<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th September 2025

૪ ઓકટોબરે ‘‘માં ના સથવારે રાસોત્‍સવ''

મહિલા મિલન કલબ અને ઉત્‍કર્ષ કલબ દ્વારા બહેનો, બાળકો માટે આયોજનઃ ઇનામો અપાશે

રાજકોટઃ મહિલા મિલન કલબ કલબ ધ્‍વારા આયોજીત ‘માં ના સથવારે'' રાસોત્‍સવનું ભવ્‍ય-દિવ્‍ય આયોજન બહેનો ધ્‍વારા તા.૪-૧૦ને શનિવારના રોજ સાંજના ૪ થી ૮ કલાક સુધી હોટલ ગેલેકસી ખાતે ત્રિકોણબાગ પાસે આયોજન કરવામાં આવ્‍યુ છે. જે બહેનો બાળકોને રમવા માટે આવવું હોય તેણે ટોકન ચાર્જ આપી પોતાના પાસ મેળવી લેવા, કાર્યક્રમ બાદ ભોજનની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

વિશેષમાં સંગીતની સુરાવલીઓ સથવારે, થનગનાટ સાથે બધા બહેનો બાળકો સાથે મળી પારિવારીક માહોલમાં રાસ ગરબા રમવાની રમઝટ કરવામાં આવશે. જેમાં બેસ્‍ટ પરફોરર્મન્‍સ, બેસ્‍ટ વેલડ્રેસ ના ઈનામોથી બહેનો -બાળકોને નવાજવામાં આવશે.  વિશેષ માહિતી માટે ૯૪૨૭૪૩૮૧૧૭, ૮૨૦૦૨૭૮૧૧૭ પર સંપર્ક સાધવા યાદીમાં જણાવવામાં આવેલ છે.

આ ભગિરથ કાર્યને સફળ બનાવવા પ્રમુખ રીટા જોબનપુત્રા-કોટક, ભાવનાબેન શિંગાળા, અલ્‍કાબેન લાલ, જયોતિબેન ગણાતા, રશ્‍મિબેન પંજવાણી, દીપાલીબેન પોપટ, અનિતાબેન પાંઉ, હીનાબેન બગડાઈ, વંદનાબેન મર્થક,ચેતનાબેન પટેલ, અર્પિતાબેન પટેલ વગેરે જહેમત ઉઠાવી રહયા છે.

(3:29 PM IST)