<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th September 2025

નવરાત્રીની દેશવાસીઓને શુભેચ્‍છા પાઠવતા રામભાઈ મોકરીયા

રાજકોટઃ તા. ર૦,  આગામી સોમવારથી શરુ થતા નવરાત્રીના પાવન પર્વ ની તમામ દેશવાસીઓને શુભેચ્‍છા પાઠવતા રાજયસભાના સભ્‍ય રામભાઈ મોકરીયા એ જણાવ્‍યું હતું કે, કરોડો હિન્‍દું સનાતન ધર્મ પ્રેમીઓમાં નવરાત્રીનું અનેરું મહત્‍વ છે.

‘‘માર્કેન્‍ડેય પુરાણ'' ની કથા પ્રમાણે દેવીશક્‍તિ બ્રહ્મા ની સ્‍તુતિ થી પ્રગટ થઈને મધુ-કૈટભ જેવા રાક્ષશોનો સંહાર કરે છે. મહિષાસુરમર્દિનીનુ તેનું સ્‍વરૂપ જાણીતું છે. ‘‘દેવી ભાગવત'' પ્રમાણે આસો સુદ એકમ થી નવ દિવસ, નવરાત્રીનાં અને દશમો દિવસ ‘‘વિજયા દશમી'' તરીકે ઉજવવામાં આવે છે. આ નવ દિવસોમાં માં દુર્ગાના અલગ-અલગ નવ સ્‍વરૂપોની લોકો હોંશે હોંશે પૂજા અર્ચના કરે છે.

આવા પવિત્ર ધાર્મિક તહેવારની ઉજવણીમાં આપણી સંસ્‍કૃતિને શોભે તેવા વષાો અને ‘‘સ્‍વદેશી અભિયાન'' હેઠળ સ્‍વદેશી વસ્‍તુઓનો'' ઉપયોગ કરવાનું ન ભુલાઈ અને વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના આહવાન ‘‘લોકલ ફોર વોકલ'' નાં નારાને સાક્ષાત કરવા અને મા દુર્ગાના આ તહેવારમાં ‘‘સ્‍વચ્‍છતા હી સેવા અને સ્‍વચ્‍છોત્‍સવ'' નું અનુકરણ કરી સંપૂર્ણ ‘‘સ્‍વચ્‍છતા'' જળવાઈ તે જોવા અને મા દુર્ગા સ્‍વરુપ દીકરીઓ માટે ‘‘બેટી બચાવ અભિયાન''ને વેગ આપવા અનુરોધ કરેલ છે. 

  તેમજ આ તહેવારોમાં યુવાધન થનગનતું હોઇ છે. તેઓને ખાસ વિનંતી છે. આ પવિત્ર તહેવારમાં ભારતીય સંસ્‍કૃતિ ની મર્યાદાનું ચુસ્‍તપણે પાલન કરવા અને પૂરી પવિત્રતા સાથે તહેવાર ની મોજ માણવાᅠ જણાવેલ છે.

  આ પાવન પર્વે, સમાજ જીવનમાં નવી ઉર્જા, ઉત્‍સાહ અને સકારાત્‍મક શક્‍તિનો સંચાર થાય છે. દેશના સર્વાંગી વિકાસમાં સૌ સહભાગી બને અને આગામી દિવસોમાં ભારત દેશ એક સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર તરીકે ઉભરી આવે તેવી માં દુર્ગાને  રામભાઇ મોકરીયાએ પ્રાર્થના કરી છે.

(4:17 PM IST)