હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 20th September 2025
બોર્ડમાં પણ જૂથવાદ દેખાયો

રાજકોટઃ મનપાના ભાજપના શાસકોમાં ઘણા સમયથી જૂથવાદ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને મહિલા પદાધિકારીને ટાર્ગેટ બનાવવાનો એક જૂથ દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય તેવુ ચિત્ર ઉપસી આવ્યુ છે. ત્યારે જ આજના જનરલ બોર્ડમાં વિપક્ષના હોબાળા બાદ સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના સભ્યોએ વિપક્ષને બહાર કાઢવાની અવાર નવાર સૂચનાઓ આપતા હતા. શાસક પક્ષના સભ્યો ઉકળી ઉઠયા હતા અને આ તો માનતા જ નથી તેવો ગણગણાટ કરતા નજરે પડયા હતા. આથી આ મુદાને લઇને અધિકારીઓ અને શાસક પક્ષના અમૂક સભ્યોમાં ચર્ચાનો વિષય બન્યો હતો
(4:17 PM IST)










