હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હિરાસર એરપોર્ટ પર નવુ રડાર તૈયાર થઇ રહયું છેઃ ૨૦૦ નોટિકલમાઇલની કેપેસિટીઃ એકી સાથે ૪ વિમાન ઉતરાણ કરશે
ડેઇલી ફલાઇટનું મોનીટરીંગ થશેઃ ૧૨૫ જેટલી એર ટ્રાફિકનું સંચાલન થઇ શકશે

રાજકોટ,તા.૨૦: હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર છેલ્લા બે વર્ષથી રડાર વિના ફ્લાઈટ ઉડાન ભરી રહી છે. જેને લીધે હાલ એર ટ્રાફિક કંટ્રોલર વિભાગ દ્વારા ડેલ્ટા પોઝિશનિંગ સિસ્ટમથી એર ક્રાફટનું મોનીટરિંગ કરવું પડે છે પરંતુ તે અચોક્કસ હોય છે જેને લીધે હવામાં એક સાથે ઉડાન ભરતા ૨ એરક્રાફટ વચ્ચે ૨૦૦૦ ફૂટનું અંતર રાખવું પડે છે અને તેથી ફ્લાઇટ ટેકઓફમાં પણ સમય લાગે છે. પરંતુ હાલ આ એરપોર્ટ પર રડાર તૈયાર થઈ રહ્યું છે. જે રડાર ૨૦૦ નોટિકલ માઈલની કેપેસિટી ધરાવે છે. જેનું નિર્માણ થતાની સાથે જ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હવામાં એક સાથે ૨ ને બદલે ૪ એર ક્રાફટ ઉતરાણ કરતા હોઈ તેવું દ્રશ્ય જોવા મળશે અને દૈનિક ૨૬ ફ્લાઇટનું ચોક્કસ મોનીટરીંગ થઈ શકશે.
હાલ રડાર ન હોવાથી નેવિગેશન AID સિસ્ટમથી ફ્લાઇટની પોઝિશન જાણી તેનું લેન્ડિંગ અને ટેકઓફ થાય છે. હાલ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી દૈનિક ૨૬ ફ્લાઇટની અવરજવર થાય છે. અહીં ૩ શિફ્ટમાં ૧૨ કર્મચારી ડેલ્ટા પોઝિશન કંટ્રોલર તરીકે ફરજ બજાવે છે અને દિવસભર પેસેન્જર ફ્લાઈટ સુરક્ષિત ઉડાન ભરે તેની કાળજી રાખે છે,
પરંતુ હવે અહીં નવું રડાર બની રહ્યું છે. તેનું કામ છેલ્લા એક વર્ષથી ચાલી રહ્યું છે. નવુ રડાર નિર્માણ પામતાની સાથે જ ફ્લાઇટનું લેન્ડિંગ અને ટેકઓફ ઝડપી અને ચોક્કસ થશે અને તેથી મુસાફરોની સુરક્ષામાં વધારો થશે. મળતી વિગતો મુજબ અહીં ૨૦૦ નોટિકલ માઇલની કેપેસિટીનું રડાર બની રહ્યું છે.
રાજકોટ એરપોર્ટ ટ્રાફિકને ધ્યાનમાં લઈને ૭૦ નોટિકલ માઇલની જરૂરિયાત રહે છે. ૭૦ નોટિકલ માઇલ એટલે કે અંદાજે ૧૨૫ કિલોમીટર જેટલા એર ટ્રાફિકનું મોનિટરિંગ થઈ શકશે, હાલ જે રીતે ડેલ્ટા પોઝિશનિંગ સિસ્ટમથી ફ્લાઇટની ઉડાનને લીધે ઉપર નીચે ૨ એર ક્રાફટ વચ્ચે ૨૦૦૦ ફૂટનું અંતર રાખવું પડે છે ત્યારે રડાર બનતાની સાથે જ ૨૦૦૦ ફૂટના અંતરે એક સાથે ૪ એર ક્રાફટ ઉડાન ભરતા નજરે પડશે. રડારથી ફ્લાઇટની ઉડાનની રિયલ પોઝિશન જાણી શકાશે. જેનાથી ફ્લાઇટનું લેન્ડિંગ અને ટેકઓફ ચોકસાઈભર્યુ, સરળ અને ઝડપી બનશે.










