<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th September 2025

હવેથી રોલેક્ષ રિંગ્‍સ ચોકને રતન તાતા તથા જૂના જકાતનાકા પાસેનો ચોક સિંદુર ચોકથી ઓળખાશે : જુઓ સંપૂર્ણ યાદી

નામકરણ બોર્ડઃ અરજન્‍ટ બિઝનેશની ર સહિત કુલ ૧૮ દરખાસ્‍ત સર્વાનુમતે મંજુર : વિવિધ વિસ્‍તારના નામકરણ, માધવરાવ સિંધીયા ક્રિકેટ ગ્રાઉન્‍ડ કોર્મશિયલ હોલ ભાડે આપવા, સેક્રેટરી ડો.એચ.પી. રૂપારેલીયાને મ્‍યુનિ. કમિશનરશ્રીના તાબા હેઠળની શાખામાં કામગીરી કરવા સહિતની દરખાસ્‍તનો કરાયો નિર્ણય

રાજકોટ, તા., ૧૧ :  આજે મળેલા જનરલ બોર્ડમાં શહેરના વિવિધ વિસ્‍તારના ૧ર રસ્‍તા, ચોકના રતન તાતા, સીંદુર ચોક વગેરે નવા નામકરણ સહીતની ૧૬ દરખાસ્‍તો તથા નામકરણની વધુ બે અરજન્‍ટ બિઝનેશ સહિત કુલ ૧૮ દરખાસ્‍ત સર્વાનુમતે મંજુર કરવામાં આવી હતી.

મહાનગરપાલિકાની મિલકતવેરા તથા પાણી ચાર્જ પેટેની લેણી નીકળતી રકમ સહેલાઇથી મળી રહે તેમજ વધુમાં વધુ મિલકતધારકો સમયાંતરે એડવાન્‍સમાં વેરો ભરવા પ્રોત્‍સાહિત થાય તે માટે One Time Installment scheme  વિશેષ તા.૩૧/૦૭/૨૦૨૫ સુધી લંબાવવા,

 મહાનગરપાલિકા તથા ગુજરાત મહિલા હાઉસીંગ સેવા ટ્રસ્‍ટ સાથે સ્‍ટ્રીટ વેન્‍ડિંગ ઝોન માટે આબોહવા સ્‍થિતિસ્‍થાપક અને જાતિ સમાન અને સમાવિષ્ટ યોજના પ્રોજેક્‍ટ માટે MoU કરવા,

 અર્બન ચેલેન્‍જ ફંડ અંતર્ગત, PPP મોડેલ આધારિત રાજકોટ કન્‍વેન્‍શન એકઝીબિશન સેન્‍ટર બનાવવાના કામે કન્‍સલ્‍ટન્‍ટ ક્રમ ટ્રાન્‍ઝેક્‍શન એડવાઇઝર તથા પી.એમ.સી.ની નિમણુક કરવા,

રાજકોટ મહાનગરપાલિકા તથા રાજકોટ મીડિયા ક્‍લબના સંયુક્‍ત ઉપક્રમે યોજાનાર મીડિયા ક્રિકેટ ટુર્નામેન્‍ટ માટે શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્‍ડ વિનામૂલ્‍યે ફાળવવા,

શહેરના વોર્ડ નં.૧૭ તેમજ વોર્ડ નં.૧૮ના કોર્નર પર બોલબાલા માર્ગ અને ૮૦ ફૂટ માર્ગને જોડતા ચોકને આહીર ચોક નામકરણ કરવા,

શહેરના વોર્ડ નં.૦૪માં જૂના જકાતનાકા મોરબી રોડ પર આવેલ ચોકને -સિંદૂર ચોક નામકરણ કરવા,

રાજકોટ મહાનગપાલિકાના મ્‍યુનિસિપલ સેક્રેટરી ડો. એચ. પી. રૂપારેલીઆને મ્‍યુનિસિપલ કમિશનરશ્રીના તાબા હેઠળની શાખામાં કામગીરી ફાળવવા,

શહેરના વોર્ડ નં.૦૬માં આવેલ ભાવનગર મેઇન રોડ પર બેડીપરા ફાયર સ્‍ટેશનની પાસે આવેલ ચોકને નકલંક ચોક નામકરણ કરવા,

શહેરના વોર્ડ નં.૦૬માં સંત કબીર રોડ પર આવેલ રાંદલ ભેળ પાસે હયાત સર્કલ વાળ ચોકને કે,ડી, ચોક નામકરણ કરવા,

શહેરના વોર્ડ નં.૧૬માં આવેલ દિપ્તીનગર મેઇન રોડ પર આવેલ ગાર્ડનનું ર્ંમંજુલાબેન જોષી નામકરણ કરવા, શહેરના વોર્ડ નં.૦૩માં રેલનગર વિસ્‍તારમાં આવેલ ફાયર સ્‍ટેશન પાસે શ્રી ઠાકર ચોકથી પેટ્રોલ પંપ વાળો ૮૦ ફૂટ રોડ તેમજ એ.ડી.બી. હોટેલની સામે ૧૫૦ ફૂટ રિંગ રોડને જોડતા રોડને ર્ંશ્રી પરશુરામ માર્ગ-નામકરણ કરવા,

રાજકોટ મહાનગરપાલિકાના સંકલ કરવાના માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્‍ડ કોમર્શિયલ હેતુ માટે ભાડે આપવા અંગે-

શહેરના વોર્ડ નં. ૧૨માં(વાવડી) વિસ્‍તારમાં સત્‍યમ બંગલાથી આગળ, ૫૦ ફૂટ રોડ, વળંદાવન એપાર્ટમેન્‍ટની બાજુમાં આવેલ ચોકને શ્રી ભોજલરામ ચોક નામકરણ કરવા,

શહેરના વોર્ડ નં.૦૬માં આવેલ બેડીપરા શ્રમજીવી સોસાયટી શેરી નં.૮/૧૦ કોર્નર પર આવેલ ચોકને બહાદુરસિંહ ઉમેદસિંહ જાડેજા(રાજા) ચોક નામકરણ કરવા અંગે,

શહેરના વોર્ડ નં.૧૮માં રોલેક્ષ રિંગ્‍સ લિમિટેડની બાજુમાં આવેલ સર્કલ પરના ચોકને રતન તાતા ચોક તથા  નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું રોજકામ ધ્‍યાનમાં લેવા બાબત સહિતની દરખાસ્‍ત તથા આ ઉપરાંત આજના બોર્ડમાં અરજન્‍ટ બિઝનેશમાં શહેરના વોર્ડ નં.૦૧માં ઘંટેશ્વરથી નવા ૧૫૦ ફુટ રીંગ રોડ વાળા મેઇન ચોકને ‘‘મહિપતસિંહજી મોહનસિંહજી જાડેજા ચોક'' નામકરણ કરવા, શહેરના વોર્ડ નં.૦૩માં રેલનગર વિસ્‍તારમાં સ્‍મશાન વાળા રોડ ઉપર ટી.પી. સ્‍કીમ નં.૨૪, અમૃત રેસીન્‍ડેન્‍સી-૦૩ પાસે આવેલ ચોકને ‘‘ઘોઘનભાઇ પરસાણા ચોક'' નામકરણ કરવા સહિતની દરખાસ્‍તોનો સમાવેશ થાય છે.

(3:17 PM IST)