પોરેટરોને જનરલ બોર્ડમાંથી કાઢી મુકવા માટે મેયર સમક્ષ પ્રસ્તાવ મુકયો હતો.
મનપાના આજનો સામાન્ય સભામાં વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવતુ કામ શાસકપક્ષના સભ્યોએ કર્યુ હતું. ભરી સભામાં વિનુભાઇ ધવા અને ચેરમેન જયમીનભાઇ ઠાકરે મેયર અને મ્યુનિ. કમિશનર સંબોધી જણાવેલ કે, ઉપલા અધિકારીઓના આદેશ હોવા છતા નીચલા કર્મચારીઓ માનતા ન હોય એક પણ વિભાગ મારૂ કહ્યું માનતુ નથી મેદાનમાં ઝુંપડાઓના દબાણ દૂર કરવા માટે ચેરમેન સહિતનાઓ દ્વારા અનેક સૂચનાઓ આપવામાં આવી છતાં કાર્યવાહી હાથ ધરાઇ નથી. આથી કામ ન કરનાર અધિકારીઓ અને કર્મચારીઓ વિરૂધ્ધ પગલા લેવામાં આવે તેવી માંગ કરી હતી.
જનરલ બોર્ડમાં વિપક્ષીનેતા વશરામભાઇ સાગઠીયાએ કરેલ કામગીરીનો હિસાબ આપવાના બદલે ભ્રષ્ટાચાર બંધ કરો તેમ કહી બેનરો સાથે બોર્ડની કાર્યવાહી ખોરવવાનો પ્રયાસ કર્યો હતો. જેની સામે શાસક પક્ષના સભ્યો તેઓને બોર્ડમાંથી બહાર કાઢવામાં આવે તેવી અપીલ મેયરને કરતા વશરામભાઇએ જણાવેલ કે,અમે બોલ્યે નહીં તો શું તમને ભ્રષ્ટાચાર કરવા દેવાનો આમ કહેતા અધ્યક્ષની સૂચનાથી વિપક્ષીનેતા સહિતનાઓને જનરલ બોર્ડની બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ એક પ્રશ્નના જવાબમાં બોર્ડનો સમય પૂર્ણ કરી એજન્ડાને મંજૂરી આપવામાં આવી હતી.










