હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 20th September 2025
ચાલુ સપ્તાહમાં સીંગતેલ ડબ્બે ૩પ અને કપાસીયા તેલમાં ૪૦ રૂા.નો ઘટાડો
આજે સીંગતેલ અને કપાસીયા તેલમાં વધુ ૧૦ રૂા.નો ઘટાડો

રાજકોટ, તા., ર૦: સીંગતેલ અને કપાસીયા તેલમાં આજે પણ મંદી જોવા મળી હતી. બંને ખાદ્યતેલોમાં વધુ ૧૦ રૂા.નો ઘટાડો નોંધાયો હતો. ચાલુ સપ્તાહમાં સીંગતેલમાં ૩પ અને કપાસીયા તેલમાં ૪૦ રૂા.નો તોતીંગ ભાવ ઘટાડો થયો છે. સ્થાનીક બજારમાં સૌરાષ્ટ્રના યાર્ડોમાં મગફળીની આવકો વધ્યાના અહેવાલે આજે સીંગતેલમાં વધુ ૧૦ રૂા. ઘટયા હતા. સીંગતેલ લુઝ (૧૦ કિગ્રા)ના ભાવ ૧૩ર૦ રૂા. હતા તે ઘટીને ૧૩૧૦ રૂા. થયા હતા. સીંગતેલ નવા ટીનના ભાવ ર૩૦૦ થી ર૩પ૦ રૂા.. હતા તે ઘટીને રર૯૦ થી ર૩૪૦ રૂા. થયા હતા. સીંગતેલની સાથે કપાસીયા તેલમાં પણ ૧૦ રૂા. ઘટયા હતા. કપાસીયા તેલ લુઝના ભાવ ૧૨૬૦ રૂા. હતા તે ઘટીને ૧ર૪૦ અને કપાસીયા ટીનના ભાવ રરપ૦ થી ૨૩૧૦ રૂા. હતા તે ઘટીને રર૪૦ થી ર૩૦૦ રૂા. થયા હતા.
આગામી દિવસોમાં હજુ પણ બંને ખાદ્યતેલોમાં ભાવો ઘટે તેવી શકયતા હોવાનું વેપારી સુત્રોએ જણાવ્યું હતું.
(4:17 PM IST)










