તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 20th September 2025
મવડીમાં ‘હિટ એન્ડ રન'માં ઘવાયેલા જીવરાજ પાર્કના વૃધ્ધ દામજીભાઇ ભાલીયાનું મોત
આસ્થા ચોકડીએ હનુમાનજીના દર્શને જતાં હતાં ત્યારે બનાવ બન્યો હતો : પંદર દિવસ પહેલા ટુવ્હીલરને અજાણ્યો વાહન ઠોકરે લઇ ભાગી ગયો હતોઃ સારવારમાં દમ તોડયોઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૨૦: હિટ એન્ડ રનની વધુ એક ઘટનામાં ગંભીર ઇજા પામનાર જીવરાજ પાર્કના વૃધ્ધનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. જાણવા મળ્યા મુજબ જીવરાજ પાર્ક બી-૮૧ અંબીકા ટાઉનશીપમાં રહેતાં દામજીભાઇ મોહનભાઇ ભાલીયા (ઉ.વ.૭૫) નામના વૃધ્ધ ગત ૬/૯ના સાંજે છએક વાગ્યે પોતાનું ટુવ્હીલર હંકારીને મવડી ચોકડીથી આગળ બાપા સિતારામ ચોકમાં આસ્થા હોસ્પિટલ પાસેથી પસાર થઇ રહ્યા હતાં ત્યારે અજાણ્યો વાહનચાલક ઠોકરે લઇ ભાગી જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે દાખલ કરાયા હતાં. તેમનું આજે મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
બનાવની જાણ હોસ્પિટલ મારફત થતાં તાલુકા પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર દામજીભાઇ ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં મોટા હતાં અને નિવૃત જીવન જીવતાં હતાં. સંતાનમાં બે દિકરી અને એક દિકરો છે. તેઓ આસ્થા ચોકડી પાસે હનુમાનજીના મંદિરે દર્શન કરવા જઇ રહ્યા હતાં ત્યારે આ અકસ્માત નડયો હતો. તાલુકા પોલીસે વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે.
(3:35 PM IST)










