હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજકોટમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટનો વધુ એક દરોડો કિસાનપરામાં મહિલા ભાડે મકાન રાખી ચલાવતી હતી કૂટણખાનું: ત્રણની ધરપકડ: પીઆઇ ભાર્ગવસિંહ ઝણકાત અને ટીમની કાર્યવાહી

રાજકોટ: છેલ્લા કેટલાક દિવસોથી પોલીસ સતત સ્પા અને હોટલોમાં દરોડા પાડી લોહીના વેપલાનો પર્દાફાશ કરી રહી છે. અલગ અલગ સ્પા મસાજ પાર્લર અને હોટલોમાં ચાલતા કુટણખાના ઝડપી લેવામાં આવ્યા બાદ હવે એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનીટે કિસાનપરામાં આવેલી સોસાયટીના એક મકાનમાં દરોડો પાડી મહિલા સંચાલિત કુટણખાનુ ઝડપી લેતા ચકચાર જાગી છે.વઆ મહિલા ભાડે મકાન રાખી તેમાં છોકરીઓને રાખી તેની પાસે દેહવ્યાપાર કરાવતી હોવાનું ખુલ્યું હતું. પોલીસે મહિલા સહિત ત્રણને પકડી કાર્યવાહી કરી હતી.
પોલીસે આ દરોડામાં કૂટણખાનામાંથી સોનલબેન ભરતભાઈ વડાલીયા (ઉ.વ ૪૯ રહે, મુક્તા, ૨૫/૨૩ ન્યુ જાગનાથ, એસ્ટ્રોન ટોકીઝ પાસે, જાગનાથ પ્લોટ), પ્રકાશ હસમુખભાઈ જોષી (ઉ.વ.૪૬ રહે.૩૦૩, સુર્યાન્જલી રેસીડન્સી, ન્યુ કોશાળ, અમરોલી, સુરત) તથા રાહિલ છોટાલાલ દેપાણી (ઉ.વ.૨૬, ધંધો.પ્રા.નોકરી રહે.બ્લોક નં.૨૦૧, શ્રીનાથ ટાવર, ગોંડલ)ને પકડ્યા છે.
પીઆઇ ભાર્ગવસિંહ ઝણકાતે જણાવ્યું હતું કે રાજકોટ શહેર એ-ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કિસાનપરા ચોકની બાજુમાં આવેલ સોસાયટી વિસ્તારમાં આવેલ એક ડુપ્લેક્ષ મકાનમાં એક બેન દ્વારા છોકરીઓ રાખી અને બહારથી ગ્રાહકો બોલાવી દેહ વ્યાપારનો ધંધો કરાવવામાં આવે છે અને આર્થીક લાભ મેળવતા હોઇ જેથી હકીકત વેરીફાય કરાવતા આ હકીકત સાચી પડી હોઇ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ દ્વારા પંચોને સાથે રાખી જરુરી સૂચના આપી મકાનમાં રેઇડ કરતા સોસાયટી વિસ્તારમાં આવેલ મકાનની આડમાં દેહવ્યાપારની પ્રવૃત્તિ ચાલતી હોવાનું ધ્યાનમાં આવેલ હતું. આ કુંટણખાનામાં ગ્રાહક પાસેથી ૨૦૦૦ રૂપિયા લઇ તેમાંથી ૧૫૦૦ રૂપિયા ભોગ બનનાર સ્ત્રીને અને ૫૦૦ રૂપિયા સંચાલક મહિલા પોતે લેતી હતી. પોતાના આર્થિક લાભ માટે અન્ય સ્ત્રી પાસે દેહ વ્યાપારનો ધંધો કરાવી પોતાનું ગુજરાન ચલાવતા હોઇ મકાનમાંથી ૨૮૦૦ રોકડા તથા પાંચ મોબાઈલ કિ.૪૫,૦૦૦ સહિત કુલ રૂપીયા ૪૭,૮૦૦નો મુદ્દામાલ કબજે કરી ત્રણ આરોપીઓ વિરૂધ્ધ એ-ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ધી ઈમોરલ ટ્રાફિક એક્ટ ૩,૪,૫ મુજબનો ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
દરોડાની આ કામગીરી પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી (ક્રાઇમ) જગદીશ બાંગરવા તથા મદદનીશ પોલીસ કમિશ્નર (ક્રાઇમ) ભરત બી. બસીયાએ રાજકોટ શહેર વિસ્તારમાં દેહવ્યાપારની પ્રવૃત્તિ અન્વયે જરૂરી તપાસ કરવા તથા આવી પ્રવૃત્તિ અટકાવવા માટે જરૂરી કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ હોઇ જે અન્વયે આ કામગીરી પો.ઇન્સ ભાર્ગવસિંહ એમ.ઝણકાટ, પો.સ.ઈ. એ.કે.ગોસ્વામી, હેડકોન્સ. હરસુખભાઇ ડી. વાછાણી, હેડકોન્સ મહમદઆરીફ અંસારી, કોન્સ. હસમુખભાઇ બાલધા, મહિલા કોન્સ.ભુમીકાબેન ઠાકર, પો.કોન્સ મહેશ ગણેશપ્રસાદ તથા મહિલા લોકરક્ષક જ્યોતીબેન શામજીભાઈ બાબરીયા તથા ડ્રાઇવર સુર્યકાંતભાઈએ આ કામગીરી કરી હતી.
શહેરમાં એક અઠવાડિયામાં પોલીસે અલગ અલગ મસાજ પાર્લર સ્પા તથા હોટેલમાં દરોડા પાડી કુટણખાના ચાલતા હોવાનો પર્દાફાશ કર્યો હતો. પોશ વિસ્તાર ગણાતા કિસાનપરાની સોસાયટીમાં ભાડાના મકાનમાં આવી ગેરપ્રવૃતિ પકડાતા રહેવાસીઓમાં ચકચાર જાગી છે.










