<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th September 2025

E-KYCમાં રાજયભરમાં રાજકોટ જીલ્લો સાવ તળીયેઃ અત્‍યંત નબળી કામગીરીઃ ૭પર દુકાનો તેમાં ૧૬૦ ચાર્જમાં ચાલે છે!!

રાજકોટ શહેર-જીલ્લામાં અનેક મધ્‍યાહન ભોજન કેન્‍દ્રોમાં વાસણો ભંગાર હાલતમાં : પુરવઠા સલાહકાર સમિતિની બેઠકમાં અનેક ભાંડા ફુટયાઃ ૪ ગામોમાં વ્‍યાજબી ભાવની દૂકાનો મંજુર

રાજકોટ, તા. ર૦: જિલ્લા કલેકટરના અધ્‍યક્ષ પદે આજે મળેલ જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠકમાં અનેક ભાંડા ફુટયા હોવાનું બહાર આવ્‍યું છે. પુરવઠા તંત્રના અનેક લૂપ પોઇન્‍ટ ઉજાગર થયા હતા.

વિગતો મુજબ આ બેઠકમાં ધારાસભ્‍યો તો સમાજના અન્‍ય આગેવાનો વિગેરે હાજર હતા આ દરમિયાન રાજકોટ જિલ્લાની સસ્‍તા અને દુકાનો અંગેનો પ્રશ્ન ઉભા થયા હતા. એવી વિગતો બહાર આવી કે રાજકોટ શહેર જિલ્લામાં કુલ ૭૫૨ દુકાનો માંથી ૧૬૦ દુકાનો ચાર્જમાં ચાલે છે જેના કારણે આ પ્રશ્ન ઊભો થતાં જ કલેકટર પણ ચોંકી ઉઠયા હતા અને તેમણે ડીએસઓ ને તાત્‍કાલિક આ તમામ દુકાનો રેગ્‍યુલાઇઝ કરવા અંગેની તૈયારીઓ કરવા આદેશ આપ્‍યો હતો બીજો પ્રશ્ન એવો નીકળ્‍યો હતો કે રાજકોટ જિલ્લાના મધ્‍યાન ભોજન કેન્‍દ્રોમાંથી અનેક કેન્‍દ્રોમાં વાસણો ભંગાર હાલતમાં થઈ ગયા છે તૂટીફૂટી ગયા છે આ બદલવા અંગેનો પ્રશ્ન પણ ઉખડયો હતો એમાં ખાસ કરીને પડધરી તાલુકાના એક થી બે ત્રણ ગામોમાં તો વાસણો ની અછત હોવાનું પણ બહાર આવ્‍યું છે ત્રીજો પ્રશ્ન એવો ઉખડયો હતો કે હાલમાં રાજકોટ સહિત રાજ્‍યભરમાં ઈ-કેવાયસી કામગીરી ચાલુ છે એમાં આખી ગુણવત્તા મેળવતા રાજકોટ શહેર જિલ્લો આખા રાજ્‍યમાં ૨૭ માં નંબરે હોવાનું ધડાકો થયો છે નબળી કામગીરી હોવાનું બહાર આવતા સભ્‍યો પણ સ્‍તબ્‍ધ થઇ ગયા હતા.

આ ઉપરાંત અનેક દુકાનોમાં વધુ પડતો પુરવઠો હોવાનું તપાસમાં નીકળતા આવી ૨૫ દુકાનો બનાવાયું છે અને બાકીની દુકાનોમાં જ્‍યાં જરૂર છે ત્‍યાં વધુ પાંચ ટકા નો પુરવઠો મોકલી દેવા સુચના અપાઇ હતી.

દરમિયાન તાજેતરમાં ડીએસઓ શ્રી ઝાપડાના માર્ગદર્શન હેઠળ જિલ્લાની અનેક દુકાનોમાં દરોડા પાડવામાં આવ્‍યા હતા. જેમાં નવ જેટલી દુકાનો ગેરરિતીઓ બહાર આવતા આ તમામ દુકાનોનો થઈને કુલ ૧૪ લાખ રૂપિયાનો જથ્‍થો ફીઝ કરી દઈ અને કલેક્‍ટરને રિપોર્ટ કર્યો છે હવે આ તમામ નવ દુકાનો સામે આવતા દિવસોમાં કેસ ચાલુ કરાશે.

કોટડાસાંગાણી તાલુકાના વેરાવળ - ૩ ગામ તથા ગોંડલ તાલુકાના વાસાવડ ગામ ખાતે નવી વાજબી ભાવની દુકાન ખોલવા તથા જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળને કાયમી માન્‍યતા આપવા બહાલી આપી હતી.

આ ઉપરાંત, પ્રધાનમંત્રી પોષણ યોજનાની જિલ્લા કક્ષા સમિતિની બેઠકમાં કલેક્‍ટરે મધ્‍યાહન ભોજન યોજના અંતર્ગત થતી વિવિધ કામગીરીઓ અંગે સંબંધિત અધિકારીને જરૂરી સૂચના આપી હતી. તેમજ પડધરી તાલુકાના આ યોજના હેઠળ આવરી લેવાયેલા રસોડાના ઉપયોગમાં ન લઈ શકાય તેવા વાસણોના નિકાલ કરવાના ઠરાવ અંગે ચર્ચા-વિચારણા કરીને બહાલી આપી હતી.

આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી, ધારાસભ્‍યો ડો. દર્શિતાબેન શાહ અને રમેશભાઈ ટીલાળા, નિવાસી અધિક કલેક્‍ટર એ. કે. ગૌતમ, જિલ્લા પુરવઠા અધિકારી અજયભાઈ ઝાપડા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દીક્ષિતભાઈ પટેલ સહિત અધિકારીશ્રીઓ ઉપસ્‍થિત રહ્યાં હતાં.

(3:33 PM IST)