હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
શાપર ગામનો જર્જરીત પૂલ - ભારોભાર ગંદકી - સ્કૂલોમાં સ્ટાફની અછત - માધાપર ચોક પાસે ખાડા - નવી RTO કચેરી - શાસ્ત્રી મેદાનમાં ગંદકી સંગે તડાપીટ
લોકમેળાના નવા સ્થળનો પ્રશ્ન ફરી ઉછળ્યોઃ કચેરીઓને સંકલનમાં રહેવા આદેશો : જીલ્લા ફરિયાદ સંકલનની બેઠક મળીઃ તમામ કચેરીની સમીક્ષાઃ લોકોની પેન્ડીંગ અરજીઓ - ગ્રામ - સરકારી લેણાના પ્રશ્નો ઉભા થયા

રાજકોટ, તા.૨૦: રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર ડો. ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળાએ રજૂ કરેલા શાપર ચોકથી શાપર ગામ સુધી જર્જરીત પુલ, ઓવરબ્રિજ નીચે ગંદકી, નવા આરોગ્ય કેન્દ્ર બનાવવા, શાળાઓમાં મહેકમની ઘટ, ગુંદાસરા ગામ નજીક ઔદ્યોગિક વિસ્તામાં ઈલેક્ટ્રીસીટી ફોલ્ટ સેન્ટર સહિત પ્રશ્નોના સકારાત્મક નિકાલ અંગે કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા-પરામર્શ કરીને આવશ્યક સૂચનાઓ આપી હતી. તેમજ ધારાસભ્ય શ્રી ડો. દર્શિતાબેન શાહે આરોગ્ય વીમો, માધાપર ચોક પાસે ખાડા, લોકમેળા સ્થળની પસંદગી, નવી આર.ટી.ઓ. કચેરી, શાષાી મેદાનમાં ગંદકી અને ર્પાકિંગ સહિત લોકોની સમસ્યાઓ રજૂ કરી હતી, જેના બાબતે કલેક્ટરે સંબંધિત વિભાગના અધિકારીઓને તાત્કાલિક પગલાં લેવા આદેશ આપ્યો હતો.
આ ઉપરાંત, કલેક્ટરએ રાજકોટ જિલ્લાની તમામ સરકારી કચેરીઓના કામગીરી પત્રકોની સમીક્ષા કરી હતી. જેમાં કચેરીઓના આવક-જાવકના કાગળો, નાગરિકોની અરજીઓ, પડતર કેસો, મહેકમ, ગ્રાન્ટ, સરકારી લેણાં, સહિત બાબતોને આવરી લેવાઈ હતી તથા સી.એમ. ડેશબોર્ડ પોર્ટલની સમીક્ષા કરીને રેન્કિંગ માટે કચેરીઓની કામગીરીને બિરદાવી હતી. તેમજ કલેક્ટરએ વિવિધ સરકારી યોજનાઓ અને પ્રાથિમક સુવિધાઓના પ્રગતિ હેઠળના વિકાસ કાર્યો અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વધુમાં, કલેક્ટરે સરકારી કચેરીઓને સંકલનમાં રહીને જનતા સંબંધિત કામગીરી સમયસર પૂર્ણ કરવા પર ભાર મૂકયો હતો. તેમજ તા. ૨૨ સપ્ટેમ્બરે રેસકોર્ષ મેદાન ખાતે કેન્દ્રીય સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં યોજાનારા સહકારી મહાસંમેલનમાં બેઠક વ્યવસ્થા, વીજપુરવઠો, સાઉન્ડ સિસ્ટમ, વ્હીકલ ર્પાકિંગ, ફાયર સેફ્ટી સહિત આનુષંગિક વ્યવસ્થાઓ બાબતે સૂચના આપી હતી.










