<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th September 2025

અવધપાર્ક રેલનગર વાલ્‍મીકી સમાજ સમિતિની રચના : અધ્‍યક્ષપદે અશ્વિનભાઇ સાનીયા અને પ્રમુખપદે જલ્‍પેશભાઇ વાઘેલા નિયુકત

વાલ્‍મીકી સમાજના ધર્મગુરૂશ્રી જેમને તિલક આપે તે પટેલો જ સમિતિમાં કામ કરી શકશે તેવો સમાજ જોગ સંદેશ જાહેર

રાજકોટ તા. ૨૦ : અવધપાર્ક રેલનગરમાં પંચ સમિતિની રચના સર્વ સંમિતિથી અને વાલ્‍મીકી સમાજના ધર્મગુરૂ શ્રી ચીમનાજી બાપુ અને ધર્મગુરૂ શ્રી રામદાસ બાપુ નેજા હેઠળ કરવામાં આવેલ હોવાનું સમિતિના આગેવાનોએ જાહેર કર્યુ છે.

વિવિધ વિસ્‍તારના પટેલશ્રીઓમાં હિરાભાઇ ઘાવરી (સદર), વિઠ્ઠલભાઇ પુરબીયા અને નારણભાઇ પુરબીયા (પરસાણાનગર), અશોકભાઇ નૈયા (વાલ્‍મીકીવાડી વિસ્‍તાર), ચેતનભાઇ ચૌહાણ (અમરજીત નગર), નરેશભાઇ ઘાવરી (પેડક વિસ્‍તાર), રતિલાલ વાડોદરા (નટરાજનગર)નો સમાવેશ થાય છે. આ નિયુકતી સમયે દરેક વિસ્‍તારના મુખ્‍ય આગેવાનો બટુકભાઇ વાઘેલા, ગોવિંદભાઇ સોલંકી, નીતિનભાઇ વાઘેલા, પ્રકાશભાઇ ઝાલા તથા રામાપીર સમિતિના સદસ્‍યો હાજર રહ્યા હતા.

દરમિયાન વાલ્‍મીકી સમાજ જોગ સંદેશમાં જણાવાયુ છે કે વાલ્‍મીકી સમાજના જેમને ધર્મગુરૂશ્રી તિલક આપે અને દરેક વિસ્‍તારના પટેલશ્રીઓ હાજર હોય તે જ સમિતિમાં કામ કરી શકે છે. આ સિવાયના અન્‍ય કોઇ પોતે પટેશ્રી કે પ્રમુખશ્રી તરીકે ઓળખાણ આપે તો તેમને માન્‍યતા મળતી નથી. આવા લોકોથી સાવધાન રહેવુ.

સમિતિની યાદી મુજબ અધ્‍યક્ષ તરીકે અશ્વિનભાઇ કિશોરભાઇ સાનીયા, પ્રમુખ તરીકે જલપેશભાઇ ઘનશ્‍યામભાઇ વાઘેલા, ઉપપ્રમુખ તરીકે કમલેશભાઇ મહેશભાઇ ઝાલા, મહામંત્રી તરીકે મહેશભાઇ ભાણજીભાઇ બારૈયા, બટુકભાઇ ગીરધરભાઇ જેઠવા, ખજાનચી તરીકે સુરેશભાઇ અમુભાઇ પરમાર, સહમંત્રી તરીકે પ્રશાંતભાઇ મહેશભાઇ બારૈયા, વિશાલભાઇ સુરેશભાઇ પાટડીયા, મયંકભાઇ અરવિંદભાઇ વાઘેલા, અનિલભાઇ ટપુભાઇ રાઠોડ, મંત્રી તરીકે દિનેશભાઇ છગનભાઇ બામણેશીયા, ગીરીશભાઇ પરસોતમભાઇ પરમાર, રવિભાઇ ભરતભાઇ વાળા, સતિષભાઇ ગોપાલભાઇ વાઘેલા, વિશાલભાઇ વાલજીભાઇ વાઘેલાનો સમાવેશ કરાયો છે.

જયારે સલાહકાર સમિતિમાં ઘનશ્‍યામભાઇ ભાનુભાઇ વાઘેલા, ભુપેન્‍દ્રભાઇ શાંતિલાલ વાઘેલા, જયેશભાઇ મોહનભાઇ ઝાલા, ઇશ્વરભાઇ મોહનભાઇ બારૈયા, અરૂણભાઇ ભનુભાઇ નારોલાની નિયુકિત કરાઇ હતી.

તસ્‍વીરમાં ‘અકિલા'ના મોભી સમક્ષ વિગતો વર્ણવતા વાલ્‍મીકી સમાજ સમિતિના આગેવાનો નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(3:40 PM IST)