<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th September 2025

આગામી બોર્ડમાં કડક નિયમો બનાવોઃ જયમીન ઠાકર

રાજકોટઃ આજના જનરલ બોર્ડમાં પ્રથમ પ્રશ્નના જવાબ દરમિયાન વિપક્ષીનેતા વશરામભાઇ સાગઠીયા દ્વારા બોર્ડની કામગીરી અટકાવી રોડ રસ્‍તાના ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરતા સ્‍ટે.ચેરમેન જયમીનભાઇ ઠાકરે જણાવેલ કે, વિપક્ષ દ્વારા લોકોના પ્રશ્નોની રજૂઆત કરવાના બદલે ફકત ફોટો પડાવવા માટે વિરોધ પ્રદર્શન કરી બોર્ડમાં ગેરબંધારણીય રીતે ચીજ વસ્‍તુઓ લઇ આવી નિયમનું ઉલંઘન કરવામાં આવી રહ્યું છે. આથી આગામી બોર્ડમાં કડક નિયમો બનાવવામા આવે અને વિરોધ પક્ષ બોર્ડને નિયમ મુજબ ચાલવા દે અથવા બોર્ડની બહાર નીકળી જાય તેમ કહી મેયરને વિપક્ષને બહાર કાઢવાની સૂચના આપી હતી.

(3:53 PM IST)